________________
બાદશાહ છે. તારે આટલી બધી જડની શી પડી છે? અનંતીવાર જડની એંઠ ખાધી છતાં આબાદી ન થઈ બરબાદ થઈ ગયે. પારકા ઘરમાં જઈને દુઃખને આમંત્રણ આપ્યું. હવે તારા ઘરને સંભાળ. આધ્યાત્મિક દ્રષ્ટિ હોય તે જડના મોહ ન રહે. છ ખંડના સ્વામી એવા ચક્વતના સુખ પણ ફીકકા લાગે. ગમે તેવાં ભૌતિક સુખ પ્રાપ્ત થાય, છતાં આત્મા તેમાં રાચે નહિ. . | સર્વાર્થસિદ્ધના દેવેને ભૌતિક સુખ અત્યંત છે, છતાં તેમાં નહિ રાચતાં દ્રવ્યાનુયોગને વિચાર કરતાં કરતાં ૩૩ સાગર કયાં ચાલ્યા જાય છે તેની પણ ખબર પડતી નથી.
સર્વાર્થસિદ્ધના દેવતા અવધિજ્ઞાનમાં સાતમી નરકના તળ સુધી દેખી શકે. તેમનાં મનમાં કોઈ સંશય ઉત્પન થાય તે મનથી ઝીલી લે. આયુષ્ય પુરૂં કરી, ભવને ક્ષય કરી સ્થિતિનો ક્ષય કરીને.
બહેવ જંબુદ્વિ દીવે મહાવિદેહેવાસે ઉન્નાએ નયરે વિશુદ્ધ પિછવસે રાયકુલે પુત્તતાએ પચ્ચાયાહિઈ તએણસે ઉન્મુકબાલભાવે વિષ્ણુયપરિણયમિત્તે વણગમણુપતે તહારવાણું થેરાણું અંતિએ કેવલબેહિં બુઝિહિઈ બુઝિતા અગારાઓ અણગારિયં પશ્વજિજહિ - આ જંબુદ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રના ઉન્નતનગરમાં વિશુદ્ધ પિતૃવંશવાળા રાજકુળમાં નિષકુમાર પુત્રરૂપે જન્મશે બાલ્યકાળ વીતી ગયા પછી યૌવનમાં આવતાં તથારૂપનાં સ્થવીર પાસે અણગાર બનશે. તે અણગાર સમિતિ આદિથી યુક્ત થઈ, ગુપ્તબ્રહ્મચારી થશે અને વિચિત્ર પ્રકારના તપનું આરાધન કરશે અને ઘણાં વર્ષો સુધી દીક્ષા પર્યાયનું પાલન કરશે. તે એક મહિનાને અણુસણ કરી કેવળજ્ઞાન અને કેવળદર્શનને પ્રાપ્ત કરી સકળ કાર્ય સિદ્ધ કરી છેલ્લા ઉચ્છવાસ નિઃશ્વાસે પછી સિદ્ધ થશે અને સંપૂર્ણ દુખેને અંત કરી અવ્યાબાધ સુખને પ્રાપ્ત કરશે. આ નિષધકુમારના જીવનનું વૃતાંત્ત વરદત્ત અણગારને પ્રભુ નેમનાથે કહ્યું અને આપણને પ્રભુ મહાવીર સ્વામીના કહેવાથી જાણવા મળ્યું.
આ વાત સાંભળી ચારિત્રમાર્ગમાં ઉજજવળ બનજે. ગમે તે ભાવમાં પણ સાધના કર્યા વિના સિદ્ધિ પ્રાપ્ત થવાની નથી. એક સુતારે વૃક્ષ પરની ડાળના લાકડાને ઘણું કાપી નાખ્યું અને ડું બાકી હતું ત્યાં એ ભેજન માટે નીચે ઊતર્યો. એ વખતે એકદમ વાયરો વાયે અને અડી રહેલું લાકડું નીચે પડયું. તે જોઈ જેણે કાપવાની જ શરૂઆત કરી છે એ બીજે કઈ સુતાર રાહ જુએ કે વાયરો વાશે અને લાકડું પડી જશે. તે એમ રાહ જેવાથી લાકડું કપાઈ ન જાય, પણ પુરૂષાર્થ કરવો પડે. એમ કેઈ કહે કે ભરત થકવતીને અસાભુવનમાં અને મારૂદેવી માતાને હાથીના હોદ્દા પર કેવળજ્ઞાન થયું. એમ અમને પણ કોઈકનાર કેવળજ્ઞાન થઈ જશે, સાધના કરવાની જરૂર નથી. આ માન્યતા મિથ્યા છે. મોક્ષ પ્રાપ્તિ માટે ભગીરથ પ્રયત્ન કરવાની જરૂર છે.
આત્મ સાધના માટે નિષકુમારનું આદર્શ શ્રાવક જીવન અને આદર્શ સાધુ જીવન તમારી સામે રાખજે. અને એ ગુણને અને આદર્શોને તમારા જીવનમાં ઉતારશે, તે અવિનાશી કલ્યાણપંથના સાચા પથિક બની શકશે.