Book Title: Nishadhkumar charitra
Author(s): Vardhaman Sthanakvasi Jain Shravak Sangh
Publisher: Sankliben Kapurchand Gandhi

View full book text
Previous | Next

Page 647
________________ શકે છે. જો આ નિજભવનું મહાસ્ય આવે તે જગતનાં પદાર્થો ખારા લાગે-તણખલા જેવા તુચ્છ લાગે. પોતાના ઘરનું મહત્વ સમજાઈ ગયા પછી પરઘરમાં દેટ મૂકવાનું મન ન થાય. નવી પરણીને વહ આવે. તે સ્વચ્છદી મગજની અને ઓછી બુદ્ધિની હેય તે થોડું કામ કરે અને પાડોશીને ત્યાં દેડી જાય અને પાડોશીને પિતાને ઘેર બનેલી બધી વાત કરે. સાસુ, નણંદ, જેઠાણી, સસ.આદિ સારી રીતે રાખતાં હોય, છતાં તેમનાં અવગુણ ગાયા કરે. ખરેખર તે પિતાની દ્રષ્ટિમાં જ વિષમતા છે. પાડોશી તેને શું સુખ આપી દેવાના હતા? વિપત્તિ કે દુઃખના પ્રસંગમાં પિતાના ઘરના તેને સહાયક અને પણ પાડોશી શું કરી આપે? પરિચય વધતાં અને ઘરની એક એક વ્યક્તિના સ્વભાવને પરિચય થતાં તેને સમજાઈ જાય કે મારી દૃષ્ટિમાં ભૂલ છે. મારા ઘરના માણસો ખૂબ મમતાળું છે, પણ આજ સુધી મને તેને ખ્યાલ ન હતું. આમ ઘરના માણસનું મહાઓ આવ્યા પછી પાડોશીને ત્યાં જઈ ઘરનાના અવર્ણવાદ નહી લે. નિંદા નહી કરે, પાડોશીની સાથે, રાખવા ગ્ય સંબંધ રાખશે, પણ વિશેષ નહીં રાખે. એમ આ શરીર પણ પાડોશી છે. આત્મા અને તેનાં અનંત ગુણે પિતાની ચીજે છે. તમને તેના પર વધારે પ્રેમ છે? શરીર પર કે આત્મા પર? કેની વધુ જાળવણી કરે છે ? કોની ફરિયાદ વધુ થાય છે ? શરીરની કે આત્માની ? શરીરને કંઈ થાય અને આકુળ વ્યાકુળ થઈ જવાય કાઉસગ કરવો હોય તે સ્થિરતા ન રહે, સામાયિક કરવાની ઈચ્છા ન થાય. કંદમૂળ વિના તે ચાલે નહિ એટલે તેના પ્રત્યાખ્યાન ન લઈ શકાય. આમ જીવને નિજ ઘરની વાત પર પ્રીતિ નથી. જીવન સુધારણાની અને ધર્મક્રિયાની વાતે નિરસ લાગે છે. અને વેપારની, ખાવાપીવાની વાતે રસપૂર્વક કરાય છે. બે વ્યક્તિ વાત કરતી હોય તો તે સાંભળવા કાનને ત્યાં લઈ જાય છે. પણ નિજ આત્મ-રવરૂપની વાત ગમતી નથી. પર-પદાર્થમાંથી પ્રાપ્ત થતું સુખ પ્રત્યક્ષ દેખાય છે તેથી અજ્ઞાની છે તે તરફ દોડી જાય છે. નમિરાજને ઈન્દ્રમહારાજે બ્રાહાણનાં રૂપમાં આવીને કહ્યું - अच्छेरग मन्भुदए भाए चयसि पत्थिवा અને પતિ સંજન વિવિ. ઉ. અ. ૯ ગા. ૨૧ જે વસ્તુ દેખાતી નથી તેને પ્રાપ્ત કરવા હું પ્રયત્ન કરી રહ્યો છે અને રાજપાટ, ધનવૈભવ આદિનું સુખ તને પ્રત્યક્ષ પ્રાપ્ત થયું છે તેને છોડી દે છે અને દીક્ષા લે છે પણ જેની ઈચ્છા કરે છે તે પ્રાપ્ત થશે નહિ અને જે મળેલું છે તે ચાલ્યું જ. એના જવાબમાં નમિરાજ કહે છે કે, सल्ल कामा विन कामा कामा आसी विसोवमा। અને મેણ વાળા કક્ષાના નિ માં ઉ. અ. ૯ ગા. ૫૩

Loading...

Page Navigation
1 ... 645 646 647 648 649 650 651 652 653 654