Book Title: Nishadhkumar charitra
Author(s): Vardhaman Sthanakvasi Jain Shravak Sangh
Publisher: Sankliben Kapurchand Gandhi

View full book text
Previous | Next

Page 646
________________ ૨૩૩ - બીજા વાટ સંકેરે પણ દિવામાં દીવેલ ન હોય તે પ્રકાશ મળે કયાંથી? ભણુંનારમાં બુદ્ધિ ન હોય તે મટે છેફેસર રાખે તે પણ શું ભણાવી શકે? હાથની કમાણી ન હોય તે પારકાનું આપેલું કયાં સુધી ટકી રહે? એમ અમે તમને ચાર માસ દરમ્યાન ખૂબ સંભળાવ્યું પણ તમારામાં જ સત્વ ન હોય તે આગળ કેમ વધી શકે? ઘણાં સાધુસંતના સમાગમમાં હોય છે ત્યાં સુધી સ્થિર રહે છે, પણ સાધુસંતે વિદાય લે ત્યાર પછી આડા ફંટાઈ જાય. વિતરાગ પરમાત્માનો માર્ગ અનુપમ છે, એને માટે કે ઉપમા ન આપી શકાય, અને આ પંથે આવ્યા વિના કઈ ભવ્યાત્મા આત્મ-કલ્યાણ સાધી શકતા નથી. જિનેશ્વર દેવમાં રાગદ્વેષ નથી, તેથી તેઓ યથાર્થ ભાવેનું યથાર્થ રીતે નિરૂપણ કરે છે. સંપૂર્ણ કષાયના ત્યાગ વિના વિતરાગતા ન આવે અને વીતરાગતા વિના સર્વજ્ઞતા ન આવે. જે જીવે પ્રબળ પુરૂષાર્થ કરી રાગદ્વેષને ક્ષય કરે છે તે કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે. તિર્થંકર દે કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી ઉપદેશ આપે છે. ભગવાનની વાણી સાંભળી પ્રતિવાદી નિરુત્તર બની જાય છે. તિર્થંકરના એક હજાર આઠ લક્ષણે હોય છે. સામાન્ય કેવળીમાં ૩૪ અતિશય, ૩૫ વચનાતિશય તથા એક હજાર અષ્ટ વિશિષ્ટ લક્ષણે હોતાં નથી, - નિષકુમારને ભગવાનને ભેટો થયો. અને જીવનને અંધકારમાંથી પ્રકાશમાં, અસતમાંથી સમાં લઈ ગયાં. સત્સંગથી સત્ય પ્રકાશ લાધે છે. દષ્ટિ સમ્યક્ બને છે. જ્ઞાન વિનાના જીવનમાં અંધકાર હોય છે. એક સુંદર બગીચે છે. એમાં જાતજાતનાં કુવારા છે, અત્યંત શોભાવાળી આરસની બેઠકો છે, સુગંધી વેલીઓ, લત્તામંડપ, જળાશ, મિષ્ટ સ્વાદભય ફળથી લચી પડતાં વૃક્ષ, મનેતર પુછે, ક્યારાઓ વિ. તમામ સૌંદર્યભરી સામગ્રી બગીચામાં છે. બીજો એક દબદબા ભર્યો મહેલ છે. તે મહેલમાં સેના-ચાંદીની ખુરશીઓ, સુંદર ચિત્રો, દેશદેશની કારીગરી બતાવતી સોનાની, રત્નોની હાથીદાંતની, સુખડની, કાચની સેંકડો મહામૂલ્યવાળી વસ્તુઓ મનહર રીતે ગોઠવી છે ત્રીજું એક શહેર છે. તે શહેરની એક એક વસ્તુ કલામય અને અપ્રતિમ છે. ચોથી વસ્તુ તાજમહાલ છે. સૌદર્યના નમૂનારૂપ છે. આ ચારે પરં અંધકાર છવાયેલ છે. અંધકારમાં તે જોવા મળે તે કાંઈ પણ દેખી શકાતું નથી. પ્રકાશ હોય તે યથાર્થ રૂપમાં દેખાય. આ બધાં કરતાં પણ અત્યંત કિંમતી વસ્તુ માનવજીવનમાં છે. અનેક શક્તિઓ છે, તેમાં આશ્ચર્યકારક બુદ્ધિ રહેલ છે. આત્મ ખજાનામાં અનંત નિધાન ભર્યું પડયું છે, પણ વિભવ દેખ્યા વિના તેનું મહાત્મ્ય આવે કેવી રીતે ? જ્ઞાનની સર્ચલાઈટ પ્રાપ્ત થાય તે નિજ વૈભવ જોઈ શકાય. આત્મામાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત ક્ષાયક શક્તિ, અનંત પરમક્ષમા, પરમઆજીવ, પરમસંષ, પરમસમતા, પરમશાંતિ, નિરપૃહી, સ્વતંત્ર, અરાગી, અઢેલી, અમેહિ, અવિકારી, સહજાનંદી, તત્વાનંદી, તત્વવિશ્રામ-આદિ અનેક

Loading...

Page Navigation
1 ... 644 645 646 647 648 649 650 651 652 653 654