________________
સળગાવી દીધો છે. આજથી તમામ નિરાશાવાદને રામ...રામ. સંગે મને કઈ કરી શકશે નહીં. સંગને યાચિત ઉપયોગ કરી હું જ મારા જીવનને ઘડવૈયે બનીશ, આપણે નિરાશા અને હતાશ થવા સર્જાયા નથી. આશાવાદ તે આપણે અમર વારસો છે. નિરાશાવાદના ફટકીયા મેતીને આપણે સ્પર્શવાનું પણ ન હોય. અણમોલ આશાવાદના મેતીના જ ચારા ચરવાના હોય. ઉઠ! જાગૃત થા! નિરાશાવાદની બેડીઓમાં જકડાએલી પાંખને મુક્ત કર. અને આશાવાદના ઉચ્ચ આકાશમાં ઉડયન આદર. કેલને શુળ હોય છે, એને વિચાર ન કર જોઈએ. પણ શુલ વચ્ચે પણ ફૂલ ખીલી શકે છે. એમ વિચારી આનંદ પ્રાપ્ત કરવું જોઈએ. જીવન છે તે તેમાં મુશ્કેલીઓ આવે, પણ તેમાંથી માર્ગ કાઢવો તે આપણું પરમ કર્તવ્ય છે.”
મિત્રના આશાવાદી અને સહાનુભૂતિભર્યા શબ્દો સાંભળી પેલા યુવાનમાં ન ઉત્સાહ પ્રગટ થયું અને તેણે પોતાની ભૂલને કબૂલ કરી નવા જીવનને પ્રારંભ કર્યો. મિત્રે બધું દેણું ભરી દીધું અને પિતાને ત્યાં લઈ જઈ પિતાની પાસે ધંધામાં લગાડી દીધે. મુંઝવણમાં માર્ગ દર્શન આપનાર અને દેવામાંથી મુક્ત કરનાર સજન પુરૂષ મળે તે કેટલે આનંદ થાય ?
નિષકુમારને પણ કમના દેવા ચુકવવાને માર્ગ બતાવનાર જન્મ-મરણથી ઉગારી લેનાર ભગવાન નેમનાથ પ્રભુ મલ્યા છે. હૈયું વધારે ને વધારે સંયમ માર્ગને અપનાવવા અધીરૂં બની રહ્યું છે. પ્રભુને હાથ જોડી મરતક નમાવી વંદન કરી કહે છે. તે તરણતારણ આરાધ્ય દેવ ? આપની વાણી મને રૂચી છે. તેના પર શ્રદ્ધા થઈ છે. આપ કહો છે તે સત્ય છે. આચરવા ગ્ય છે. હું દીક્ષા લેવા માટે તૈયાર થયે છું. મારા માતા-પિતાની આજ્ઞા લઈને આવું છું.
ભગવાન નેમનાથ પ્રભુએ નિષકુમારને પ્રત્યુતર આપતાં કહ્યું? અહીં સુ દેવાનુપિયા, મા પટિબદ્ધ કરેહ” આપને સુખ ઉપજે તેમ કરો. ધર્મકાર્યમાં વિલંબ કરશે નહિ, નિષકુમાર માતાપિતા પાસે આજ્ઞા કેવી રીતે માગશે તે અવસરે કહેવાશે.
વ્યાખ્યાન...૧૦૪ કારતક સુદ ૧૪ ને સેમવાર તા. ૧-૧૧-૭૧
અનંતજ્ઞાની ચરમ શાસનપતિ ભગવાન મહાવીર દેવે સિદ્ધાંત દ્વારા સમજાવ્યા છે. સિદ્ધાંત એટલે ત્રણે કાળે સિદ્ધ થએલી વરતુ.