________________
૬૨૮ અને લાંબુ જીવવાની અભિલાષા રાખી રહ્યા હોય તેને હાર્ટ ફેઈલ થઈ જાય. દાદાને એમ થાય કે મારું આયુષ્ય મારા પુત્રને આપી દઉં, શું આપી શકાય ખરૂં? “ના.” આયુષ્ય દીધું દેવાય નહિ. અને લીધું લેવાય નહિ. જ્યારે જીવને સાચી રીતે સમજાય કે સ્વજમાં મારું કોઈ નથી. ત્યારે તે વ્યક્તિ, સત્તા માટે કે વૈભવ માટે કેટે ન ચડે. કોઈના પર કેસ ન કરે.
બે પંડિતે ખૂબ, ડા, સુજ્ઞ, વિચારશીલ અને સાત્વિકવૃત્તિવાળા હતા. બંને સગા ભાઈ હતાં. બંનેને એકબીજા પ્રત્યે ખૂબ જ લાગણી અને પ્રેમ હતાં. મોટાભાઈને ત્રણ પુત્ર અને નાનાભાઈને એક પુત્ર હતું. બંને ભાઈઓ એકસાથે રહેતાં. બંને ભાઈઓ એકબીજાની અનુકૂળતા જાળવતા. ૫, તેમના સંતાને વચ્ચે કલેશ થવા લાગે. બંને પંડિતે એ વિચાર કર્યો કે આપણી ઉંમર તે હવે વધતી જાય છે. આ જીવનને પણ કાંઇ ભરોસો નથી. અને આ સંતાને એકબીજા વયે સહાનુભુતિ-પ્રેમ રાખી શકતાં નથી. તે આપણી સંપત્તિની વહેંચણી કરી લેવી શ્રેષ્ઠ છે. ઘરમાં લક્ષ્મી સારા પ્રમાણમાં હતી. નાનાભાઈએ કહ્યું, “આપ આપણું સ્થાવર જંગમ મિલકતને જે રીતે ભાગ પાડે તે રીતે મને માન્ય છે. મને આપના પર પૂરતે વિશ્વાસ છે કે આપ મારૂં કદિ અશુભ કરશે જ નહિ.” મોટાભાઈએ ખૂબ ચતુરાઈપૂર્વક મિલકતને બે ભાગમાં વહેંચી દીધી. અને નાનાભાઈને કહ્યું “આમાં તને ગમે તે એક ભાગ તું લઈ લે.” નાનાભાઈએ બધું તપાસ્યું અને બોલ્યા, “ભાઈ, આપે અન્યાય કર્યો છે. મારે કે તમારે આ ધન ક્યાં જોઈએ છે? આ ભાગ તે આપણે આપણું સંતાન માટે પાડેલા છે. આપને ત્રણ પુત્રો છે. મારે એક છે. તે આ સંપત્તિ ચાર ભાગમાં વિભાજિત થવી જોઈએ. મારા પુત્રને આ લહમીને ચે ભાગ મળ જઈએ.
એમ કહી નાના ભાઈ એ મિલક્તને ચાર ભાગમાં વહેંચી. ચારેય પુત્રોને બોલાવી એક એક ભાગ સોંપી દીધે. નાનાભાઈની ઉદારતા અને નિરપેક્ષ વૃત્તિ જોઈ મોટાભાઈને ઘણે જ સંતોષ છે. આજના જમાનામાં આવી ઉદાર વૃત્તિ કયાંય દેખાય છે? સાચી સમજણ એજ સાચી પંડિતાઈ છે. “ખામેમિ સવ્વ જીવા” એમ બેલનારા ઘણા હોય છે પણ અંતરમાં અભેદ દષ્ટિ અને મૈત્રીભાવના કેળવનાર કેઈ વિરલા જ હોય છે. આજે તે જ્યાં જુઓ ત્યાં અંદરો અંદર ઝગડા અને ખેંચતાણ જોવા મળે છે. દરેક મુમ્બ્રભાવ ઓછા કરી. “ન જોઈએ ન જોઈએ આવી બાવના રાખે તે ઝગડા ન થાય. “મારે જોઈએ, મારે જોઈએ” આ ભાવનાથી ઝગડા થાય છે. એક બીજાના દિલમાં કડવાશના બીજ વવાય છે. આજે માણસને સંગ્રહ કરવાની વૃત્તિ એટલી બધી વધી ગઈ છે કે માણસ માણસને છેતરે છે. હેરાન કરે છે. આખો ને આખો ખાઈ જાય છે. જંગલી પશુઓ પણ સ્વજાતિનું ભક્ષણ નથી કરતા. સિંહ સિંહને ખાતા નથી. વાઘ વાઘને ખાતે નથી, આમાં શહેરી કોણ અને જંગલી કોણ, તે તમે જ વિચારી લેજે.