________________
છે. તે સમજે છે કે કમને કાલે પાકે ત્યારે એક યા બીજા કોઈક તે નિમિત્ત રૂપ બને જો તમારે પણ પ્રગતિ કરવી હેય, આત્મ સાર્થક કરવું હોય તે દષ્ટિ પલટાવે.
જગતના વ્યવહાર કરવા પડે પણ ઉમળકાથી અને ઉત્સાહપૂર્વક ન કરે. ફરજ બજાવી અળગા બની જાઓ. પણ તેમાં લેવાશે નહિ. પિતા જાણ હોય કે મારી પુત્રીના લગ્ન થશે તે છ મહિનામાં તેને વૈધવ્ય આવશે. તે તે, પહેલા તે દીકરીને સંસારની અસારતા સમજાવે. લગ્ન નહી કરવા આગ્રહ કરે. પણ દીકરી ન સમજે અને તેના રામરામમાં લગ્નની તાલાવેલી હોય તે લગ્ન કરવા પડે પણ પિતાનું હૈયું પ્રમોદિત ન થાય. તેના હૃદયમાં આનંદ ન હોય. કારણ કે તેનું ભાવિ તેના લક્ષમાં છે. તે જાન સાચવે, દીકરીને કરિયાવર પણ કરે, છતાં તેમાં તે ઓતપ્રેત ન બને. અને છ મહિના પછી જમાઈનું અવસાન થાય તે અત્યંત શેક પણ ન થાય. કારણ કે તે જાતે જ હતું કે આ પ્રમાણે થવાનું છે. તેથી તટસ્થ બુદ્ધિ રાખી શકે. કેવળજ્ઞાની, પરમાત્મા પાસે અનંત જ્ઞાન છે. તેઓ અનેક પ્રસંગોને જુએ છે, છતાં તેમાં રાગદ્વેષ કરતાં નથી. જ્ઞાન હર્ષ શેક ન કશે પણ મહદશા-અજ્ઞાન દશાને લીધે પલટાતી પરિસ્થિતિમાં હર્ષ અને શેક થાય છે. કેવળી ભગવંતને મોહનીય કર્મને ઉદય નથી તેથી નિલેપ રહી શકે છે. જ્ઞાન દીપક વડે જીવન મહેલના કચરા દેખાય છે. પણ તેને દૂર કરવા સત્સંગ રૂપી સાવરણી લેવી જોઈએ. આત્માને ઓળખે તે બેડે પાર થઈ જશે એમ જૈન દર્શન નથી કહેતું. ચારિત્ર વિનાના બેલકણા જ્ઞાનની બે કાવડીઆની પણ કીંમત નથી.
નિષકુમાર મહિનામાં છ પૌષધ કરતાં હતાં. તેમને તે રવિવાર સિવાય ઉપાશ્રયે આવી ધર્મક્રિયા કરવાને ટાઈમ પણ નથી મળતું. અને રવિવારે પણ અનેક પ્રોગ્રામમાં જવાનું હોય ને બધું પતાવ્યા પછી ટાઈમ રહે અને કંટાળે ન આવે તે. ધર્મમાં જોડાવે, ખરુંને? નિષકુમાર પૌષધમાં સંયમની ભાવના ભાવે છે. તેમને અધ્યવસાય પ્રભુના જ્ઞાનમાં દેખાય અને તેમને કાળ પણ પાકી ગયેલ છે તે પણ દેખાયું.
ભગવાન નેમનાથ એક ગામથી બીજે ગામ વિહાર કરતાં કરતાં દ્વારકા નગરીમાં પધાયાં.
જ્યાં ઘણી ઝાડી હોય, પર્વતની હારમાળા હેય, ત્યાં વરસાદને આકર્ષાઈને પણ આવવું જ પડે. તેમ ઘણું ભાવિકે જ્યાં વસતા હોય ત્યાં સંતને આકર્ષાઈને આવવું પડે છે. તમારું પણ આ વીરક્ષેત્ર છે. અહીં કેટલા સંત મહાત્માએ આવી ગયા ? ઘણાં સંતે તમને પાણી પાયા કરે છે, પણ એ વાણીરૂપી પાણીનું યથાર્થ પાલન કરી જીવનમાં ઉતારનારા કેટલા છે?
ધર્મ સાંભળ જોઈએ. તેના પર રૂચી લાવી જીવનમાં પરિણમા જઈએ, ધર્મ જીનનું એક અંગ ન બની જાય તે આગળ વધી શકાય નહિ.