Book Title: Nishadhkumar charitra
Author(s): Vardhaman Sthanakvasi Jain Shravak Sangh
Publisher: Sankliben Kapurchand Gandhi

View full book text
Previous | Next

Page 627
________________ પાછા ફરે નહીં. તે એમ માને કે હું પણ જૈન શાસનને સિંહ છું. મને કોને ડર! પ્રતિમાધારી સાધુ છાંયામાં ચાલતા હોય અને તડકે આવે તે છાંયે ન જાય. અને ઠંડી ઋતુ હોય તે છાંયેથી તડકે ન જાય. આમ અનેક પ્રકારના ઉપસર્ગ તથા-પરિસહે સહન કરે. સાધુને તથા શ્રાવકને ત્રીજે મને રથ સમાન છે. હે પ્રભુ! હું આલેચના કરી સંથારે કયારે કરીશ! સિદ્ધાંતમાં ઘણું મહાપુરૂષની સંથારાની વાત આવે છે. કોઈએ વિપુલ પર્વત પર, કેઈએ વૈભારગીરી પર્વત પર, તે કેઈએ પુંડરગીરી પર્વત પર સંથારા કરેલા છે. જે શૂરવીર હોય તે જ સંથારાની હામ ભીડી શકે. નિષકુમાર શ્રાવક છે, પણ ક્યારે સાધુ બનું એવી ભાવના ભાવનાર છે, સંસારમાં રહેવા છતાં સંસારથી અલિપ્ત રહેનાર છે. શ્રાવક એ ભગવાનના લઘુનંદન છે. ચાર તિર્થમાં તેને એકડે છે. શ્રાવક અારંભી, અલપ પરિગ્રહી, અલ્પ ઈચ્છાવાળા, સુશીલ, સવતી, ધર્મિષ્ઠ આદિ અનેક ગુણેથી અલંકૃત હય, શ્રાવકે મૂળગુણધારી કરતાં ઉત્તરગુણધારી વધારે હોય છે. સામાયિક-પૌષધાદિ કરે, સાધુ-સાધ્વીને સુપાત્રે દાન આપે, ઉપગ પરિભેગનું પરિમાણ કરે. આ બધાં ઉત્તરગુણ છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ આદિમાં મર્યાદા કરે તે મુળગુણ છે. શ્રાવકેની સંખ્યા અસંખ્યાત છે. મનુષ્ય સંખ્યાતા છે, પણ અસંખ્યાત તિર્યંચે શ્રાવકના વ્રત આદરે છે, તેથી તેઓ અસંખ્યાતા છે. સમતિ પામીને પડવાઈ થયેલા છે અનંતા છે. કેટલા અનંતા ? અનંતના નવ ભાંગા છે તેમાં ચે ભાંગે અનંતા અભવ્ય જીવે છે. તેના કરતાં પડવાઈ સમ્યગ્દર્શની અનંત ગુણા અને તેના કરતાં સિદ્ધના જ અનંતગુણ છે. વનસ્પતિ વજીને ૨૩ દંડકના જીને એક બાજુ મુકે અને એક બાજુ સિદ્ધના છે. અનંતગુણુ વધારે થાય. અનંતાનંત જીવે સિદ્ધ ગતિને પામી ગયા અને તેમાં આપણે જ નંબર ન લાગે! આપણે રખડતા રહી ગયા, તે કેટલા અફસોસની વાત છે! હવે શું કરવું છે? પુરૂષાર્થ ઉપાડવાની જરૂર છે. પુરૂષાર્થ વિના પરમપદની પ્રાપ્તિ થતી નથી. નિષકુમાર “મિચકીવાકીવે” નવતત્વના યથાર્થ સ્વરૂપને જાણવાવાળા હતા. મહિનામાં છ પૌષધ કરનારા હતાં. તમે એક વર્ષમાં પણ છ પૌષધ કરે છે ખરા? નિષધમાર ફૂલની શૈયામાં સૂનાર અને રાજરમણીની વચ્ચે વિલાસ માણનારા, પણ ભગવાનની એક દેશનાએ એમના જીવનમાં કે પલટો આણ્ય ! હવે પૌષધને દિવસે દાભની શૈયામાં શયન કરવા લાગ્યા. પૌષધ કરે છે તે દિવસે પૌષધશાળાને પિતાના હાથથી પૂજ, કરચાકર દ્વારા

Loading...

Page Navigation
1 ... 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654