________________
છે. તમને કોઈ વાર નિષકુમાર જેવી ભાવના થાય છે? લાખોપતિ-કરોડપતિ થવાની અને સત્તાધારી બનવાની ભાવના ભાવે, પણ દિક્ષાની ભાવના થાય નહિ. સંયમ વાસનાને વશ કરવાને વશીકરણ મંત્ર છે. આધિ, વ્યાધિ, ઉપાધિમાં તપી રહેલા સંસારીઓને શાંતિને સમીર આપનાર વટવૃક્ષ છે, સંયમ માગે આવવાથી પ્રયજન વિનાને પુરૂષાર્થ છુટી જાય છે અને આત્મોન્નતિને પુરૂષાર્થ જાગે છે. સંયમ અજ્ઞાન અંધકારને દૂર કરનાર દિપક છે. સંયમથી અજ્ઞાન–અંધકાર નાશ પામે છે. માટે સંયમ લેવાને માટે અશક્ત હે છતાં પણ સંયમની ભાવના ભાવે. આ ભવે નહીં તે આવતા ભવે બચપણથી ધર્મ કરવાની સાનુકુળતા પ્રાપ્ત થાય અને વીરના માર્ગે પ્રયાણ કરી શાશ્વત એવી મેક્ષ લક્ષમીને પ્રાપ્ત કરું.
ઉચ્ચ આદર્શ ને ભવ્ય નહિ ભાવના, તુચ્છ તે જીવન છે રથુલ ઘેલા,
જીવનનાં તત્વથી સાવ અજ્ઞાત તે, આત્મ દારિદ્રમાં તે મરેલા.” જેના જીવનમાં ઉચ્ચ આદર્શ અને ભવ્ય ભાવના નથી તેનું જીવન તુચ્છ છે. તે જીવનનાં પરમ તત્વથી સાવ અજ્ઞાત છે. ઉચ્ચ ભાવનાથી જીવન ઉત્તમ, સંસ્કારી અને ઉચ્ચ બનાવી શકાય છે,
“કલમ વાવેલ છે વારિ છાંટેલ છે, તે પછી પુષ્પની વેલ ફાલે, આજ વિચાર કરતાં હશે અંતરે, તે જ આચાર રૂપ થાય કાલે, આજ જીવન તમે ભેગવી જે રહ્યા, પૂર્વ સંસ્કારને કર્મટો,
ભાવના ભાવશે તેવું ભાવિ બને, આકૃતિના પ્રમાણે જ ફેટો.” વર્તમાનકાળ એ ભૂતકાળની ભાવનાને પરિપાક છે. અને વર્તમાનકાળે જે ભાવના ભાવશે તે પ્રમાણે ભાવીનું સર્જન થવાનું છે. ફોટોગ્રાફર ફેટો પાડે તે આકૃતિ પ્રમાણે જ પડે છે સુંદર વિચારે સુંદર જીવનનું ઘડતર કરવામાં સમર્થ છે. બીજમાંથી વૃક્ષ બને છે તેમ વિચારમાંથી આચારમાં આવે છે. ભાવનામાં અને વિચારોમાં દઢતા જોઈએ. દઢ સંક૯૫ જીવનને વધુ પ્રભાવિત બનાવે છે. માટે વિચારને, ભાવનાઓને શુદ્ધ અને નિર્મળ બનાવે.
તાર જડ છે, છતાં તારથી મોકલાવેલ સંદેશે હજારો માઈલ દૂર બેઠેલા સ્વજનને મળી જાય છે. તે હૃદયની ભાવનાને સંદેશ બીજા હૃદય સુધી શા માટે ન પહોંચે ! શુદ્ધ હદયથી થતી ભાવના બીજાને અવશ્ય ઝણઝણાવી શકે છે. માટે તમે બીજા માટે અરે, તમારા દુશમન માટે પણ શુભ ભાવનાઓ ભાવે. તમારી શુદ્ધ ભાવના સામી વ્યક્તિના હૃદયનું પણ પરિવર્તન કરશે. ભગવાન સામે મારમાર કરતાં દુને આવ્યા તે પણ ભગવાનની શુદ્ધ ભાવનાથી શાંત બની ગયા. માટે હચ ભાવને ભાવજો. મૈત્રિને અણમોલ સંદેશો આખા જગતમાં પ્રસરાવજે,