________________
માધુર્ય કરતું હતું. તેઓના નયનેમાં નિર્મળતા હતી મુખ પર બ્રહ્મચર્યનું જેસ તરવરતું. એમના સંગમાં જે જીવ આવે તેને ત્યાગમાર્ગને રંગ લાગતે. તેઓ વારંવાર એક જ વાત કરતાં કે ત્યાગમાગ દીપાવજે. વેશને વફાદાર રહેજો. વીતરાગમાર્ગના વજને ચારેય દિશામાં ફરકાવજે. આવા મહા સંત સતીઓના ચી ધેલા માર્ગે ચાલશું તે આપણા આત્માનું અવિનાશી એવું કલ્યાણ થશે. વિશેષ અધિકાર અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં ૧૦૨
કારતક સુદ ૧૨ શનિવાર તા. ૩૦-૧૦-૭૧
નાથે સિદ્ધાંત દ્વારા સમજાવ્યા. સિદ્ધાંત એટલે ત્રણે કાળે સિદ્ધ થએલ વસ્તુ તેનું નામ સિદ્ધાંત. અહીં નિષધકુમારને અધિકાર ચાલે છે. નિષકુમાર બારવ્રતધારી શ્રાવક થએલા છે. ત્રણે મને રથ ચિંતવનાર છે. જેમ શ્રાવકને ત્રણ મરથ હોય છે, તેમ સાધુ પણ ત્રણ મનોરથ ચિંતવે છે. તેમાં પહેલે મને રથ એ છે કે હે પ્રભુ! હું બહુસૂત્રી કયારે થઈશ!” ભગવાને કહેલાં સૂત્રોનું અવગાહન કરી તેમાં નિમગ્ન બની સૂત્ર સિદ્ધાંતમાં જ રક્ત બનું. બીજે મને રથ એ ચિંતવે છે કે હે પ્રભુ! હું પ્રતિમધારી સાધુ કયારે થઈશ! ભિક્ષુને માટે બાર પ્રતિમા હોય છે. પડિમાધારી સાધુને ખૂબ કડક આચાર પાળવાના હેય છે. આ ભિક્ષુને પ્રથમ શરત એ હેય છે કે
निच्चं वोसठयाए चियत्तदेहे, जे केइ उनसग उववज्जति तजहा-दिव्वावा, मणुस्सा वा तिरिक्खजाणीया वा ते उत्पण्णे सम्मं सहइ, स्त्रमइ तितिकूखइ अहियासेए
દેવ, મનુષ્ય કે તિર્યંચ સંબંધી કોઈ પણ ઉપદ્રવ ઉત્પન્ન થાય તે તેને સહન કરે. મુખ પર ગ્લાનિ ન લાવે, ક્રોધ ન કરે. સમભાવ રાખે, તે સાધુને પહેલી પ્રતિમામાં એકદાતી આહાર અને એકદાતી પાણીની લેવી કપે છે. એક માણસ માટે જ રાંધેલું હોય તે પણ શુદ્ધ અને નિર્દોષ હોય તે થોડું લે. ગર્ભવતી માટે કરેલું ન લે. બાળકને દૂધ પાતી હોય તેવી બાઈ આપે તે ન લે. એક પગ ઉમરામાં અને એક પગ બહાર એમ રાખી આપે તે લે. પ્રતિભાધારી સાધુ જે સ્થળે રહયા હોય ત્યાં કોઈ અગ્નિના: ભયથી બહાર ન નીકળે, કઈ હાથ ઝાલી કાઢે તે ઈસમિતિ શોધતા નીકળે, તેમનાં પગમાં ક-કાચ કાંઈ વાગે તે કાઢવે કપે નહીં. આંખમાં કાંઈ કણું પડે છે તે કાઢવું કલ્પ નહીં. એ સાધુની સામે સિંહ, વાઘ, વરુ આદિ જંગલી જાનવર આવે તે તેના ત્રાસથી