________________
પાલન કરવામાં સહાયક સિદ્ધાંત છે. સિદ્ધાંત માર્ગ ચીંધે છે. પૂજ્ય સ્વામીબા જ્ઞાન, ધ્યાનમાં મસ્ત રહેતા હતાં. મહાન સાધુ સાધ્વીજીને સંબંધ સાધી જ્ઞાન લેતા. ઘણા અનુભવી પાસેથી તેઓએ અનુભવનું માખણ પ્રાપ્ત કરેલું, રાત, દિવસ આત્માને શેકી પહેરે કરતાં. બીજો ભાવ ન આવી જાય તેનું લક્ષ રાખતા. ભાવ બદલાણ વિના ભવ ન ટળે. સંસારી ભાવેને તિલાંજલી આપી સંયમભાવમાં સ્થિર રહેતા. સંસાર ટળે. જીવને અઢાર પા૫ સ્થાનક સેવવાનો સ્વભાવ પડી ગયા છે, તે સ્વભાવ છૂટે તે સંસાર છૂટે. તેઓ કહેતા કે સમજીને સમાઈ જાવ. “હડીયું કાઢે હરિ નહીં મળે તેઓશ્રીને ૩૦ વર્ષ સુધી ડાયાબીટીઝ રહ્યું. છેલ્લા બે વર્ષમાં અસહ્ય દર્દીને સહન કર્યા. ઘુંટીએ ગુમડું થયું હતું, તેનું પેની સુધી કાણું પડ્યું હતું. લેહી અને પરૂં ચાલ્યું જતું હતું, છતાં ઉંકાર કરતાં નહીં. કર્મના ફળ જોઈ જ્ઞાની આત્મા સમભાવમાં રહી નવાં કર્મ ન બાંધે. અને અજ્ઞાની જી હાયય કરી કર્મોના કે થેક બાંધે છે. તેઓ કહેતાં કે કર્મ ઉદયમાન થયા છે. અત્યારે તે દેહ ભાન ભૂલીને જડ ચૈતન્યની વહેંચણી કરવી જોઈએ. મોટા મોટા પ્રધાન, અધિકારી, તેમને સાંભળવા નહીં પણ જોવા આવતા કે જ્ઞાની પુરૂષ દઈને કેમ વેદે છે! તેઓ કહેતા, અમે આ સતીજીના અનુભવનું નવનીત લેવા આવ્યા છીએ. અનુભવીઓની શાળામાંથી જીવન જીવવાનું તત્વ મળે છે. પૂજ્ય શ્રી જગદંબા સ્વરૂપ હતાં. તેમનામાં ઘણું સામર્થ્ય હતું. તે કહેતા કે, શરીરમાં જે ભર્યું છે તે બહાર નીકળે છે. તેમાં રવા જેવું શું છે? જેવા જેવું છે. કાયા કયારે ફરી બેસશે તે ખબર નથી.
દુઃખ વ્યાધિ જરા સર્વને આવતા, જ્ઞાની કે મૂખ હે પ્રાણી કે જ્ઞાની વેદે બહુ પૈર્ય ને, શાંતિથી મૂર્ણ વેદે સદાકાળ રાઈ”
જ્ઞાની અને અજ્ઞાની સર્વને દુઃખ, વ્યાધિ અને જરા આવે છે. પણ જ્ઞાની તેમાં વૈર્ય ધારણ કરે છે અને સમભાવે કર્મ અપાવે છે. ત્યારે અજ્ઞાની જીવ કર્મના ઉદયકાળ વખતે રડવા બેસે છે. અને આમ શાંતિને ગુમાવી બેસે છે. આ કાયા તે ઉપરથી શોભતી, રૂપે-રંગે એપતી છે, પણ અંદર તે મ્યુનીસીપાલીટીની ગાડીની જેમ કચરો ને દુર્ગન્ધી પદાર્થો ભર્યા છે. છતાં તેને સાચવવા અજ્ઞાની જીવ મથામણ કરી રહ્યો છે. શરીર જરા નબળું પડે તે ઇંડાને રસ પીશે. એવા પાવડરની વસ્તુઓ વાપરશે કે જેથી હૃષ્ટ પુષ્ટ બનાય. કેટલાક કહે છે કે શરીર માટે લસણની ચટણી ખાવી પડે છે. પિયાપેયનું તેને ભાન નથી દારૂ પણ પીવે છે, પણ આ શરીર તે છેહ દઈને ચાલ્યું જનાર છે.
કેરી, રાયણ, ચીકુ, દ્રાક્ષ વગેરે પાકે તેમ મીઠાં થાય છે, પણ કર્મનાં ફળ એવાં છે કે પાકે પછી કડવા રસ આપે છે. કર્મ એવાં આવે કે માથું ફાડીને રૂવે, છતાં દુઃખનો આરે ન આવે. જ્ઞાની છે કે અજ્ઞાની તેની દર્દ આવે ત્યારે પરીક્ષા લેવાય છે. કસોટી એજ સંયમ, તપ અને સાધનાનું ફળ બતાવે છે. પૂ. દિવાળીબાઈ મહાસતીજી એવી વેદનામાં