________________
૬૪
જોડે છે. અંદર પિતે બેસે છે, ગોખરૂના કાંટા પર ચલાવે છે. અંદર પિતાનું વજન વધારતાં જાય છે. ભાલાની અણુથી મારે છે, મર્મસ્થાનને ભેદે છે. નારકીઓ ભારથી નમી પડતાં હવાથી ચાલી શક્તા નથી. તે રોઝડાની માફક મારી મારી નીચે પછાડે છે. આવા અનેક પ્રકારનાં દુઃખ એક-બે દિવસ નહિ પણ ઓછામાં ઓછા ૧૦ હજાર વર્ષ સુધી તે ખમવા જ પડે છે.
આટલું સહન કરીને તિર્યંચના ભાવમાં આવે તો ત્યાં પણ અનેક પ્રકારનાં દુબે આ જીવ સહન કરે છે. તરસ લાગે તે પાણી પીવા નથી મળતું. આ જીવે અનેક ભેમાં જુદા જુદા રૂપ લઈ અનંતા દુઃખ સહન કર્યા છે. તે હે માતા ! હવે મારે દુઃખમાંથી મુક્તિ મેળવવા સંયમ માર્ગે જ જવું છે. વળી આપ કહે છે કે આટલી ઋદ્ધિ-સમૃદ્ધિ ત્યાગીને તું શા માટે ઉપાધિ વહેરવા જાય છે. તે હે માતા! સંસાર એ લુંટારાનું કેન્દ્રસ્થાન છે. જ્યાં રાગ-દ્વેષ-મોહન લુંટારા આત્મધન લૂંટી રહ્યા છે. કષાયાદિ ધૂર્તો મારી જીવન સંપત્તિ હરી રહ્યા છે. વિષય-લાલસાની વિષ–વેલડીએ જીવન બાગને વેરાન બનાવી રહી છે. શરીર તે કુલની જેમ કરમાઈ જનારું છે. લક્ષમી વિઘત જેવી છે. વૈભવ સંધ્યાની લાલી જેવા છે. આયુષ્ય અ૯૫ છે. તો શેમાં રાચવું? માતા, પુત્રને દઢ વૈરાગ્ય જેઈ ઠાઠ માઠથી અને ધામધૂમથી દીક્ષા-ઉત્સવ કરે છે. સંયમ માર્ગ લીધે એટલે ફક્ત વેશ પરિવર્તન નહિ પણ જો! માર માથાકુ, સોદ મુ. ધ-માન -માયા-લોભ બધા વિભાવ ભાવને મુંડવાના છે. એક મસ્તકનું મુંડન જ નહિ ચાલે. વેશ તે રક્ષણ કરનાર છે. પણ સંયમ અંદરની ચીજ છે. મન સંચમી વચા સંચમ સંચમી અષ્ટ પ્રવચન માતાનું પાલન કરનાર સાધુ યત્નાપૂર્વક દરેક કાર્યો કરે, જેથી પાપ કર્મ બંધાતા નથી.
“બનવં શરમાળા ચ પળમૂયાર છું.
ગંધ gવયં મં, સંસે રૂ દુર જઈ | દશ. અ. ૪ ગા.૧ અનાથી ચાલતાં, ખાતાં, ઉઠતાં, બેસતાં અનેક ત્ર-સ્થાવર ઓની હિંસા થાય છે. તેથી પાપ કર્મ બંધાય છે. તે પાપકર્મના કહુફળ જીવને ભેગવવા પડે છે, તેથી સાધુની દરેક ચય યત્ના પૂર્વક હેય છે.
અહંનક મુનિ એક ગામથી બીજે ગામ વિહાર કરી રહ્યા છે. વચ્ચે ગંગા નદી આવે છે. બીજો કોઈ માર્ગ નથી. પગે ઉતરી જવાય તેમ નથી. નાવમાં બે વાની જરૂર પડે છે. નાવમાં પણ પૈસા આપીને ન બેસાય મૂલ્ય વિના બેસાડે તો જ બેસાય. નાવિકની રજા થઈ બેઠા નાવ મધ્યમાં પહોંચ્યું ત્યાં દેવને ઉપસર્ગ આવ્યે. નાવ હાલકડેલક થવા લાગ્યું. આમથી તેમ ફંગળાય છે. અંદર બેઠેલાના જીવ ઊંચા થઈ જાય છે. શું