________________
પા
શરીર તે પુદ્ગલને પિંડ છે. હું તે આત્મા છું. સિદ્ધની સમીપે બેસવાવાળે છું. પણ અત્યારે કયાં અટવાઈ પડે છું? હિરાને વીંટીમાં જડાય પણે કચરામાં રખડતે ન મૂકાય. આત્મા માટે સ્થિરતા પકડો. સ્થિર સ્થાન કયું છે? તે નક્કી કરે. ૮૪ લાખ જવાનીમાં તમારા માટે એક પણ સ્થાન સ્થિર છે? સ્થિર સ્થાનને પ્રાપ્ત કરવા અને મૃત્યુંજય બનવા ધર્મ એક જડીબુટ્ટી છે. આવી તક મનુષ્યને જ સાંપડે છે. આ તકને ઝડપી . નહિંતર પશ્ચાતાપ કરવાને વખત આવશે. એક શેઠ લમણે હાથ દઈને બેઠા છે. શેઠાણી કહે છે, આમ બેસી શું રહ્યા છે? અત્યારે ઘરમાં તાવડી તડાકા કરે છે. હાંડલી રણકા કરે છે, ચારે ખૂણે ગોકળ આઠમ ફરી વળી છે, માટે ઉભા થાવ અને પરદેશ કમાવા જાવ. શેઠાણીએ ઢેબરાનું ભાતું બાંધી દીધું. શેઠ ભાતું લઈને ચાલ્યા ચાલતાં ચાલતાં એક ઝુંપડી આવે છે. એમાં એક સંત બેઠા છે. શેઠ સંતના દર્શન કરે છે. સંતની મીઠી મધુરી વાણી સાંભળી શેઠને સંતની સેવા કરવાની ભાવના જાગી. એટલે સંતની સેવામાં રહી ગયા. એક મહિના સુધી સંતની ખૂબ સેવા કરે છે. આંગણું વાળીને સાફ કરે, ફળફૂલ લાવે, પાણી ભરે, સંતના ચરણ દાબે. આમ ખૂબ જ સેવા કરે છે. એક વખત સંતની તબિયત બગડે છે, તે પણ સુગ વગર સેવા કરે છે. આવી નિસ્વાર્થ સેવા જઈ સંત પ્રસન્ન થાય છે. તેથી પૂછે છે તમે કયાં જવા નીકળ્યા છે? શું પ્રજને જઈ રહ્યા છે? શેડ કહે છે પાપનાં ઉદયે ઘરની પરિસ્થિતિ બગડી છે, તેથી ધન કમાવવા જતા હતા. પણ આપને જેવાથી ખૂબ જ આનંદ થયે, તેથી અહીં આપની સેવામાં રોકાઈ ગયે. સંત કહે છે હું તારી સેવાથી ખુશ થયો છું. મારી પાસે આ એક કામકુંભ છે. ને બીજે કામકુંભ બનાવવાની વિદ્યા છે. આ કામકુંભ તારી બધી ઈચ્છા પૂરી કરશે. જે માગીશ તે તને મળશે. એટલે કામકુંભ જોઈએ તે તને આપું ને બનાવવાની વિદ્યા જોઈએ તે તે શીખવું. આ વિદ્યા પ્રાપ્ત કરવા ૧ મહિના સુધી એકાંતર ઉપવાસ, પારણામાં ફળાહાર, અમુક કલાક ધ્યાન, અમુક હજાર જાપ વગેરે કરવું પડશે. શેઠ કહે છે, આવી બધી માથાકૂટમાં કયાં પડવું? એના કરતાં તે કામકુંભ આપો. સંત કહે છે તારે જે જોઈએ તે આપીશ, પણ વિદ્યા શીખીશ તે ૧૦૦૦ ઘડા બનાવી શકીશ. માટે વિચાર કર. પણ શેઠ કહે છે મારે તે કામકુંભ જ જોઈએ છે. તેમ તમારે પણ તૈયાર માલ જ જોઈએ ને? ધર્મ નથી કર પણ એનું ફળ જોઈએ છે ને? સંતે કામકુંભ આપી દીધો. તે લઈને ઘેર આવે છે. શેઠાણી તે રાહ જોઈને બેઠા છે. એટલે આવતાની સાથે જ પૂછે છે શું લાવ્યા? શેઠ કહે છે ધીરી થા. ઘણું લાવ્યો છું, બેલે, તમારે શું જોઈએ? શેઠાણી સુંદર દાગીના અને શેલા માગે છે. કામકુંભ પર વર ઢાંકી શેઠ માંગણી કરે તે હાજર થાય છે. શેઠાણી તે આ જોઈને રાજી રાજી થઈ ગયા. જમવા માટે જાત જાતની વાનગીઓ મળી. શેઠાણી મનમાં મલકાય છે, હવે તે રાંધવાની પંચાત મટી ગઈ. આ ઘરની રોનક બદલાઈ ગઈ. બધા આનંદથી