________________
પટેલે
गीर्वाण दुमधेनु कुम्भमणयस्तस्यांगणे रंगिणो, देवादानव मानवाः सविनयं तस्मै हित घ्यायिनः लक्ष्मीरतस्य वशाऽवशेव गुणिनां ब्रह्माण्डसंस्थायिनी
શૌનિત્તામણિ પ્રાર્થનામનિશ વંસ્તૌરિ ચો ધ્યાતિ કલ્યાણમંદિર જેના હૈયામાં શ્રી પાર્શ્વનાથ ભગવાન બિરાજે છે. જિનેશ્વરદેવની ભક્તિ માટે જેનાં ભાવે ઉછળી રહ્યા છે. પ્રભુ જેનાં અંતરમંદિરમાં વસ્યા છે જે પ્રભુનામ, જપ, ધ્યાનમાં મસ્ત છે તેનાં આંગણામાં ક૯પવૃક્ષ, કામધેનુ, કામકુંભ, ચિંતામણી રત્ન ઈત્યાદિ મહા મૂલ્યવાન પદાર્થો પ્રાપ્ત થાય છે.
દેવે, દાન, મનુષ્ય વિનયથી તેનાં હિતનું, કલ્યાણનું, સુખનું ચિંતવન કરે છે, ગુણવાન પુરૂષને આ બ્રહ્માંડમાં પ્રાપ્ત થતી સમસ્ત લક્ષ્મી તેને વશ વર્તે છે. શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું અહર્નિશ રટણ કરવાથી મૂલ્યવાન વસ્તુઓ ઉપલબ્ધ થાય છે. ભગવાનનાં નામ સ્મરણ, સ્તુતિ-પ્રાર્થનામાં ભૌતિક વસ્તુની ખોટ નથી પણ જેને આધ્યાત્મિકતાની ઓળખાણ થઈ તેને આ બધા પદાર્થો તુચ્છ લાગે છે. કડી ને કહીર, શંખલા ને હીરલા, પથ્થર અને પારસ સમાન કહી શકાય? ન કહી શકાય, છતાં એ પચરંગી મેળવવા માટે આખી જીંદગી છાવર કરી દ્યો છે. પણ એ સાથે આવનાર નથી. જેણે હૃદયમંદિરમાં પ્રભુને પધરાવ્યા, જેનાં હૈયામાં ભગવાન બિરાજ્યા, તેના હાથે પાપ કેમ થાય? રાજા જાગ્રત બેઠા હોય ત્યાં ચાર કેમ પ્રવેશી શકે ?
દર્શન અહીં જનેન્દ્ર માત્ર મનુષ્યને જે થાય છે, તો સેંકડો દુઃખ ભય ભરેલાં સહેજમાં ટળી જાય છે, ગોવાળ કિંવા સૂર્ય તેજસ્વી તણું દિઠા થકી,
પશુએ મુકાયે સદ્ય જેવા નાસતા શેર થકી. કોઈ ચેર ગાયનું ધણ વાળીને જતું હોય, તેવામાં જે સૂર્યને પ્રકાશ થાય અથવા તે ગોવાળને જુવે કે તરત જ ગાયને મુકીને તે નાસી જાય છે. તેમ હે પ્રભુ! આપનું દર્શન માત્ર મનુષ્યને થાય તે સેંકડો દુઃખ સહજ વારમાં દૂર થઈ જાય છે. ભગવાનનું નામ સમરણ કરે તે કર્મરૂપી ચેર ભાગી જાય અને આત્મિક ધન પાછું મળે.
“હાલતા મહાવીર, ચાલતા મહાવીર, ઉઠતાં મહાવીર નામ લે, સૂતા પહેલાં જે સમરણ કરે તેની બેલ જે જે જે,
જ્યાં સુધી આતમા અંગમાં છે ત્યાં સુધી મહાવીરનું નામ તું લે.” પ્રભુ મહાવીરાય નમઃ આ મંત્રમાં અદ્દભૂત ચમત્કાર છે. તે સંરોહિણી-સંજીવની ઔષધી સમાન છે. હાલતાં, ચાલતાં, ઉઠતાં, બેસતાં દરેક પળે ભગવાનનું નામ .