________________
માંથી પુત્ર-મેહનાં કારણે વણ ભાદરે વહે છે. માતાપિતા પણ સમજાવે છે, પણ પુત્રનાં બ્રહવા છે. બધે ફરે એમ નથી. પુત્ર પણ મહામ છે. જેને સંસારની અસાપ્તા સમજાઈ ગઈ, ગળફે આવ્યા પછી બહાર ફેંકવાને જ રહ્યો. એમ સંસારી સુખે ગળફા જેવા જ છે. માટે તેને જોઈ એ, એમ કુમારને લાગ્યું. તેમનું મન ફરે તેમ નથી. મનથી સ્થિર છે.
વિચારે દઢ કર્યા પછી જ બેસે છે. " मनस्वी कार्याणि न गणयति दुःखं न च सुखम्"
મનનું ધાર્યું કરવાવાળા છે. દહભાવ જાગ્યો છે. સંયમનાં રંગે રંગાયે છે જેને મજીઠી રંગ લાગે તે ઉડે નહિ કુમાર પ્રભુ પાસે આવ્યા ત્યારે કેવા હતા અને ઘેર ગયા ત્યારે શું લઈને ગયા? તમે આવો ત્યારે ખાલી અને જાવ ત્યારે ભરીને જાવ છો કે ખાલી ને ખાલી ? તમારા ઘરવાળા પણ કહે કે આ તે ગમે તેટલું સાંભળે પણ પલળે એમ નથી. કાંઈ ચોટ લાગે છે ? ભગવાનને માર્ગ અપનાવવા જેવું લાગે છે ? જેને વિષય વિષ જેવા લાગે તે સંસારથી ભાગે પુન્ય છે ત્યાં સુધી સાહાબી લાગશે. પણ પુન્ય જશે ત્યારે બટકું રટલે પણ નહીં મળે. તમને સંસાર અળખામણું લાગે છે
અકળાવે આ સંસાર મને, પણ એની માયા ના છૂટે હાય ! કડ લાગે કંસાર, છતાં ખાવાની લાલચ ના છૂટે!!
જેને સંસારમાં અકળામણ લાગે, સંસારનાં સુખો કડવાં લાગે, તે વીતરાગનાં શરણે જાય. વિરંગતકુમારને સંસાર અસાર લાગે છે. માતાપિતાની આજ્ઞા માગે છે. હજુ પણ માતાપિતા શું કહેશે તે અધિકાર અવસરે.
વ્યાખ્યાન નં. ૧૦૦
કારતક સુદ ૧૦ ને ગુરૂવાર તા. ૨૮-૧૦-૭૧
અનંતજ્ઞાની ગૈલેય પ્રકાશક, વિશ્વની વિરલ વિભૂતિ શ્રમણ ભગવાન મહાવીર સવામીએ સિદ્ધાંત દ્વારા સમજાવ્યું છે. સિદ્ધાંત એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વરતુ તેનું નામ સિદ્ધાન્ત બારમા ઉપાંગ વહિદશામાં નિષકુમારને અધિકાર ચાલે છે.
સિદ્ધાર્થ આચાર્યની મંજુલવાણીથી વીરંગતકુમારનું હૈયું ધન્ય બન્યું. એમના જીવનમાં નવિન દષ્ટિ સાંપડી. આદ્ધારની ભાવના જાગી. સંસારની અસારતા જણાઈ અને