________________
૫૮૬
અચાનક મોટું કાણું રહેશે ને હંસલે ઉડી જશે. અરે! અમુક ભાઈને હાટ ફેઈલ થઈ ગયું તે એમ થાય કે હમણાં જ સાથે હતાં, સાથે ખાવું-પીધું-અને ઘડીમાં શું થયું? ચાવી પુરી થાય એટલે ઘડીયાળ બંધ થઈ જશે. ટિકીટ પુરી થાય પછી આગળનાં સ્ટેશને ન જવાય, તેમ આયુષ્ય પુરૂં થાય પછી કાંઈ ચાલશે નહિ મૃત્યુદેવને કહેશો કે આ એકની એક દિકરીના લગ્ન છે, પતાવી દેવા દે, પછી આવજે. ના રે ના, તમારા સાંસારિક કામે ખુટે તેમ નથી. દિન પ્રતિ દિન દેઢાને દોઢા કામ હોય છે. તેમાં ધાર્મિક અનુષ્ઠાને કયારે કરશો ? ચોક્કસ દિશામાં પ્રગતિ કરે. નાના બાળકની જેમ પાટીમાં લીંટા કર્યો નહીં ચાલે. એકડો કરતાં શીખવું પડશે. સમ્યકત્વને એકડે લાવે છે? હા, તે જીવનની દિશા બદલાવે. આ અમૂલ્ય ભવ જ્યારે સાંપડશે? માંડ હાથમાં આવ્યું છે. કયારે પુરો થશે તે જાણે છે?
તમારી નજર સમક્ષ કેટલાને હાર્ટ ફેઈલ થાય છે? કેટલા અકસ્માતમાં અને એસીડન્ટમાં મરે છે? હેપ્પીટલમાં કેટલા છેને અસહ્ય વેદનામાં પીડાતા જુએ છે? એ દશ્યને નિહાળતાં એમ થાય છે કે મારે આવા દિવસો જેવા ન પડે તે માટે મારા આત્માનું કાંઈક કરી લઉં. આત્મા અને દેહ ભિન્ન છે. દેહમાં દd કયા કારણે ઉત્પન્ન થાય? એનું મૂળ કારણ કર્મ છે. કારણ વિના કાર્ય ન હોય. અગ્નિ વિના ધુમ્ર હેતે નથી, પણ ધુમ્રથી જ અગ્નિનું અનુમાન થાય છે. તેમ રાગી, અપંગને જોતાં કર્મની વિચારણું કરે. કારણ કે બીજ વાવ્યા વગર ફળની પ્રાપ્તિ થતી નથી. મૂળિયાં આબાદ હશે તે ફળ પ્રાપ્ત થશે. તેમ સમક્તિનું બીજ વાવ્યું હશે, ધર્મનું મૂળ આબાદ હશે તે મેક્ષ રૂપી ફળ પ્રાપ્ત થશે. સમકિતના બીજ વાવ્યાં હશે તે ઊર્ધ્વગતિ મળશે, અને પાપના બીજ વાવ્યા હશે તે અધોગતિ લલાટમાં લખાશે.
શ્રેણિક મહારાજા અને અભયકુમારએ અને એક વખત બેઠા છે. સુંદર સંવાદ ચાલી રહ્યો છે. તેમાં અભયકુમારને કહે છે, “આપણું નગરમાં ધમીજને ઘણું વસે છે, અને અધમી તે ગણ્યાગાંઠયા (માંડ) હશે. એ સાંભળી અભયકુમારને મનમાં હસવું આવે છે અને વિચારે છે. અત્યારે સત્ય વાત રાજાને કહીશ તે માનશે નહિ, પણ અવસરે વાત.
એક વખત અભયકુમાર નગરની બહાર બેતંબુ બંધાવે છે. એક છે અને બીજે કાળે. મોટા જબરજસ્ત તંબુ છે કે જેની અંદર લાખ માણસો બેસી શકે. પછી ગામમાં ઢંઢેરો પીટાવે છે કે, જે ધમી હોય તેમણે ધળા તંબુ નીચે અને અધમી હોય તેમણે કાળા તંબુ નીચે આવીને બેસવું. અને જે ધમી હશે તેનું દાણ પણ માફ કરી દેવામાં આવશે. માણસો તે નગર બહાર જવા માંડયા. કેણુ પોતાની જાતને અધમી માને? કોણ કાળા તંબુ નીચે જાય? ધેળા તંબુમાં ઘણા માણસો ભરાણુ કે ઊભા રહેવા જેટલી પણ જગ્યા ન રહી. કાળા તંબુમાં ફક્ત ચાર માણસે જઈને બેઠા. અભયકુમારે તે શ્રેણિક રાજાને બતાવવા