________________
સહિષ્ણુતા, તિતિક્ષા આવે, ત્યારે જ ધર્મ પરિણમે કહેવાય. ધર્મનું ફળ મિક્ષ છે, યમ અપનાવશો તે શાંતિથી રહી શકશે, નહિ તે એકના ઉકળાટે આખુ ઘર અશાંત બની જશે.
દયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ,
હેય મુમુક્ષુ ઘર વિષે એહ સદાય સજાગ.” આ ૭ ગુણ જેનામાં હોય તે મુમુક્ષુ કહેવાય. અત્યારે ઘણું મુમુક્ષુમંડળે સ્થપાય છે પણ જેવા છે તેવા બહાર પડ પણ નામધારી નહિ. આ આચાર્ય દેવ યથાર્થ ગુણના ધારક છે, તેમની વાણીથી અનેક ભવ્ય આત્મ હિત સાધી શકે તેમ છે. વિશેષ અધિકાર અવસરે.
વ્યાખ્યાન...૯૯ કારતક સુદ ૯ ને બુધવાર તા. ૨૭-૧૦-૭૧
વિશ્વવંદ્ય ભગવાન મહાવીર દેવે જગતનાં જીને સિદ્ધાંતથી સમજાવ્યા. સિદ્ધાંત એટલે ત્રણે કાળે સિદ્ધ થયેલી વસ્તુ, તેનું નામ સિદ્ધાંત. અહીં નિષકુમારને અધિકાર ચાલી રહ્યો છે. ભગવાન નેમનાથ સવામી તેમને પૂર્વ ભવ કહી રહ્યા છે. સિદ્ધાર્થ આચાર્ય નગરીમાં પધાર્યા છે. માનવ મેદની ધમદેશના સાંભળવા જઈ રહી છે. અનેક શ્રીમંતે, શ્રેષ્ઠીઓ, સાર્થવાહ, ધર્મદેશના સાંભળવા આવે છે. તે દેશનામાં કર્મબંધ થાય એવી કોઈ વાત કરતા નથી. કર્મથી મુક્ત કરાવનાર એવા ધર્મની વાત કરી રહ્યા છે. માનવ જન્મ મળે તેમાં ધર્મ કરે તે તમારું જીવન સફળ છે. જેમ વિશાળકાય હાથી દંકૂશળ વિના શેભતે નથી, ઘોડે સુંદર હોય પણ વેગવતી ચાલ વિના શેભતે નથી. ચંદ્ર વિના રજની શેભતી નથી કમળ વિના સરોવર શોભતું નથી, વિનયગુણ વિના પુત્ર શેભતે નથી તેમ ધર્મ વિનાનું માનવજીવન પણ શોભતું નથી. જેમ મોટા રાજપંથને છેડીને ઘેર વનમાં પ્રવેશ કરનાર મનુષ્ય યા પ્રાણી દુઃખી થાય છે તેમ સંસારવનમાં પ્રવેશ કરતે જીવ ધર્મરૂપ રાજમાર્ગને છોડીને અધર્મરૂપી વિષમ માર્ગે પ્રયાણ કરે તે ત્યાં કેવળ દુઃખનાં તમરા બેલતાં સંભળાય છે. અશાંતિના ઓળા ઉભા થાય છે, ભયની ભૂતાવળ ખડી થાય છે. એ આત્માનું ભાન ભૂલી જાય છે અને રાગમાં બંધાઈ જાય છે. રાગની ખીણમાંથી બચાવનાર ધર્મ જ શ્રેષ્ઠ છે. ધર્મ આત્માને ઉંચે લઈ જનાર છે. અત્યારે કેટલાય નાસ્તિકો અને અનાર્ય કે કહે છે કે, પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક, ધર્મ-અધર્મ બધું હંબક છે, ગપ છે,