________________
કાગળ તણું હેડી વડે, સાગર કદી ઉતરાય ના,
ચીતરેલ મોટી આગથી, ભેજન કદી રંધાય ના. સેવાની વાતે માત્ર કરવાથી દુઃખીઓના દુઃખ દૂર થતાં નથી. ચિતરેલી આગથી ભજન ન બની શકે. કાગળની હેડીથી સાગર ન તરી શકાય. ઔષધના નામ ઉચ્ચારવાથી રોગ નાશ પામતું નથી. પાણી પાણું કરવાથી તૃષા છીપતી નથી. અને ભજનની વાનગીઓ ગણવાથી સુધા શમતી નથી. એમ ધમી કહેવડાવવાથી ધમીજ બનાતું નથી. ધર્મમય આચરણ કરવું જોઈએ. તમારે ધમ કહેવડાવવું છે કે બનવું છે? પુણ્યગે જૈનદર્શન, મહાવીરને ધર્મ, માનવને જન્મ સહેજમાં હાથ આવ્યું છે. તેની કદર થાય છે કે ઘરને દુધપાક દાળ બરાબર લાગે છે? ધર્મના સ્વરૂપને પામે તે આત્માનંદને એર સ્વાદ આવશે. રોજ વ્યાખ્યાન સાંભળે, ઉપાશ્રયમાં આવે, એની કાંઈ અસર થાય છે? દુધપાકમાં પહેલેથી છેલ્લે સુધી તાવિ ફરે પણ સ્વાદ ન માણે. તમે તેવા તે નથી ને? ધર્મને જીવનમાં ઉતારે. વીરવાણું સાંભળતા ઓતપ્રેત બની જાવ. આચાર્ય ભગવંતે કેવા ધર્મમાં લીન હોય? કેવા ગુણથી યુક્ત હોય? જે ગુણયુક્ત હોય છે તે જ ઉર્ધ્વગતિને પ્રાપ્ત કરી શકે છે, એકલા વેષની કે નામધારીની કઈ કિંમત નથી. એક ગ્રંથમાં ગ્રંથકાર લખે છે કે પાંચમા આરામાં પાંચ પાંચડા આચાર્યના નામ ધરાવનાર, છ છગડા સાધુનાં નામ ધરાવનારા, સાત સાતડા સાથ્વીના નામ ધરાવનારા, આઠ આઠડા શ્રાવકના નામ ધરાવનારા, નવ નવડા શ્રાવિકા નામ ધરાવનાર નરકમાં જનારા છે.
તમે જાતા હોય કે ફલાણુભાઈ દારૂ પીએ છે, છતાં ખરડામાં સારા પૈસા બેંધાવતા હોય તે શું કહે ? આપણા શ્રાવક છે. આટલા હજાર રૂા. દાનમાં આપ્યા. એને શ્રાવક કહેવાય? જૈન દર્શનમાં નામધારીનું મહત્વ નથી, મહત્વ ગુણધારીનું છે કે જેની પાસે જતાં જીવ શાંતિ પામે.
“એ ચરણે પ્રાણ શાતા રે પામે, પાવે તે લીલ વિલાસ રે, જન્મ જરા ને મરણ મીટાવે, નાવે ફરી ગર્ભવાસ રે પ્રાણી
સાધુજીને વંદણ નિતનિત કીજે, પ્રહ ઉમિતે સુર રે પ્રાણી... જેનું શરણ સ્વીકારાય એના જેવા બનાય. મુનિ ભગવંતે પરમ ઉપકારી છે. તે કાંઈ પણ દામ ન માગે. અને મોક્ષમાં પહોંચાડે છે. સંત પાસે જવાથી સંત પિતાના જેવા બનાવે છે.
હા પારસ સ્પર્શશે, કંચન ભયે તલવાર, તુલસી ઉસકા ના મીટા ધાર માર આકાર,