________________
પછે.
છેતરે છે. પ્રસંગ પડે તે હિંસા કરતાં પણ અચકાતું નથી. પાપ બાંધતાં પાછું વાળીને જેતે નથી. પણ જીવ સમજાતું નથી કે જેને માટે હું આ પ્રપંચ કરૂં છું તે મને સ્વર્ગની વાટ દેખાડનાર નથી, અને નરકનાં ત્રાસથી મૂકાવનાર પણ નથી. પ્રભુ ભક્તિમાં, પ્રાર્થનામાં અને સાધના દર્શનમાં પણ આશા પડી હોય છે. સંસાર વૃદ્ધિની બીજાનું ગમે તેટલું ખરાબ થાય તેને વાંધો નહિં, પણ પિતાને મિષ્ટએવા આરોગવા છે. પિતાના સ્વાર્થ ખાતર બીજાની રોટલી ઝૂંટવી લેતાં પણ અચકાય નહિ, એને એક પેટ નથી ભરવું પણ પેટી, તિજોરી અને બેંકમાં પણ મૂકવું છે. કાગડે કનિષ્ઠ પંખી છે. છતાં તે એક નહિ ખાય. કાકા કરી તેની જમાતને ભેગી કરી ખાશે. અને તમે શું કરો છો? તમારે તે એકલા માણવું છે. તારી પાસે હોવા છતાં બીજાને મદદરૂપ ન થા તે એ પૈસા નથી પણ કાંકરા છે. સાથે રહેનાર, સંબંધમાં આવનાર, સાથે મીઠી મીઠી વાતે કરે, પણ હૃદયમાં કાતીલ ઝેર હેય. તમારે ઉદ્ધાર કરે હોય તે દંભ અને આડંબર છેડી દો. જેવા છે તેવા દેખાવા પ્રયત્ન કરશે.
" जहा अंतो तहा बाहिं जहा बाहिं तहा अंतो" હૃદય સ્ફટીક જેવું નિર્મળ બને. વિશ્વમાં નિર્મળ, શુદ્ધ અને અહંકાર-માયા રહિત વિભૂતિઓ વિરલ હોય છે.
- એક બ્રાહ્મણ એક શહેરમાં ટેલ નાંખતે નીકળે છે. પણ તેના સામું જોવાની કેઈને કુરસદ નથી. કેઈને બસ પકડવી છે, કેઈને રીક્ષા, તે કઈને ટ્રેઈન પકડવી છે. સૌને જવાનું મોડું થાય છે. તેમાં બ્રાહ્મણની વાત કણ સાંભળે ! ત્રણ દિવસ સુધી શહેરમાં ફરે છે. છતાં ખાવા માટે કંઈ મળતું નથી. ભૂખ ખુબ લાગે છે પણ ગરીબનું કોણ? બિચારો નિરાશ બની ગામ બહાર જાય છે. ત્યાં એક સંન્યાસી મળે છે. તે બ્રાહ્મણને પૂછે છે “કેમ બચ્ચા ! કેમ નિરાશ બની ગયો છે! ” બ્રાહ્મણે કહ્યું. “આ શહેરના લેકે કેવા છે ! ત્રણ ત્રણ દિવસથી ભૂખ્ય ભૂખ્યો બધે ટેલ નાખું છું, છતાં કેઈના હૃદયમાં રામ નથી. કેઈ કાંઈ આપતું નથી. કેઈ સામું પણ જોતું નથી.” આ સાંભળી જરા સ્મિત કરી સંન્યાસી કહે છે” ભાઈ! તું માણસ પાસે માગ તે મળે ને ? જેટલા દેખાય છે તે બધા માણસ નથી લેતા. માણસ એાળખવા આ ચશ્મા લઈ જા. તે ચડાવતાં જે માણસ દેખાય તેની પાસે જજે. ત્યાં તારે માગવું નહિં પડે. સામેથી તારે સત્કાર થશે.”
બ્રાહ્મણ તે ચમા લઈ રાજી થતે થતે શરાફ બજારમાં જાય છે. ચશ્મા ચડાવી જુએ છે તે દુનિયામાં મોટા ગણતા, ધર્મના ધેરી ગણતા અને લાખેના પાટીયા-દાન કરનારા મોટા મોટા અજગર દેખાય છે. કેટલાય માણસને આખા ને આખા ગળી ખાય છે. ત્યાંથી આગળ વધે છે. કોઈ સિંહ, કેઈ ચિત્તા, કઈ દીપડા, કેઈ વરૂ, કેઈ બકરા