________________
રહિતક નગરીમાં તે કાળે તે સમયે આચાર્ય ભગવંત સિદ્ધાર્થ મુનિ પધાર્યા છે. આચાર્ય કેવા હેય? જે ૩૬ ગુણથી યુક્ત હોય તે આચાર્ય કહેવાય છે.
पंचिंदिय संवरणो तह नवविह बभचेर गुत्तिधरी,
चउविह कषाय मुक्को इह अटारस गुणेहि संजुतो ॥ પાંચ ઈન્દ્રિયને સંવર કરનાર, પાંચ સમિતિના ધારક, પંચમહાવ્રતના પાલક, પાંચ આચાર ધર્મના ધારક, નવાવાડ વિશુદ્ધ બ્રહ્મચર્યના પાલણ ડાર, ચાર કષાયના વિઘાતક, ત્રણ ગુપ્તિએ ગુપ્ત. એ ૩૬ ગુણના ધારક હોય તે આચાર્ય બની શકે છે. પુસ્તકના પુસ્તકે વાંચવાથી કે કેના શ્લોકો કંઠસ્થ કરી લેવાથી આચાર્ય થવાતું નથી. પણ ગુણે કેળવવાથી, ગુણસંપન્ન બનવાથી આચાર્ય બનાય છે. ડોકટરની પૂરી પરીક્ષા પસાર કરવાથી ડોકટર બની શકાય છે. વકીલ, બેરીસ્ટર વગેરેની પરીક્ષા પસાર કર્યાથી વકીલ અને બેરીસ્ટર બનાય છે. રાજકુંવરને રાજગાદી ઍપવી હોય તે પણ રાજા તેની લાયકાત જુએ છે. તેમ આચાર્ય બનવામાં લાયકાત પ્રાપ્ત કરવી જોઈએ. કોઈ અભ્યાસથી, ડીગ્રી મેળવે છે, તે કઈ ગુણથી પદવી મેળવે છે. આચાર્ય ભગવંત ઈન્દ્રિયોના વિષમાં આસક્ત ન હોય. એ ઈન્દ્રિયેના ગુલામ ન બને. અજ્ઞાની છ ઈન્દ્રિયેના ગુલામ બને છે. ઉનાળાની ખૂબ ગરમી છે. તેમાં અજ્ઞાની જીવને આઈસક્રીમ ખાવાનું મન થયું તે ખાઈ લે. કોઈ વાર સીનેમા જેવાનું મન થાય તે સીનેમા થિયેટરમાં બેસી જાય, સંગીતના સુરો સાંભળવા રેડિયે લઈ બેસી જાય. એમ એકેક વૃત્તિઓને પિષણ આપનારા ઇંદ્રિયેની ગુલામી કરી રહ્યા છે.
આત્મા કેવળજ્ઞાનને ધણી, સિદ્ધને સાથીદાર છે. તે મતિ–શ્રત જ્ઞાન મેળવવા અંદગીની જંદગી ગુમાવે. અને ચારે બાજુ ભટકે. આ જીવની કેવી દયાજનક દશા છે! ગુલામી છે? ગાંડે હેય તે તે બે પૈસાના મૂળા ખાય ને ખુશ થાય, પણ જેનું મગજ ઠેકાણે હેય તેના બળાપાને પાર ન હોય.
તેમ આપણે કેવળજ્ઞાનનાં ધણી અને મતિકૃતિ માટે ગુલામી કરવાની ! આત્મા સમજે છે કે હું માલીક છું પણ ખરેખર તે માલીક ગુલામ જેવો જ છે. જે પેઢી પર રીસીવર નીમાયા હોય તે પેઢીને માલીક પણ ગુલામ બની જાય છે. રીસીવરની સહી વગર તેને પિતાની મુડી મળે નહીં. પિતાની સહી ત્યાં કામ આવે નહીં. આપણા ઉપર કર્મ રાજાએ પાંચ રિસીવર નીમ્યા છે. તેને તાબે આપણે રહેવાનું. શબ્દ સાંભળવો હોય તે કાનની મહેરબાની થાય તે સાંભળી શકાય. જેવામાં, સુગંધ લેવામાં, સ્વાદને અનુભવ કરવામાં અને સ્પર્શમાં ઈન્દ્રિયની મહેરબાની જઈએ. ઈન્દ્રિયોને માલિક આત્મા. ચૈતન્યને વ્યવહાર આત્માના નામે ચાલે. જ્ઞાન-આત્માની પણ ગુલામી તે જુઓ. આત્મા માલીક