________________
પ૧
કરો! મુનિરાજને બંગલે ફરી ફરીને બતાવે છે અને જોયા પછી કહે છે. કે લાગે . મારે બંગલે? બધું બરાબર તો છે ને? તમને કશી ખોડખાંપણ લાગતી હોય તે કહે, પણ મુનિરાજ બેલતા નથી. ફરી પૂછે છે તમને કશી ખામી લાગતી હોય તે બતાવે. પછી મુનિ મહારાજ કહે છે, તમે આ દરવાજે મુકે તે તમારી મોટી ભૂલ છે. તું જ્યારે મરી જશે ત્યારે આ દરવાજામાંથી તને કાઢશે. જે દરવાજો ન હોય તો કાયમ અંદર રહેવાય. કાઢતી વખત બધા કહેશે એને સાચવીને કાઢજો, જરા પણ કયાંય અડે નહીં. અડી જશે તે અવગતિ થશે અને આપણને બધાને હેરાન કરશે. આ વાતમાં સમજાવે છે કે આ બંગલામાં રહેવાનું નથી. બંગલે શાશ્વત નથી. “મારો બંગલે મારે બંગલે ! એમ માને છે એ મેટી ભુલ છે. તું કયાંથી આવ્યું અને કયાં જવાનું છે, અને તે વિચાર કર ! મારૂં છે એ મારાથી જુદું પડે નહીં, તમને કદી એ વિચાર આવ્યું છે? હવે આવી વળગણું છોડવી છે કે રાખવી છે? તમે તમારા આત્માને પુછે કે તમે શું કરી રહ્યા છે? આ કાયા માટીમાં મળી જશે. સારાં કપડાં પહેર્યા, સારી રીતે રહ્યા હશે, પણ માટીમાં મળી જવાનું છે. શ્રીમન્તની રાખમાં અને ભીખારીની રાખમાં કશે ફેર દેખાય છે? શું શ્રીમન્તની રાખ સુગધી હોય અને ગરીબની રાખ દુર્ગધી હોય એવું તમને લાગે છે? આ શરીર તે માટીમાં મળી જવાનું તે પછી તારે જે આત્મા માટે કરવાનું છે તે કર. તમારે તમારે ઉદ્ધાર કરે છે તે કયે દિવસે કરશે? અવસર મળ્યો છે તેને સદુપયોગ કરે. આ સમય ફરીને કયારે મળશે? વરસાદ આવ્યાં પહેલા જે ખેડૂત સેડ તાણીને સુતે રહે અને ભૂમિકાની શુદ્ધિ ન કરે તે બીજાપણું કેવી રીતે થાય? અને બીજારોપણ ન થાય તે શું નીપજ થાય? વરસાદ આવી ગયા પછી કહે કે શેરડી વાવી હેત તે કેવી શેરડી થાત ? ઘઉં વાવ્યા હતા તે કેવો સરસ પાક આવત? આમ હવે ડહાપણું કરવાથી શું વળે?
" जब चिडिया चुंक गइ खेत
अब पछताए होत कया ?" આ પક્ષીઓ ખેતરમાંથી ચણી જાય પછી પસ્તા કરે તે શું વળે? રાંડયા પછી ડહાપણું શું કામનું? તેવી રીતે કર્મને દૂર કરવા માટે ગારૂડી મંત્ર એટલે ભગવાનની વાણી છે. જે ભગવાનની વાણી સાંભળે છે, એના કર્મ દૂર થતાં જાય છે. | સર્ષ સાથે નેળીયે લડાઈ કરે છે તેમાં કેને વિજ્ય થાય છે? સર્પ નેળીયાને ઝેરીલે ડંખ મારે છે. બંને સામ સામા ખૂબ લડે છે. જ્યારે નેળીયે થાકી જાય છે
ત્યારે નેળવેલને સુંઘે છે અને ઝેર ઉતરી જાય છે. પાછે લડવા માટે તૈયાર થાય છે. " અને સર્વ સામે વિજય મેળવે છે. એમ કર્મ સામે યુદ્ધ કરવાનું છે. સદ્દગુરૂની વાણી એ નોળવેલ છે. એ એવી શક્તિ આપે છે કે કર્મ સામે લડવા તૈયાર થઈ જાય છે. સંસારની