________________
૧૯૯ છે, તિરસ્કાર છે, આવી ઉપમા અવિનયી શિષ્યને માટે સિદ્ધાંતમાં આપી છે. માઠા આચારવાળો, ગુરનું જેમ-તેમ વાટવાવાળ, ગુરૂને વેરી, સંઘને વેરી, જયાં-જ્યાં જાય ત્યાં અપમાનિત થાય છે. કોઈ તેને માન આપતું નથી. જ્ઞાની પુરુષે કહે છે, ભગવાનનાં સૂત્રના દોરે જે બંધાય અને એ જે કામ કરી શકે છે, એ બીજા કેઈ કરી શક્તા નથી.
ભગવાનને માર્ગ રૂડો છે. વાણીમાં એપૂર્વ ભાવે છે. વાણીને ભાવપૂર્વક સાંભળતાં –સાંભળતાં કર્મો તૂટી જાય છે. જેઓ ઉરના ઉમળકાથી વાણી સાંભળે છે એને ઉદ્ધાર થાય છે. તે કાળે તે સમયે ભગવાન નેમનાથ દ્વારિકા નગરીમાં પધારે છે. ત્રિલેકીનાથની પધરામણી થતાં સૌના હૈયામાં હર્ષની હેલી ચડે છે. નિષકુમાર પણ કેવી રીતે પ્રભુની વાણીને ભાવપૂર્વક ઝીલશે, તે વાત અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં.૩૫ શ્રાવણ વદ ૧૦ રવિવાર તા. ૧૫-૮-૭૧
અનંતજ્ઞાની લેકય પ્રકાશક ભગવાન મહાવીરે સાધનાને પંથ બતાવ્યો છે. પ્રભુએ પથ-દશક બનીને શાશ્વત સિદ્ધિની પ્રાપ્તિનો માર્ગ બતાવે છે. જે જી આ માગે ચાલશે તેમનું અવશ્ય કલ્યાણ થશે.
સાધને મળ્યાં પણ જીવ સાધક ન બની શકે. સાધનાના માર્ગે જે સાધવું જોઈએ એ સાધ્ય ન કર્યું. એટલે જીવ દુઃખી થઈ રહ્યો છે. વિભાવ દશાને સ્વભાવ દશા સમજીને જીવ ચાલી રહ્યો છે, એટલે દુઃખ ભોગવવું પડે છે. તમને સંસાર પર અરૂચી આવી છે? સંસારને ત્રાસ લાગ્યા છે? સંસારમાં આધિ, વ્યાધિ અને ઉપાધિ લાગતી હોય તે આ માર્ગ ઉપર આવવાથી અવશ્ય ઉદ્ધાર થશે તમને આજે શેનું દુઃખ છે? તમારી પાસે લાખ રૂપીયા નથી માટે દુઃખ થાય છે? શું અપ્સરા જેવી સ્ત્રી નથી મળી તેથી રડે છે?
- જ્ઞાની પુરૂષ કહે છે કે સંસારનું સુખ અસ્થિર છે. બાહ્ય પદાર્થ મળવા છતાં તમારા ચિત્તમાં શાંતિ નહિં રહે. પ્રસન્નતા નહિ રહે. જડ પદાર્થ ક્ષણિક છે. ભૌતિક વૈભવે સળગતા રણમાં બરફના ટુકડા જેવા છે. પાણી વચ્ચે પતાસા જેવા છે. આ સુખ ચાલ્યું જવાનું છે. તે શાશ્વત નથી. સંસારના સુખમાં શાંતિ મળી શકતી નથી. જીવ મતિજમના કારણે પાંચ ઈન્દ્રિયના ઉપગમાં સુખ છે એમ માને છે. તેને રજકણનાં લીસા