________________
મુનિ ચલાયમાન થાય નહીં. જેને ચારિત્ર પર પ્રેમ છે તેનાં શીલ પાસે છ ખંડનું રાજ્ય કે ઈન્દ્રનું ઈદ્રાસન તણખલાને તેલ લાગે. જેણે પિતાનું ચારિત્ર ગુમાવ્યું એણે સર્વસવ ગુમાવ્યું છે. તમને શારીરિક ઉપાધિ આવે, તબિયત બગડે, આંખે તૈયે કે ગ્રામર આવે, પેટમાં અસર થાય તે તરત ડોકટરને બતાવે છે પણ ચારિત્ર બગડે ત્યારે શું. કરો છો? ચારિત્ર માનવજીવનને અર્ક છે. કુલની સુવાસ છે. ચારિત્રવાન માણસ જ્યાં જાય ત્યાં સુવાસ મુકતે જાય છે. સવારમાં ઉઠતાંવેત ચારિત્ર્યવાન, ગુણવાન એવા વીર પુરૂષનું નામ લે તે દિવસ સુધરી જાય. રોજ નામ લે તે ખ્યાલ આવશે. ચારિત્રવાનને. જોઈ તેમના પ્રત્યે ગુણાનુરાગ થશે કે તેમણે જીવનને હોમી દીધું પણ ચારિત્ર પાળ્યું. શરીર એ તે શખને ઢગલે છે. તેને માટે ચારિત્રનાં ચુરા કરવા એ મૂર્ખાઈ છે. તમે આત્માને માટે શું કર્યું? જેટલી શરીરની ચીવટ છે એટલી આત્માની ચીવટ છે?
તેલ ખીરૂં હશે તે નહિ ખાવ, કારણ ઉધરસ થઈ જાય. દૂધ બગડી જશે તે નાંખી દેશે. શાક સડેલું આવશે તે ફેંકી દેશે, કારણ કે પેટમાં આ ખરાબ પદાર્થ જાય તે શરીર બગડી જાય. શરીરની આટલી ખેવના રાખે છે જ્યારે ખરાબ વિચાર આવે તે આત્મા બગડે છે એ ખ્યાલ રહે છે? શાકને સુધારતા સડેલે ભાગ ફેંકી દયે છે એમ ખરાબ વિચારોને ફેંકી દયે. વિષય વાસનાની વૃત્તિ ડોકીયું કરે કે તરત એનું ડોકું ઉડાવી દે. “આવા સડેલા વિચારો કરવા એ મારો ધર્મ નથી.” કોઈપણ વસ્તુ સડે કયારે? તે વરતુમાં બળ નથી રહેતું ત્યારે સડે છે. જીવ જતાં કલેવર ગંધાય છે, સડવા માંડે છે. દુર્ગધ ફેલાવા માંડે છે એમ જેનું બ્રહ્મચર્ય ઉડી ગયું તે સડવા માંડે છે. જેનામાં ચારિત્ર નથી તે મિલ માલિક હોય, દશ મોટર તેને ત્યાં ફરતી હોય, ચાર મીલ હોય, જ્યાં જાય ત્યાં સાધુઓના ભાવ પૂછતે હેય, જે સ્વસ્ત્રી સંતેષી નથી, પરસ્ત્રીગમન કરનારો છે. દગાબાજ છે, તે વખાણવા યેગ્ય નથી. આ શાસનમાં ગુણે પૂજવા ગ્ય છે, પૈસે નહિ. આજે માણસ આજીવિકા માટે પૈસાવાળાની સેવા કરે, એની ગુલામી કરે, તેની વાતમાં જીહા હા કરે, પણ ભાઈ ! આવાની
કરી મૂકી એકવાર ભગવાનની નેકરી કર, અને ભગવાનની આજ્ઞા ઉઠાવ તે તારો બેડો પાર થઈ જશે. આજે સૌ પૈસાવાળાને દિકરી આપે છે. કારણ કે ત્યાં પૈસો છે, મોટો છે. છોકરે એજીનીયર કે ડેકટર છે. ઘમાં કામ કરવા ઘાટી છે, રસોઈ કરવા માટે રસે છે, પણ વરરાજા ચારિત્ર્યવાન છે કે નહિં તે ન જુએ. સુખ-સાહ્યબી જોઈ કન્યા હશે– હેશે સાસરે પણ જાય. ૫રિચય થતાં બે આંસુડે રોવાને વારે આવે.
નારી ગરીબ, દળણાં દળતી, ધનવાળી હીરે ઝળહળતી, હીરા-મતી વાળી રેતી, એને કંથ વિલાસ માણે છે, ધનવાન જીવન માણે છે, નિર્ધન એ બે તાણે છે,