________________
૪૭૧
મહારભીઆએ, મહાપરિગ્રહિએ, કુણીમાંહારેણં, પંચિનિય વહેણ” આ ચાર કારણે નરકાયુષ્ય બંધાય છે. જેને નરકમાં ન જવું હોય તેણે શું કરવું જોઈએ? મહાને બદલે અલ્પ કરી નાંખવું જોઈએ. જેને દુર્ગતિમાં નથી જવું તેને છોડવાની ભાવના થવી જોઈએ. શ્રાવકનાં ત્રણ મનોરથમાં પહેલા જ મનોરથ એ છે કે હે ભગવાન? હું આરંભ અને પરિગ્રહ કયારે છોડું? અઢાર કરોડ સોનૈયાને સ્વામી વિચારે કે આ બધું કયારે છોડું! આ બધું દુઃખ રૂ૫ છે. એક જ ધમ સુખરૂપ છે. આવું કયારે લાગશે ? તમારી પ્રવૃત્તિ કયાં થઈ રહી છે?
“રાત દિન તું આથડે જે સુખને પામવા પ્યાસ ના છિપાવશે, સુખના એ ઝાંઝવા, કો'ક દિન ઉભી થશે મતની દિવાલ શાને કાજે એ માનવી તને પૂછું, એક હું સવાલ,
શાને કાજે આ બધી તું કરે ધમાલ” જ્ઞાની પુરુષે માનવીને પૂછે છે કે હે માનવી? આ બધી ધમાલ તું શા માટે કરી રહ્યા છે? રાતદિવસ શેના માટે આથડી રહ્યો છે? સવાર થયું ને પથારીમાંથી ઉઠયા અને ઉઠતા વેંત ઝટ કરે, ગાડી ઉપડી જશે. ભાણું પીરસાણું, જેમ તેમ ખાધું. અને ચાલતાં ચાલતાં મોઢામાં મુખવાસ નાંખી અને દેડયા. જઈને વાંચ્યું કે પાંચ મીનીટ ટ્રેઈન લેઈટ છે, હાશ, સારું થયું, ત્યાં સુખ માન્યું, ત્યાંથી એફીસે ગયા. જલદ્દી જલ્દી ઓફીસ ખેલીને બેઠા. એક બે કલાક વ્યતિત થયાં પણ કોઈ ગ્રાહક ન આવ્યું, ત્યાં દુઃખ થયું. પછીથડીવાર થઈ ત્યાં મોટો ગ્રાહક આવી ગયા. ત્યાં સુખ માન્યું. દરિયાના મોજાની જેમ સુખ દુઃખ આવે ને જાય છે. સુખની મૃગતૃષ્ણા તને અહિં તહિં અથડાવે છે. એક ભાઈ ઘેરથી હેશે નીકળે છે. પાછા ફરતાં દોડાદોડીમાં મોટર અને બસ વચ્ચે આવી ગયો. એકસીડંટ થઈ ગયે. ખીસ્સામાંથી ફેન નંબર મળી ગયે. અહિં ભાઈ પડયા છે. પિલી બાજુ તેની સ્ત્રી સેંથામાં સિંદુર પૂરી કુમકુમ તિલક કરી નવરંગી સાડી પહેરી ભજન બનાવી રાહ જોતી ઉભી છે. ત્યાં ફેનની ઘંટડી રણકે છે. ફલાણાભાઈને એકસીડંટ થઈ ગયો છે. આ સમાચારથી તેને કેવી કાળ પડી હશે ? મૃતદેહ લઈને માણસે આવ્યા, જીવ ઉડી ગયેલ છે. જ્યારે ઘેરથી નીકળે ત્યારે કઈ આશાએ? અને આવ્યું ત્યારે કેવા હાલ થયા ? કેવી આશા, નિરાશામાં પલટાઈ ગઈ, બાઈના સેંથાનું સિંદુર ભુંસાઈ ગયું. ચાંદલ અને ચુડલે ઉડી ગયા. જેને પરણતી વખતે જીવનભરને જીવન સાથી બનાવેલ તે અધવચ્ચે મૂકીને ચાલ્યો ગયો. મળેલાં સાધને સુખ રૂપ લાગ્યાં કે દુખ રૂપ લાગ્યાં? દીકરે સ્કુટર લાવે તે મા-બાપ રાજી થાય. પણ ભાઈ સ્કુટર લઈને બહાર જાય તે ચપટીમાં જીવ રહે. હેમખેમ પાછા આવવાની રાહ જોવાય. મુંબઈના લેકેને શીરનામું તે ખીસ્સામાં રાખી ફરવું પડે, કારણ કે જ્યારે મૃત્યુ આવશે તે ખબર નથી. મૃગલાને તે ભાન-જ્ઞાન નથી, તેથી ઝાંઝવા પાછળ દોડે છે, પણ માણસને ય સુખની ક્ષણિકતાનું ભાન નથી. એટલે તે અનીતિ–અધર્મથી પૈસા ભેગો કરે છે અને ધનવાન બને છે,