________________
૯૮
આધાર લેવું જોઈએ. જે નિર્મળમાંથી મલિન થયેલાને આધાર લઈએ તે આપણામાં પણ મલિનતા આવે. વળી નિર્મળમાંથી મલિન થવું તે સોના સાઈઠ કરવા બરાબર છે. માટે અન્ય દર્શનીઓએ માનેલ ઈશ્વર કે જે અવતાર લે છે તે નિર્મળમાંથી બને છે, માટે તે બરાબર નથી. ઈશ્વરના સ્વરૂપને સમજે. વિશેષ અધિકાર અવસરે કહેવાશે
વ્યાખ્યાન નં.૮૪
આસો વદ ૫ શનિવાર તા. ૧૦-૭૧
સાતમા વ્રતનો અધિકાર ચાલે છે. પંદર કર્માદાન જાણવા પણ આદરવા નહિ. તેમાં દંતવાણિજજે = હાથી દાંતના વ્યાપાર, કાગળની હાથણી બનાવી તેને શણગારી જંગલમાં ઉભી રાખે, તેની નજીક મોટો ખાડે ગાળે, હાથી દૂરથી હાથણીને જુએ અને વિષયમાં ઉન્મત્ત બને, તેની પાસે આવવા પ્રાણની પરવા કર્યા વિના તે દોટ મૂકે અને ખાડામાં પડે. મન પર અંકુશ ગુમાવવાથી હાથીની કેવી દશા થાય છે? ખાડામાં પડતાં તેની સ્વતંત્રતા છીનવાઈ જાય છે. ભૂખે મારી નાખે છે અને મારી નાખેલા અથવા મરી ગયેલા હાથીના હાડકાં અને હાથીદાંત પર અનેક જાતની કેરણી કરી બંગડી, ચુડા, હાર, રમકડા વિગેરે બનાવે છે. આવા વ્યાપાર કરનારા પિતાનાં સ્વાર્થ ખાતર બીજા ની શી દશા થાય છે તે જોઈ શકતા નથી. પિતાને એક ફોડકી થતાં આકાશ-પાતાળ એક કરનાર, થેડા દુઃખમાં પણ આંસુ પાડનાર બીજાના પ્રાણની આહુતિ લેવામાં જરા પણ અચકાતા નથી. કેશવાણિજજે એટલે ચમરી ગાય વિગેરેના વાળના વ્યાપાર. ચમરી ગાય ધેની પેળી શંખ જેવી હોય તેને તેના પુછડાના વાળ પર ઘણી જ આસક્તિ હેય. કયાંય એકવાળ પણ તૂટવા ન દે. તેનામાં ચંચળતા પણ ઘણું હોય. કબાડી કે તેને પકડવા તેની પાછળ પડે એટલે તે જંગલમાં દોટ મુકે, પણ તેનું પૂંછડું કાંટામાં ભરાય તેથી ઉભી રહી જાય. વાળ એક પણ ન તુટવો જોઈએ એમ વિચારી કાંટામાંથી ધીમે ધીમે પુછડું કાઢવા પ્રયત્ન કરે, ત્યાં પાછળ પડેલા કબાડીઓ આવી જાય અને કાર ચલાવી પુંછડું મૂળમાંથી કાપી નાખે. ગાય ત્યાં તરફડીને મૃત્યુ પામે. આ વાળના ચામર બનાવે, જે દેરાસરમાં, મંદિરોમાં તથા રાજ્યમાં વપરાય છે. ધર્મ સ્થાનક જેવા પવિત્ર સ્થળમાં આવા હિંસક સાધને કેમ વપરાતા હશે !
બ્રાહ્મણી વિધવા બને ત્યારે તેના વાળ ઉતારી લેવામાં આવે છે. તે વાળ