________________
પાપ
એક વખત કબીરજીને મળવા એક અજાણ્યા ભાઈ આવ્યા. તે વખતે કબીર સ્મશાને ગયા હતા. કબીરજીનાં પત્નીને તે ભાઈએ પૂછયું “કબીરજી કયાં ગયા છે?” તેમણે જવાબ આપે, સ્મશાને ગયા છે, હવે તે તે બધા પાછા આવતા હશે. આ સાંભળી પેલા ભાઈએ કહ્યું “હું અજાણ્યો છું, કબીરજીને ઓળખવા કેવી રીતે?” બધા માણસના મેઢા પરથી રમશાન વૈરાગ્ય દૂર થઈ ગયા હશે પણ જેના મેં પર કાયમને વૈરાગ્ય દેખાય તે કબીરજી હશે. આ નિશાની પરથી તમે ઓળખી શકશે. કબીરજીના પત્નીએ જવાબ આપે. આજે સ્મશાન વૈરાગ્ય પણ ઉડી ગયું છે. એક બાજુ મૃતદેહ બળને હેય અને બીજી બાજુ માણસે અલક મલકની વાતો કરતા હોય. સ્મશાનમાં પણ ઘણું ચા પીએ છે, બીડીના ધુમાડા કાઢે છે. કેટલાયને બાળી આવ્યો પણ એનાં એ જ દગા-ફટકા અને કપટ, જીવનમાં કોઈ ફેર જ ન પડે.
“મડદા બળે મસાણમાં દિન પ્રત્યે દેખાય,
તે પણ તે જેનારને સાર નહિ સમજાય'. કેટલાયને હાટફેઈલ થઈ જાય છે. કેટલાયની સાદડીમાં જઈ આવે છે, પણ આ શરીરની એક દિવસ એજ દશા થવાની છે, તે સમજાતું નથી. જે દેહની વિનશ્વરતા સમજાઈ જાય તે પફ, પાવડર, ને વગેરે લગાવવાનું મૂકી દે. દેહનું અભિમાન કરવા જેવું નથી. અનંતા શરીર મૂકી દીધા, તેમ આ પણ એક દિવસ મૂકી દેવાનું છે. શરીર પર શું મેહ ધરવા જેવું છે? આયુષ્યને ભરોસે નથી. કયાં સુધી જીવવાનું છે તે પણ નક્કી નથી. કેઈ ચેરને ફાંસીની શિક્ષા થાય તે નક્કી થઈ જાય છે કે આઠ દિવસમાં તેનું મૃત્યુ આવવાનું છે, પણ આપણે આઠ દિવસ સુધી જીવશું તે નકકી ખરૂં?
એક દિન તારી કાળ પકડશે એટલી, ઓચિંતાની ખાલી પડશે તારાવાળી એટલી, કરમ શરમ નહિ રાખે તારી, કરવા નહિ દે તને તૈયારી, ભાણામાં પિરસેલી રહેશે ગરમ કરેલી તારી રોટલી... તારી0
જે ઓટલા પર બેસી રોજ ડાયરે ભરાતે હોય તે એટલે એક દિવસે ખાલી થઈ જશે. મોઢામાં નાખેલી રોટલી ચવાશે કે નહિ તે પણ ભરોસો નહિ. ભાણામાં આવેલી ગરમ ગરમ રોટલી એક બાજુ પડી રહે છે, અને ભાઈ ઉપડી જાય છે. શરીરને ખૂબ પષ્ટિક ખોરાક આપ્યા. શુદ્ધ ઘી, બાસમતી ચોખા ખવડાવ્યા, નવા નવા સાજ શરીર પર સજ્યા, શિયાળા ઉનાળા તથા ચોમાસાનાં વસ્ત્રો જુદા જુદા રાખ્યા. શરીરને મુકી એક દિવસ ચાલ્યું જવું પડશે. ભાઇને છાતીમાં દુખવા આવ્યું છે, જલદી ડેકટરને બોલાવે, એમ બૂમ પાડી અને ડોકટર આવે તે પહેલાં તે ચાલતે થઈ જાય. જીવન આટલું ક્ષણિક છે, છતાં મમતા કેટલી? આજે દુકાન બંધ કરી નીકળ્યા, કાલે ઉઘાડવા આવી શકશે કે નહી