________________
૫o
આરાધનામાં આયુષ્ય વીતાવી ઉચ્ચગતિ વરનારા,
આ છે અણગાર અમારા...જેના.... સાધુ પિતાના જીવનમાં આરાધનાને જ મુખ્ય ગણે. સાધના સાધતાં સાધતાં દેહ. પડી જાય તે પણ દરકાર ન કરે. આત્માને ઉન્નત બનાવવાનાં જ પ્રયત્ન કરે. સાધુ એક જૈન કુળમાં જ ગોચરી જાય તેમ ન હોય, પણ પરિચિત કુળમાં પણ જાય. અજ્ઞાત કુળમાં વિશેષ શુદ્ધ ગોચરી ઉપલબ્ધ થાય.
अन्नाय उन्छे चरई विशुद्ध, जवणट्रया समुयाण य निच्च अलध्धु नो परिदेवईज्जा, लध्धु न विक्कत्थई स पुज्जो
દશ. અ. ૯ ઉ. ૩. ગા. ૪ સાધુ અજ્ઞાત ઘરોમાં ગોચરી જાય અને સંયમનાં નિર્વાહને માટે ઉચ્ચનીચ કુળમાં સામુદાણીય ગોચરી કરે. આહારની અપ્રાપ્તિ થતાં ખેદ ન કરે. અને પ્રાપ્તિ થતાં દાતાની પ્રશંસા ન કરે, તે પૂજ્ય થાય. શ્રાવક રાગને કારણે કોઈક વાર આઘું પાછું કરી નાખે પણ અન્ય ધમને ત્યાં અજાણ્યા જઈએ તે પાપ લાગવાની શંકા ન રહે. સાધુની ગોચરી ભ્રમર જેવી હોય છે.
સાધુ તે મધુકરની પેરે, નહીં તૃણું નહીં લેભ, લાધ્યું ભાડું દીએ કાયાને, અણ મળે સંતોષ,
ધમે મંગલ મહિમા નીલે, ધર્મ નવ નિધિ થાય. ભ્રમર જેમ પુષ્પને કષ્ટ પહોંચાડતા નથી અને પિતાનું પેટ ભરે છે, તેમ સાધુ કોઈ ને ત્રાસ પહોંચાડતા નથી. કેઈ ને આશ્રય સ્વીકારતા નથી, કોઈની શેહમાં તણાતા નથી. કરોડપતિ કે રેડપતિ (ગરીબ) બધાને સમાન ગણે છે.
“ગામવા સર્વ ભૂતેષુ” સાધુ પિતાના આત્મા સમાન બધા આત્માને સમજે છે. પ્રાણિમાત્રને સુખ પ્રિય અને દુખ અપ્રિય છે, તેથી કોઈને હેરાન કરવાને, દુઃખી કરવાને વિચાર માત્ર પણ ન કરે.
છકાયનાં પ્રતિપાલ સાધુ તમારે ત્યાં રહેવા આવે ત્યારે તમે હિંસાનાં કામ કરતા હો, તે તે કામ થંભાવી દેવું જોઈએ. તેમનાં દેખતાં હિંસા કરે, શાક વગેરે સુધારો અથવા પાણી વગેરેને આરંભ કરે, તે તે જોઈને સાધુનું હૃદય ખિન્નતા અનુભવે. પણ તમારે તે મોડું થતું હોય એટલે તેમ બને નહીં, ખરુંને ?
સાધુને કંઠે પ્રાણ આવી જાય, લાલપીળા દેખાતા હોય, પ્રાણ છુટી જાય તેમ લાગે તે પણ સચેત પાણીનું સેવન કરે નહિ. આત્મ કલ્યાણ એ જ એની તમન્ના છે. તૃષ્ણા છેડી લાધ્યું ભાડું દેહને આપે. સાધુ છ કારણે આહાર કરે.