________________
૫૫૩
ચાર-લૂટારાના ભય ખરા કે નહિ'? ઢા' એક પણ દરવાજો ખુલ્લે હાય ત્યાં સુધી ભય
તા ખરા જ.” એમ પાંચ ઇન્દ્રિયના પાંચ દરવાજા છે. દરેકમાંથી આસવના પ્રવાહ ચાલ્યા આવે છે. પાંચે ઇન્દ્રિયા ભયંકર વાઘણુ સમાન છે. પાંચે ઇન્દ્રિયનાં વિષયસેવનથી અકપ્ય શક્તિના દુર્વ્યય થાય છે. આત્મધન લૂંટાઈ જાય છે. એકેય ઇન્દ્રિય સામાન્ય નથી, બધીને જીતવી મુશ્કેલ છે. માટે આત્મસાધકે પાંચે દરવાજા બંધ કરવાની જરૂર છે.” મહાજ્ઞાની મુનિ પાસેથી ખુલાસા સાંભળી સૌ ખુશ થયા.
ભગવાન મહાવીર સ્વામીએ આપણને એ જ સંદેશા પાઠવ્યેા છે કે વિષય અને કષાયથી મુક્તિ મેળવા. એટલે તમે અવશ્ય મુક્ત બની શકશે. દિગ ́ખર હૈા, દેરાવાસી હા, સ્થાનકવાસી હા કે સેાનગઢી હા કે તેરાપથી હા, પણુ કષાયને ઉકળાટ શમાવ્યા વિના કાઇના મેક્ષ થવાના નથી, કષાયમાં આત્મા ચાલ્યેા ન જાય તે માટે પળે-પળે જાગૃત રહેા. ન ધાયુ`' હોય તેવુ થયા કરે છે. તું ગમે તેટલે ઊંચાનીચા થઈશ પણ તારૂં' કંઈ ચાલવાનું નથી. માટે સમતાની સાધના શરૂ કરી. તમારા હૃદયને શુદ્ધ અને નિખાલસ મનાવા. અધમ ભાવનાથી અધાતિ થશે અને ઉચ્ચ ભાવનાથી ઉચ્ચ ગતિ થશે. વિભાવ-ભાવને ટાળી સ્વભાવમાં સ્થિર થઈશું તે આપણે પણ એક દિવસ ભગવાન જેવા ખનીશું. ભગવાન મહાવીર દેવે પેાતાની અ ંતિમ દેશનામાં ઉત્તરાધ્યયન સૂત્રની પ્રરૂપણા કરી. તે વખતે ૧૮ દેશના રાજાએ રાજપાટની જવાબદારી છે।ડી પ્રભુ પાસે છઠ પૌષધ કરી મેઠા હતાં.
દેશ અઢારનાં રાજાએ આવી છ છ પાષા કર્યાં હતાં એ, વીર પ્રભુનું મુખ નિહાળી વાણીના રસમાં જામ્યા હતાં એ, વીરના નિર્વાણ દિન દિવાળી, ગૌતમ જ્ઞાની કેવા હતાં એ,
સંપૂર્ણ જ્ઞાનની જ્યેાતિ પ્રગટાવી, સ્વભાવ રમણતામાં ઝીલ્યા હતા એ.
પ્રભુ ભવ્ય જીવાને અમૃતરસમાં તરએળ બનાવી ૧૬ પ્રહર સુધી દેશના આપી શુકલધ્યાનને ચાથા પાયા સમુચ્છિન્નક્રિય અનંતર, અપ્રતિપાતિ, અનિવ્રુતિધ્યાતા, મન, વચન અને કાયાના યાગનુ રૂંધન કરી વેદનીય, આયુષ્ય, નામ અને ગાત્ર આ ચાર કમના ક્ષય કરી, ઔદારિક તૈજસ અને કાર્માંણુ શરીરને સથા છેાડી સમશ્રેણી ઋજુગતિ અન્ય આકાશ પ્રદેશને નહિ અવગાહતાં, અણુપતા એક સમય માત્રમાં ધ્વગતિ, અવિગ્રહ ગતિએ સિદ્ધદશા પામ્યા. કેવળજ્ઞાનના સૂર્ય અસ્ત થતાં સર્વત્ર અંધકાર છવાઈ ગયા. ત્રિલેાકીનાથ, શાસનપતિ પ્રભુ જતાં દરેકનાં હૈયામાં કેવા કારમા આઘાત થયા હશે? મુજને મેલ્યા ૨ ટળવળતા તિહાં રૅ, નહિ કોઇ આંસુ લુછણુહાર, ગૌતમ કહીને કાણુ ખેલાવશે રે, કાણુ કરશે મારી સાર, આધાર હતા ૨ એક વીર તાડુરા રે....