________________
પપર
નામ સિદ્ધાંત. બારમા ઉપાંગ વહિદશામાં નિષકુમારને અધિકાર ચાલે છે. પ્રભુ બાર બત વિષે સમજાવે છે. શ્રાવકનું જીવન નિલેપ હેય છે. સંસારમાં રહેવા છતાં, કામકાજ કરવા છતાં, તે જળકમળવત્ રહે છે. સાંસારિક કામ કરે છે. પણ એમાં ઓતપ્રેત થતાં નથી. તેમનું ધયેય એક જ હોય છે કે સર્વ કર્મ ક્ષય કરી સંપૂર્ણ સિદ્ધ દશા પ્રાપ્ત કરવી છે. અહીં બારમા વતની વાત ચાલે છે. - સાધુ નિર્દોષ, અચેત આહાર ગ્રહણ કરે. તેમાં ૧૬ ઉદ્દગમનના, ૧૬ ઉપાયણના, ૧૦ એષણના તથા ૫ માંડલીયાના, ૪૨-૪૭ તથા ૮૬ દેષ રહિત આહારપાણ સાધુ લે છે. સાધુ માટે છકાયની હિંસા કરીને આપે તે ન લે. સાધુને ઉદેશીને જે આહાર બનાવ્યું હોય એ સાધુને ખપે નહીં. પછી ભલેને તેમાં હિંસા ન થતી હોય. છુટુ ચુરમું અને ગોળ, ઘી અને સાકર બધું તૈયાર હેય પણ સાધુ નિમિત્તે લાડ કરી આપે તે તેને ન ખપે. તે લે તે દેષ લાગે છે. સાધુને વેચાતું લાવી આપે તે કદી ન લેવાય. નિર્દોષ આહાર હોય તેમાં આધાકમીને અંશ ભળે હોય તે દોષ લાગે છે. ગૃહસ્થ ઉપાશ્રયાદિમાં સામે લાવીને આપે તે ન લેવાય. ઉછીનું લઈને આપે એટલે કે કોઈને ત્યાં અમુક ચીજ હેય તે સાધુને હરાવવા માટે ઉછીની લઈ આવે અને કહે, મારે આવશે એટલે તમને આપી દઈશ, એ ચીજ સાધુને કલ્પે નહીં. કોઈની પાસેથી ઝૂંટવીને, આંચકીને આપે તે એ ન લેવાય. પાંચ જણની સહિયારી દુકાન હેય, ચાની ભાવના વહેરાવવાની હોય, એકની ન હોય તે ન લેવાય. અંધારૂં પડતું હોય તે લાઈટ કરીને કોઈ વસ્તુ આપે તે ન લેવાય. મહેમાનને જમવાનું કહેવાનું હોય પણ આજે પાખી છે એટલે મહારાજને ઉપવાસ હશે તે જમણવાર કાલે રાખીએ જેથી સાધુને લાભ મળે, આમ સાધુ માટે જમણવારની તિથી ફેરવે તે તે આહાર સાધુને ન કહેશે. ગૃહસ્થ સાથે વસ્તુની અદલબદલ કરવી ન કપે. તમારી ચીજ મને આપે અને મારી સારી ચીજ તમે લઈ લે. આમ શ્રાવક કહે તે સાધુ ના પાડે. સંદેશાપહોંચાડીને આહાર ગ્રહણ ન કરાય. જેમ કે કઈ શ્રાવક કહે, તમારી દિકરી દેશમાં મળી હતી. તેની તબિયત સારી છે. તમને બધાને ખૂબ યાદી પાઠવી છે. આમ ન કહેવાય. નાના છોકરા છોકરીને તેડવા આંગળી પકડવી, તેની સામે સીસકારા કરવા. આમ રમાડીને આહાર લે. એ સદોષ કહેવાય છે. વૈદું કરીને એટલે કે ભૂખ નથી લાગતી તે મધમાં અથવા ગોળમાં ભેળવીને અમુક દવા છે તે ભૂખ લાગશે. આમ વૈદું કરીને સાધુ આહાર ન લ્ય. તમારામાં પાણી જ કયાં છે? સાધુ આંગણે આવે પણું કેઈને હેરાવવાનાં ભાવ કયાં છે? આમ કેધ કરીને આહાર ન લે. અમે કેશુ? અમારે ત્યાં તે રજવાડાની સાહયબી હતી આમ માન પિષી આહાર ન લે. માયા અને કપટ કરીને પણ આહાર વસ્ત્રાદિ ન લે. ઘણા સારા વસ્ત્રો હોવા છતાં અંતપ્રાંત, જિર્ણ, ફાટેલાં કપડાં ગૃહસ્થને દેખાડવા પહેરે, જેથી ગૃહસ્થ વસ્ત્રનું આમંત્રણ કરે ! આવા