________________
પ૮
નિષકુમાર ઈષ્ટ એટલે બધા મનુષ્યના મનોરથ પૂર્ણ કરનાર છે. ઈરૂવે એટલે આકૃતિમાં પણ સુંદર છે. સર્વને સહાયક છે. તેમજ રૂપમાં પણ કાન્ત છે. તે સૌ માણસેને ઉપકાર કરવામાં પરાયણ હોવાથી પ્રિય છે. સર્વાગ સુંદર હોવાથી પ્રિયરૂપ છે. દરેક તેમને અંતઃ કરણથી સુંદર માને છે. તેથી મને જ્ઞરૂપ છે. એકવાર તેમને જેનાર હંમેશા તેમનું
મરણ કર્યા કરે તેથી મનરમ છે. તેમની આકૃતિ તમામ માણસનાં મનને અનુકુળ છે. તેથી મને જ્ઞરૂપ છે. સૌમ્ય પ્રકૃતિવાળા હોવાથી દરેક તેમનાથી પ્રસન્ન થાય છે. હિતકારી માર્ગમાં જ પ્રવૃતિ કરે છે તેથી સુભગ છે. તેમનું દર્શન દરેકને પ્રિય લાગે છે. અપૂર્વરૂપ અને લાવણ્યથી તે અલંકૃત છે. તેથી સુરૂપવાળા છે. આવા ગુણથી યુકત નિષઢકુમાર ઘણાં માણસોની દષ્ટિમાં આ પ્રમાણે છે. સાધુઓ પણ તેમને એ દષ્ટિએ જુએ છે. નિષકુમારે આવી ઉદાર, પ્રધાન, શ્રેષ્ઠ ઋદ્ધિઓ, રૂપ-લાવણ્ય આદિ સંપત્તિઓ કયા કારણથી મેળવી? આવી સંપત્તિના ભતા કેવી રીતે બન્યા? પૂર્વભવમાં તે કોણ હતા? તેમનું નામ શું હતું? કયું ગોત્ર હતું પૂર્વ ભવમાં કેવા પ્રકારનું અભયદાન સુપાત્રદાન કર્યું હતું ! કેવા અરસનીસ પદાર્થોને આહાર કર્યો હતો ! કેવા પ્રકારના શીલાદિક વ્રતનાં આચરણ કર્યા હતા ! તથારૂપના શ્રમણ નિર્ઝનાં શા વચને સાંભળ્યા હતા કે આવી શ્રેષ્ઠ વિભૂતિઓ પામ્યા? નિષધકુમારનું વિશેષ વર્ણન અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં.૯૪
કારતક સુદ ૪ શુકવાર તા. ૨૨-૧૦-૭૧
અનંતજ્ઞાની પરમાત્માએ ભવ્ય ઇવેને સિદ્ધાંત દ્વારા સમજાવ્યા છે. સિદ્ધાંત એટલે ત્રણે કાળે સિદ્ધ થયેલી વસ્તુ હોય એનું નામ સિદ્ધાંત. અહીં નિષકુમારને અધિકાર ચાલે છે. ભગવાન અરિષ્ઠ નેમિના પ્રથમ ગણધર વરદત્ત મુનિ જેઓ ગણધરના બાવન ગુણે કરી ઉપેત હતા. ઉદાર ગુણવાળા અને જિન નહિ પણ જિન સરખા હતા. ચાર જ્ઞાન અને ચૌદ પૂર્વના અભ્યાસી વજાષભનારાય સંઘયણના ધણી, સમ ચતુરંસ સંસ્થાની, બલિષ્ઠ શરીરવાળા, ઓજસ્વી, તેજસ્વી, વર્ચસ્વી હતા. ધ્યાન રૂપી કોઠામાં આત્માના આનંદમાં ઝીલનારા હતા. જ્યારે અનાજ સાફ થતું હોય ત્યારે એક બાજુ ચળાતુ હોય ત્યારે એક બાજુ સોવાતું હોય, પણ સાફ કર્યા પછી કોઠીમાં નાખી દે, પછી વ્યવસ્થિત થઈ જાય છે. તેમ ધ્યાનરૂપી કઠામાં સ્થિર થનારના સંકલ્પવિકપ ઘણા ઓછા થઈ જાય છે.