________________
અને નિસ્પૃહીને આખું જગત તણખલા તુલ્ય છે, માટે જેમ બને તેમ ઉદાર, વિરકત અને નિસ્પૃહી બનવા પ્રયત્ન કરો.
નિષકુમારનાં પૂર્વભવની વાત ભગવાન કેવી રીતે કરશે તે અધિકાર અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં ૯૫ કારતક સુદ ૮ શનિવાર તા. ર૩-૧૦-૭૧
અનંત જ્ઞાની, પરમધ્યાની, પરમાત્મા ભવ્ય જીને સિદ્ધાંત દ્વારા સમજાવે છે. સિદ્ધાંત એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ હેય એનું નામ સિદ્ધાંત. અહીં નિષધકુમારના પૂર્વ ભવની વાત ભગવાન નેમનાથ તેમના પટ્ટ શિષ્ય વરદત્તને કહે છે.
તે નગરીમાં મહાબલ નામના રાજા રાજય કરતા હતા. તેમને પદમાવતી નામની રાણી હતી. બંને એકબીજાને અનુકુળ હતાં. સંસારના કામગ ભેગવતાં સુખપૂર્વક દીવસે પસાર કરતા હતા. સુખના દીવસે ઘડીકમાં પસાર થઈ જાય છે. સુખનું એક વર્ષ એક દીવસ જેવું લાગે છે. અને દુઃખને એક દીવસ વર્ષ જે લાંબે લાગે છે. કારણ કે જીવને પ્રતિકુળતા ગમતી નથી. અને અનુકુળતા પ્રિય લાગે છે, પણ શું કરવાથી પ્રતિકુળતા મળે છે અને શું કરવાથી અનુકુળતા પ્રાપ્ત થાય છે તે જાણી લેવું જોઈએ. ધર્મની આરાધના કરી નથી. હિંસામય પ્રવૃત્તિ જ ચાલુ રાખી છે. તેથી પ્રતિકુળતા આવે છે. ધર્મમાં જ રક્ત રહેનાર અને ધર્મનું ઉત્કૃષ્ટ ભાવે આરાધન કરનારને જીવનમાં બહુ પ્રતિકુળતા આવતી નથી, કારણ ધર્મ અને માટે ત્રાણ-શરણ રૂપ છે.
ધર્મ આધાર છે સર્વ પ્રાણી તણે લટકતું વિશ્વ આ ધમ દોર, ધર્મ ત્યાં વિજય છે ત્યાં જ ધરણી ધરે પ્રેયને શ્રેયમાં ધર્મ દરે, ધર્મ ચિંતામણી ધર્મ સંજીવની ધર્મ છે કામધેનુ અનેરી,
ધર્મમાં સર્વ છે ધર્મ સર્વસ્વ છે ધર્મ ધીરે પ્રભા જ્ઞાન કેરી. દરેક જીવને આધાર ધર્મ છે. આખું વિશ્વ ધર્મને આધારે ટકી રહ્યું છે. ધર્મ છે ત્યાં સદાય વિજ્ય છે. ધર્મ છવને કલ્યાણને માર્ગે ચડાવનાર છે. ખરેખર ધર્મ ચિંતામણી સમાન છે. સંજીવની છે. અને ધર્મ કામધેનું છે. જેના જીવનમાં ધર્મ છે ત્યાં બધું છે. જ્યાં ધર્મ નથી ત્યાં કાંઈ નથી. ધર્મથી છવને સદ્ જ્ઞાનને પ્રકાશ લાધે છે.