________________
આજે જ્ઞાન પંચમીને દિવસ છે. અપૂર્વ ભાવે જ્ઞાનની આરાધના કરવાની છે. આજે દેરાવાસીઓ ધાર્મિક પુસ્તકે કબાટમાંથી બહાર કાઢશે અને પુસ્તકનાં દર્શન કરશે. પણ માત્ર પુસ્તકનાં દર્શન કરવાથી જીવનમાં જ્ઞાન આવતું નથી. જો કે પડિલેહણ થઈ જાય. તમે તે વર્ષમાં એકવાર ધાર્મિક પુસ્તકોનું પડિલેહણ પણ કરતાં નથી. પાંચમને દિવસે જ જ્ઞાન પંચમી કહી, આઠમને દિવસે કેમ ન કહી? એનું કારણ એ છે કે જ્ઞાન પાંચ પ્રકારના છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. તેમાં મતિજ્ઞાનના અઠયાવીસ ભેદ છે. શ્રુતજ્ઞાનના ચૌદ ભેદ છે. અવધિજ્ઞાનના ૬ ભેદ છે. મનઃ પર્યવજ્ઞાનના બે ભેદ છે અને કેવળજ્ઞાનને એક ભેદ છે. કુલ ૫૧ ભેદ થયાં. આ જ્ઞાનની ઉત્કૃષ્ટ ભાવે આરાધના કરનાર શાશ્વત સુખને અવશ્ય પામી જાય છે.
આજે કેટલાયની એવી શકાય છે કે અમને જ્ઞાન ચડતું નથી, કાંઈ યાદ રહેતું નથી, પણ જ્ઞાન મેળવવા અપૂર્વ આરાધના કરી છે ખરા? જ્ઞાનની જીવનમાં ખૂબ જરૂર છે. જ્ઞાન વિનાની જીંદગી કેવળ પશુ સમાન છે.
જગતમાં પણ જેની પાસે જ્ઞાન હોય છે તેને સૌ માન આપે છે. એક બુટપોલીસ કરનાર હોય અને એક બેરીસ્ટર હેય, એક રૂમને કચરે કાઢનાર હોય અને એક ડોકટર હોય. આ બંનેમાં ફેર હોય છે ને ?
“સાત વેંતના સર્વ જન કિંમત અક્કલ તુલ્ય,
સરખા કાગળ હુંડીના પણ આંક પ્રમાણે મુલ્ય.” બધા માણસે તિપિતાની સાત વેંત પ્રમાણે હોય છે. પણ બધાની કિંમત બુદ્ધિ ઉપરથી થાય છે. આ દિવસ મજુરી કરનાર નેકરને મહીને ૨૦ રૂ. મળે છે. અને બેરીસ્ટરને એક કેસના બે હજાર મળે છે. હુંડીના કાગળ તે બધા સરખા હોય છે પણ કઈમાં આંક હજારને, કોઈમાં ૧૦ હજારનો, કોઈમાં ૨૫ હજારને કોઈમાં લાખને હેય છે. એ આંકડા પ્રમાણે હુંડીનું મુલ્ય અંકાય છે. તમારા મૂલ્ય કેટલાં છે ? નવતત્વના અને છ કાયના નામ આવડે છે ખરા?
ચારે ચુકે બારે ભૂલ્ય, છનું ન આવડે નામ,
જગતમાં ઢોરો પીટાવે, શ્રાવક અમારું નામ. અમારું નામ શ્રાવકે એમ કહે છે, પણ શ્રાવકને અર્થે આવડે છે? 8 એટલે શ્રદ્ધા. વ એટલે વિવેક અને ક એટલે કરણી. તમારામાં યથાર્થ શ્રદ્ધા ખરી? એક સિંદૂર
પડેલે પાણે પડયો હોય ત્યાં જઈ માથા નમાવે, અને કહે કે ભલું કરજો માબાપ, ચાલતાં ચાલતાં દેશી આવે તે પણ માથું નમાવી દે. તીર્થ સ્નાન કરવા જાઓ. સમેત શિખર, ગીરનાર આદિ જગ્યાઓએ યાત્રા કરવા જાવ. શ્રદ્ધાના ઠેકાણા નથી, વાને દેરા બાંધે અને