________________
૫૮
નથી. તમને પ્રતિકમણને પહેલે પાઠ મંડાવીએ અને યાદ ન રહે તે શું કરે? પુરૂષાર્થ ચાલુ રાખે ખરા? અરે ઘણા તે ન આવડે તે પડી પછાડે, ગુસ્સો કરે, પણ ભાઈ, અકષાય ભાવથી જ્ઞાન પ્રાપ્તિ થાય છે, નહીં કે કષાય કરવાથી. તમારી યાદશક્તિ તે ઘણી છે. કોઈએ ગાળ દીધી હોય તે તે બરાબર યાદ રહે છે. કેઈનું પીરસણું ૧૧ લાડવાનું આવે તે તરત કહી દયે કે અમારે ત્યાં લગ્ન હતા ત્યારે ૨૫ લાડવા આપ્યા હતા. અને અમને ૧૧ કેમ મેલ્યા ? ઘરમાં એક ઘબાવાળી વાટકી ન જડતી હોય તે બહેને કહીદે, હમણાં ઓલી વાટકી કેમ દેખાતી નથી ? યાદશક્તિ ન હોય તે આવું બધું કેમ યાદ રહે? ધર્મ પ્રવૃત્તિમાં રસ અને રુચી જોઈએ તે નથી. અહિં આવે એટલે ચિત્ત ભમ્યા કરે છે. આજ સુધીમાં મને કોઈએ એવી ફરીયાદ નથી કરી કે રૂપિયા ગણતાં અમારૂં ચિત્ત અવસ્થ રહ્યા કરે છે. આમ કેમ થાય છે? કારણ એક જ છે કે રૂપિયામાં આસક્તિ છે. ધર્મમાં નિરસતા છે.
પેલે શિષ્ય બાર વર્ષ સુધી પ્રયત્ન જાળવી રાખે છે, પણ કંટાળ નથી. કોઈને જ્ઞાન લેતાં અંતરાય પાડી હોય, જ્ઞાનીના અવર્ણવાદ બોલ્યા હેય, જ્ઞાનીને ઉપકાર એળવી ના હોય, જ્ઞાનીની નિંદા કરી હય, જ્ઞાનીની અશાતના કરી હોય અને જ્ઞાની સાથે ખોટા વિખવાદ ઝગડા કર્યા હોય તે જ્ઞાનાવરણી કર્મ બંધાય છે. કોઈ સાધુ જ્ઞાનાભ્યાસમાં લીન હોય તે તેને વધે ન પાડે જઈએ. અમે ઘણે દૂરથી આવીએ છીએ. છતાં સામું પણું જોતાં નથી. અમારી સાથે વાત પણ કરતા નથી. માંગલિક પણ કહેતા નથી. સાધુનાં દર્શન જ મંગલ સ્વરૂપ છે. સાધુનું જીવન જ બોધ આપી જાય છે. તેમની દિનચર્યા અને રાત્રિચર્યાનું નિરીક્ષણ કરે તે પણ ઘણું જાણવાનું મળશે. સાધુનાં જીવનમાંથી બેધ મેળવો કે તેઓ સચિત પદાર્થોને સ્પર્શ પણ કરતા નથી અને હું તે લીલેતારી, પાણી, અગ્નિ વગેરેને કચ્ચરઘાણ વાળી નાખું છું. મારે ડગલે પગલે જુડું બેસવું પડે છે. જ્યારે સાધુ યાવત્ જીવન જુઠું બોલતાં નથી, ચોરી કરતાં નથી. અબ્રહ્મ સેવતા નથી. સાધુનાં મૌનમાંથી તમારા જીવનને ઘડે. ગુણગ્રાહી દૃષ્ટિ કેળવશે તો બધે સુંદરતાના દર્શન થશે. સાધુ ન બેસે તે વિચાર કરે કે તેમની પાસે આવનારા હજારે હોય છે. દરેકને જવાબ આપતા રહે તે આત્મસાધના કયારે કરે? તેમનું આત્મધ્યાનનું લક્ષ ચૂકાવી પરભાવમાં લઈ જવામાં તમારે નિમિત્ત શા માટે બનવું જોઈએ?
પેલા સાધુ જ્ઞાન માટે સતત પુરૂષાર્થ કરી રહ્યા છે. તેમને ઘણીવાર અફસ પણ થાય છે કે મારી પાછળ આવનારા કઈ ચૌદ પૂવી બની ગયા. અગ્યાર અંગ ભણી ગયા. અને મને હજુ એક ગાથા પણ આવડતી નથી. મેં ગાઢ કર્મ બાંધ્યા છે. પાપ કરીને પિરસ (ગ) કર્યા છે. હવે કર્મ ખપાવવા જ્ઞાનીની વૈયાવચ્ચ સેવા કરવી જોઈએ. તેઓ નાનામોટા સાધુની અગ્લાનપણે સેવા કરે છે. કેઈનું પ્રતિલેખન કરી દે, કોઇને જોઈતી વસ્તુ લાવી