________________
૫૦
ઘરના માણસા પણુ રૂદન કરે છે. સૌનુ ખાવાનુ સુકાઈ ગયુ' છે. હવે શુ થશે તેની ચિંતામાં કોઈ ને ઉંઘ પણ આવતી નથી.
તુલસી હાય ગરીબકી કમહું ન ખાલી જાય, સુવા ઢાર કે ચામસે લાહ ભસ્મ હૈ। જાય.”
જીવનમાં કોઈની પણ કદુવા–હાય ન લેવી. કોઇની આંતરડી ન કકળાવવી. ગરીમાની હાય જીવનમાં સત્યાનાશ નાતરે છે. પણ માણસનાં હાથમાં સત્તા આવે ત્યારે સાનભાન ભૂલી જાય છે. આ રાજા પણ સાનભાન અને પેાતાનાં કન્યને વીસરી ગયા છે. તે અરસામાં રાજાના એકના એક લાડકવાયા પુત્ર ઘેાડાની હરીફાઈમાં પ્રથમ નબરે આવ્યા. આથી રાજાને ખૂબ આનંદ થયો. પાતાના સંતાના ઉપર રાગ ધરાવનાર રાજા શું ભૂલી જતા હુંશે કે આ પ્રજાજના પણ મારા સંતાનેા જ છે. તેમના સુખે સુખી અને તેમના દુઃખે હું દુ:ખી છું. રાજાએ પેાતાના પુત્રને ખૂમ શાખાશી આપીને કહ્યું, તારી ચતુરાઈ–ઢાંશિયારી જોઈ હું ખૂમ ખુશ થયા છું. તારે જે માંગવું હોય તે માંગ. આજે તું માંગીશ તે હું આપી દઇશ. રાજકુમારે પિતાના આશીર્વાદ ઝીલ્યા અને વિચાર કર્યાં કે પેલા ખેડૂત બિચારા જેલમાં કેવા કરગરે છે. ગરીબાનાં દુઃખ સામે દૃષ્ટિપાત ન કરે તે રાજા થવાને ચેાગ્ય નથી. આ રાજ્યના હું ભાવી રાજા છું. માટે મારે તેમનાં હિતની ચિંતા કરવી ઘટે. આમ વિચારી તેણે પિતાને નમન કરી કહ્યું, “પિતાજી! આપ મારા ઉપર ખરેખર ખુશ થયા હૈ। તે ખેડૂતનાં મહેસૂલ માફ કરે અને તેમને જેલમાંથી છૂટા કરશે. ” રાજાનાં વિચારો કેવા અને રાજકુમારનાં વિચારા કેવા ? રાજા પેાતાનાં પુત્રનાં વિચારો સાંભળી ઘડીભર તા દંગ થઈ ગયા. પછી મેલ્યા “ બેટા ! જો આપણે મહેસૂલ ન ઉઘરાવીએ તા ભંડાર તળિયાઝાટક થઈ જાય. તારી એમ ઈચ્છા હાય તા એમ કરી દઉ' પણ મને ચાગ્ય લાગતું નથી. ”
પુત્રે જવાખ આપ્યા “ પિતાશ્રી ! ગરીમાનાં આશીર્વાદ એ જ આપણા ખજાના છે. બીજાને દુઃખી કરી આપણે શુ' સુખી થવાનાં છીએ? અને આ ધનભ'ડાર મારે માટે જ ભા છે ને? એવા ભંડારની મને ઇચ્છા નથી. વળી ખેડૂતે અત્યાર સુધી દર વર્ષે મહેસૂલ ભરતા જ આવ્યા છે. આપણે જાણીએ છીએ કે ત્રણ વર્ષથી વરસાદ નથી થયા. તે લેાક શું શ્રીમંત છે કે આપણને ધન આપી શકે? રાજા તરફથી પ્રજાને સ ંતાષ હાય તા તે રાજાને વફાદાર શા માટે ન રહે ? '' રાજકુમારની વાત સાંભળી રાજામાં પણ પરિવર્તન આવ્યું. અને પેાતાના પુત્ર આવા ઉદાર વ્રુત્તિના અને સતષી છે એ જાણીને આનદ થયા. રાજાએ બધા ખેડૂતાને જેલમાંથી મુક્ત કર્યાં અને મહેસૂલ માફ કરી દીધું. આજે તમારી સરકાર કેવી છે અને તમે દૈવી વૃત્તિનાં છે? સરકાર પ્રજાને ચુસવા માંગે છે અને પ્રજા સરકારને છેતરાય એટલી છેતરે છે, આમાં આદેશ રાજ્ય કયાંથી મને ? અને પ્રજા