________________
પરંતુ
બેચરી માટે પધારે છે. તે વખતે બંને એકબીજાને લાત મારે છે. અને વાળ ખેંચે છે. સાધુને જેઈ બ્રાહ્મણ, મહાત્માને કહે છે કે આ છોકરીને સમજાવે. કઈ રીતે માનતે નથી. આખો દિવસ લડયા કરે છે. કોઈને શાંતિ લેવા દેતું નથી. મહારાજે ઉપયોગ મૂક અને જોયું તે પૂર્વનાં ભવે તેમનાં જ્ઞાનમાં દેખાયા. તે પછી બંને ભાઈઓને શાંત પાડી તેમના ભવે તેમને કહી સંભળાવ્યા અને પરિગ્રહ પરની મૂછથી કેટલે અનર્થ થાય છે તે ભાવે ખૂબ સુંદર ભાષામાં સંભળાવ્યા. આ પૈસે પાપનું કારણ છે. પૈસાને મેહ જીવને મારી નાખે છે. તમારે શું કરવું છે? પરિગ્રહને મેહ છોડે. શ્રાવકને પરિગ્રહ ગમે નહી. એ પરિગ્રહને શરીરને મેલ સમજે. વાળ વધ્યા હોય તે કાઢી નાખે છો તેમ પરિગ્રહ વધી જાય તે તેને સદ્વ્યય કરી નાખે. પરિગ્રહની મર્યાદા બાંધે. જરૂરિયાતથી વધારે ન રાખે. સમજીને પગલું ભરે. “મારે કેટલી જરૂર છે, તે વિચારી સંગ્રહ રાખનાર અતિ પરિગ્રહ એકઠે કરતે નથી.” સંગ્રહખેરીથી મેંઘવારી વધે છે. દરેક માણસ જે સમજી મર્યાદામાં આવે તે જીવનધોરણ ઊંચુ બને. છ કાયને રક્ષક સાધુ પરિગ્રહમાં લેભાય નહિં. સાધુની વાણી સાંભળતાં પેલા બ્રાહ્મણપુત્રોને જાતિસમરણ જ્ઞાન થયું. પૂર્વનાં ભવ પ્રત્યક્ષ જોયાં. પોતાની ભૂલ સમજાણી. કેટલા ભવથી કર્મ બાંધતાં આવ્યા છીએ. તેનું કારણ આ પૈસે છે, એમ બરાબર સમજાયું. એક વખત જીવને સાચી સમજણ આવ્યા પછી ત્યાગ સહજ બને છે. બંને ભાઈઓ પિતાના જીવનમાં પરિવર્તન આણે છે. મહાત્મા પાસે સંયમ અંગિકાર કરે છે, અને ખૂબ સુંદર રીતે ચારિત્રનું પાલન કરતાં કરતાં મૃત્યુ નજીક આવતાં સંથારે કરી આત્મ કલ્યાણ સાધે છે! પાંચ અતિચારે છે તે જાણવા પણ આચરવા નહી. રસ્ત્રોના સંતપ એટલે આ લેકનાં સુખની ઇચ્છા કરવી કે મરી ગયા પછી મોટે રાજા થાઉં. પરલગા સંસપઉગે એટલે પરલોકને વિષે સુખની ઈચ્છા કરવી કે અહીંથી મરી માટે મહર્થિક દેવ થાઉં. છવિયા સંસપઉગે એટલે લેકેમાં વાહ વાહ થાય તે માટે ઝાઝું જીવું તે ઠીક આવી ઈચ્છા કરવી મરણાસંસપઉગે એટલે દુઃખ સહન નથી થતું માટે જલદી મરી જાઉં તે સારૂં. આમ વિચાર કરવાથી પણ દોષ લાગે છે. કામ ભેગા સંસપઉગે એટલે સંથારામાં કામભેગની તીવ્ર ઈચ્છા કરવી. સમજણ પૂર્વક જીવનમાં શાંતિ અને સમાધિ જોઈતી હોય તેણે વ્રત તે જીવનમાં આદરવા જોઈએ, સમજણપૂર્વક વ્રતને આદરનાર પોતાનાં જીવનને ઉત્કર્ષ અવશ્ય સાધી શકે છે.
નિષધકુમારના ગયા પછી ભગવાન નેમનાથના પ્રથમ ગણધર વરદ મુનિ પ્રભુને વંદન નમસ્કાર કરી પ્રશ્ન કરે છે કે હે પૂજ્ય ! “નિસકુમારે ઈ ઠંડું રૂવે, કંતે કંતર, એવં પિએ૦ મણનએ, મણામે, મણામરૂ, સેમે સેમિરૂ, પિયદંસણે, સુરૂવે બહુજપુટ્સ વિયણું ભંતે ! નિસરુકુમારે ઈઠે જાવ સુહવે, સાહજણસ વિયણું ભંતે નિસકુમાર જાવ સુવે.