________________
પપ
એકસ્પર્ટ, આખી બજારને પિતાના હાથમાં રાખનાર એ આવી ભૂલ કેમ કરે? પણ ભાઈ, આ બધા કર્મનાં નાટક છે. ધન કેઈની પાસે કાયમ માટે રહ્યું નથી. માટે ત્રાણ-શરણ ધન નથી પણ ધર્મ છે. ત્રાણભૂત અને શરણભૂત છે. જે ધર્મનું રક્ષણ કરે છે એનું ધર્મ રક્ષણ કરે છે. જેથી વ્રત નિયમમાં આવો. સાધુપણું ન લઈ શકે તે બારવ્રત આદો. બારમાં વ્રતના પાંચ અતિચાર છે. “સચિત નિખેવણીયા.–સચેત વસ્તુ પર અચેત વસ્તુ રાખી હોય, સચેત પેહણીયા =અચેત વરતુ પર સચેત વસ્તુ પડી હોય. આ બંને પ્રકારને આહાર સાધુ માટે અકલ્પનિય છે. તે સાધુને વહેરા તે દોષ લાગે. કાલાઈકમ્મરકાળ વહી ગયો હોય કે વસ્તુ ખારી થઈ ગઈ હોય–આવી વરતુ સાધુને હરાવે તે દોષ લાગે. પરિવએસે-તે સુઝતે હેય, છતાં હરાવવા ઉભે ન થાય અને બીજાને કહે કે તમે હેરા, લક્ષમી ચાંદલે કરવા આવે અને મોટું દેવા જનારની જેમ આ વ્યક્તિ પણ પિતાને મળને લાભ ગુમાવે છે. મછરીયાએ દાન દઈને અહંકાર કર્યો હોય કે અમારે ત્યાં જ સાધુ આવે. એક દિવસ પણ ખાલી ન જાય, કઈ પણ વસ્તુ જોઈતી હોય તે અમારે ત્યાંથી મળે. આ પાંચ અતિચાર જાણવા, પણ આદરવા નહીં. જે બારવ્રત આદરે તેને સંથારાની ભાવના થાય. શ્રાવક હંમેશા ત્રણ મનોરથ ચિંતવે. તેમાં પહેલે મને રથ એ ચિંતવે કે હે પ્રભુ! હું આરંભ પરિગ્રહથી કયારે મુક્ત બનું! બીજે મને રથ એ ચિંતવે કે હે પ્રભુ! હું પંચ મહાવ્રત ધારી કયારે થઈશ! ત્રીજે મને રથ એ ચિંતવે કે અઢાર પાપને ત્યાગ કરીને અને ચાર આહાર ત્યજીને સંથારે કયારે કરીશ? શરીરને ઘરેણાનાં ડાબલા સમાન સાચવ્યું છે. રખે મને ટાઢ લાગી જશે, તાપ લાગી જશે. એનાં વિચાર નિરંતર કર્યા છે. ટાઢ વાય એટલે સ્વેટર પહેરી લે, મફલર લગાવી લે. તડકો લાગે ત્યારે છત્રી ધારણ કરે. પગમાં જોડા પહેરે. શરીરને જીવે ખૂબ સાચવ્યું છે. શરીર નજરે દેખાય છે. તેથી તેની સંભાળ કરે છે, પણ આત્માની તે પડી નથી. દેહના રક્ષણમાં રહી આત્માને સુવાડી દીધું છે. “મારી દુર્ગતિ નહીં થાય ને? હું મરીને ક્યાં જઈશ?” આવો વિચાર પણ કરતા નથી. છોકરા માટે રાતદિવસ મૂડી એકઠી કરી અને મારે ત્યારે છોકરાને મૂડી સોંપતા જાય છે. પણ કરેલાં કાળા કર્મ જીવને ભોગવવા પડે છે. પહેલાંના સંસ્કારી પુત્રો પિતાને કહેતા, અમારે માટે કઈ રાખતા નહીં. તમે સંસ્કાર આપ્યા અને અમને લાઈને ચડાવ્યા છે. હવે અમે અમારા બાવડાનાં જોરથી કમાઈશું. તમે તમારે ધર્મધ્યાન કરશે. અને મેળવેલું ધન ધર્માદામાં આપે. આજે આવું કહેનારા કેટલા છે? અરે, બાપની મિલકત માટે છોકરા કેટે ચડે છે. જેની પાસે સંસ્કારરૂપી ધન છે એ ધન માટે કદી ઝગડા કરતા નથી. કારણ કે તે સમજે છે કે મારા ભાગ્યમાં હશે તેટલું જ મળશે પુણ્ય અને પાપ બને તત્વ સમજાયા હોય તેને કદી ઝઘડાની ભાવના થાય નહીં. તે સમજે કે ભાગ્યમાં ન હોય તે આવેલું ધન પણ ચાલ્યું જાય. અને ભાગ્યમાં હોય તે અણધાયું” મળી રહે. પુણ્ય પાપની થીયેરી સમજનારને કોઈની પાસેથી પડાવી લેવાની ભાવના ન થાય, અને