________________
પિઝટ.
માથું કપાવું તે જ હું ખરી! આખા રસ્તામાં પ્રધાનનું અનેક પ્રકારે અનર્થ ચિંતવતી ચિંતવતી શણ રાજ્યમાં પહોંચી અને સીધી કારાગુડમાં ચાલી ગઈ.
રાજા સાહેબ પધાર્યા એટલે તેમણે રાણું આવ્યા છે કે નહિ તેની ખબર કઢાવી. દાસી તરફથી તેમને જાણવા મળ્યું કે તેઓ આવીને સીધા કારાગૃહમાં પધાર્યા છે. આથી રાજા ત્યાં ગયા. અને ક્રોધિત થવાનું કારણ પૂછયું. રાણીએ કહ્યું “તમારા પ્રધાન માટે ઉપાડે મને જમવા લઈ ગયા, મારી ખૂબ સરભરા કરી અને હું રથમાં રવાના થઈ એટલે મને તરકડી કહી. તેનું માથું તલવારથી ઉડાડી મારી સામે લાવે. આ સાંભળી રાજાનાં ગુસ્સાને પાર ન રહ્યો અને તરત એક સિપાહીને પ્રધાનને બોલાવવા મોકલ્યો. પ્રધાનજી તે જાણતાં જ હતા કે હમણાં તેડું આવવાનું છે. સમાચાર મળતાં જ તેઓ રાજા પાસે હાજર થયા અને મસ્તક નમાવી પૂછ્યું. “શી આજ્ઞા છે મહારાજાધિરાજની? રાજાએ કરડી આંખ કરી પ્રધાન સામે જોયું. અને કહ્યું. “મારી રાણીનું અપમાન તે મારૂં જ અપમાન છે. માટે ફાંસીએ ચડવા તૈયાર થઈ જા.
પ્રધાને ત્રાંબાને લેખ બતાવ્યા અને કહ્યું : મહારાજા, મહારાણીનું અપમાન કરનાર હું કોણ? ખરેખર મેં અપમાન નથી કર્યું. આ તે આપની આજ્ઞાનું પાલન કરવા કરવું પડ્યું છે. રાણીજીને પૂછી જુઓ કે જમ્યા ત્યાં સુધી કેવા ભાવ હતા ને નીકળ્યા ત્યારે કેવા ભાવ બદલાણું? રાજા પણ સમજી ગયા કે જીમમાં કડવાશ છે ને જીભમાં મિઠાશ છે. કડવાં વચન બોલવાથી સામા માણસ સાથે વેર થાય છે. માટે બેલવામાં ખૂબ જ ઉપગ રાખવો જોઈએ. કાલે નૂતન વર્ષની શરૂઆત થાય છે. તમે આજે નિર્ણય કરે કે મારે કોઈને કડવાં વચન કહેવા નહિં. જીભને ગળ્યું ભાવે છે તે જીભમાંથી કારેલાની કડવાશ કેમ નીકળે છે? તમારા સ્નેહીઓ-મિત્રો-ભાઈઓ-વડીલો તરફથી તમને અનેક જાતના અભિનંદન આવશે. અનેક શુભેચ્છાઓ મળશે, પણ એ બધાં ફળે કયારે? જે પ્રકૃતિ પલટે ખાય તે અનેક લાભે પ્રાપ્ત થાય. તમારું હિત તમે ઈચ્છતા હો તે જીવન સુધારો. જીભ પર કાબુ રાખે. પાંચમા મહાત્માએ કહ્યું “મુનિઓ! સ્પશેન્દ્રિય પર વિજય મેળવવો ખૂબ મુશ્કેલ છે. મુલાયમ સ્પર્શ આવતાં તરત મનમાં ગલગલીયા થાય છે, અને કર્કશ કેઈને ગમતું નથી.” આમ સાધુએ નિર્ણય કરી શક્યા નહિ કે કઈ ઈન્દ્રિય જીતવી વધુ મુશ્કેલ છે. અંતે નિર્ણય કર્યો કે દરેકે એક અઠવાડિયા સુધી એક એક ઈન્દ્રિયને જીતવા પ્રયત્ન કરે અને શું અનુભવ થાય છે તે કહેવું.
- આઠે દિવસ પછી વળી મીટિંગ ભરાણી. પણ અનેક વાતની ચર્ચાને અંતે ચોકકસ નિર્ણય કરી શક્યા નહિં. અંતે બધા સંતો એક બહુસૂત્રી અને વિશિષ્ટ જ્ઞાની મહાત્મા પાસે પહોંચ્યા. અને વિનયપૂર્વક પ્રશ્ન પૂછયે. એ મહાપુરૂષે કહ્યું, “જુઓ મુનિઓ ! એક મહેલને પાંચ દરવાજા હોય તેમાંથી એક બંધ કરી ચાર ખુલ્લા રાખે તે મહેલની અંદર