________________
કેવા અતિથીની વાત કરી છે તે પ્રથમ જાણવું જોઈએ. અતિથી એટલે જેની તિથી મુકરર નથી તે. જે આટલી જ વ્યાખ્યા કરીએ તે તમારે ત્યાં મહેમાન આવે છે તેમાં કેટલાકની તિથી નકકી નથી રહેતી. વળી માગણ-ભિખારી આવે છે તે પણ કયારે આવે તે નક્કી નથી હોતું. ઉદઘાટન વગેરે હોય ત્યારે પણ અતિથી વિશેષને આમંત્રણ આપે છે. અહીં આ અતિથીની વાત નથી. પણ જે પંચ મહાવ્રતધારી છે. પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિયુક્ત છે તથા છકાયનાં પિયર અને છકાયનાં નાથ છે. સત્યાવીશ સાધુજીનાં ગુણે કરી સહિત છે તેવા મહાપુરૂષની વાત છે. તેને સાવધોગ સેવવાના સર્વથા પ્રત્યાખ્યાન છે. ઘર રહિત છે. તેને કયાંય સીમાડા બાંધ્યા નથી. અપ્રતિબદ્ધ વિહારી છે.
કલ્યાણ નું કરવા કાજે વિચરે દેશ વિદેશે, ના રાયરંક ના ઉંચનીચ સરખા સૌને ઉપદેશે, અપમાન કરે ત્યા સન્માન, સમતાભાવે રહેનારા,
આ છે અણગાર અમારા જેના સાધુને ઉંચનીચને ભેદભાવ નથી. તેની દૃષ્ટિમાં સૌ સમાન છે. તેનું કેઈ અપમાન કરી જાય તે તેના પર ક્રોધ કરતા નથી. અને કોઈ સત્કાર કરે તે કુલાતા નથી. આ પવિત્ર સાધુ, લેકમાં ચાર ઉત્તમ વસ્તુ છે તેમાંના એક છે. પંચ પરમેષ્ઠીમાં તેનું પાંચમું પદ છે. સાધુ પરમશાંતિ અને સિદ્ધિની શોધમાં જીવનની તેજસ્વી મશાલ લઈ આત્મા અને પરમાત્માને પેગ સાધવા નીકળે છે. જગતની બધી જ તુચ્છ જંજાળો છેડી આત્મસાધ્ય સાધવું એ જ એનું પ્રિય સૂત્ર છે. આવા સાધુને દુનિયામાં જેટે મળે નહી. રાજપાટ અને સુંવાળા વૈભવ તુચ્છ લાગ્યા એટલે બળખાની માફક ફેંકી દીધા. મિક્ષના શાશ્વત સુખની મેજ સમજાણું ત્યારે છ ખંડના સુખને છેડી ચક્રવર્તીઓએ હાથમાં પાત્ર પકડયું અને ઘેર ઘેર ભિક્ષાચરી કરવામાં આનંદ માન્ય અને ઉચ્ચ પ્રકારનું નિરારંભી જીવન જીવ્યા.
આ માગે માયકાંગલા જેને કમાવવાની ત્રેવડ ન હતી, સંસારમાં દુખી હતા તેવા નથી આવ્યા, પણ ભૌતિક વૈભવના ઢગ પર જન્મેલા, ખમ્મા ખમ્મામાં મોટા થયેલા અને એક નેકરને બોલાવે ત્યાં પાંચ હાજર થાય અને કહે હે દેવાનુપ્રિય! આપ શું ઈચ્છે છે? અમે આપને માટે શું પ્રિય કરીએ! આવા પુરુષની જેના પર દષ્ટિ પડે તે પણ પિતાની જાતને ધન્ય માને. આવા પુણ્યાત્માઓએ દીક્ષા અંગિકાર કરી છે. અને ઉઘાડા પગે અને ખુલ્લે માથે ધેમ ધખતા તાપમાં પણ ચાલવાનું કબૂલ કર્યું છે. તમને જરાક ગરમી લાગે એટલે એરકન્ડીશન રૂમમાં બેસી જાવ અથવા તે પં ચાલુ કરી દે, ગમે તેટલી ગરમી હોવા છતાં પણ સાધુ પંખે ચલાવે નહિં અને ગમે તેટલી ઠંડી હોય તે પણ અગ્નિથી શરીરને તાપે નહીં,