________________
કાંતિ અને બળ વધે તે માટે સાધુ આહાર કર નહીં. રસપૂર્વક ઈન્દ્રિયને પિષણ આપવા માટે આહાર કર નહીં. સંયમની યાત્રાને નિર્વાહ કરવા માટે ખાવું પડે છે. સાધુ આહારમાં વૃદ્ધ, મૂર્ણિત કે આસક્ત ન હાય.
અનાસક્ત ભેગને કેળવવા માટે ભગવાને આ સુંદરમાં સુંદર દૃષ્ટાંત આપેલું છે. ગાડામાં કિચુડ કિચુડ અવાજ થતોય તે તેલ ભરવું પડે છે. તેમ શરીર છે એટલે પેટ ભરવું પડે છે. પણ સારી વાનગી જતાં મોઢામાં પાણી ન છૂટે. આ સાંભળી તમારા જીવનને પણ જોઈ લેજો. જીભ ઉપર કેટલે કાબૂ મેળવ્યું છે તે વિચારી જોજે. જેને વસ્તુનું સાચું વરૂપ સમજાય છે તે બે વસ્તુથી ચાલે તે ત્રીજી વસ્તુ ખાવાની ઈચ્છા ન કરે. તમે એમ ન માનશે કે ઘી, દૂધ આદિ વસ્તુ ખાવાથી વિશેષ શક્તિ પ્રાપ્ત થાય છે, કારણું કે શક્તિ વીર્ય ગુણના ઉઘાડથી પ્રાપ્ત થાય છે. માટે બહુ માદક પદાર્થો ખાવા નહીં. એકવાર મન પર કંટ્રલ આવી જાય તે કઈ વસ્તુ અઘરી પડતી નથી.
૪૮ કરોડનૈયાનાં સ્વામી-૩૨ રમણીયેના ભરથાર જુદુલ શ્રાવક એક વાર ભગવાન નેમનાથના સમાગમમાં આવ્યા અને જીવનને પલટો થઈ ગયે. રંગરાગ છૂટી ગયા અને હૈયું વૈરાગવાસિત બની ગયું. બાર વ્રત અંગીકાર કર્યો, અને ખાવામાં ચેખા, ચણાની દાળ અને પાણી ત્રણ દ્રવ્યની છૂટ રાખી. તેમની સ્ત્રીઓએ કહ્યું “તમને શું થયું છે? કંઈ દર્દ હેય તે દવા કરાવીએ. પણ આવું જીવન કેમ ચલાવી લેવાય ?” આ સાંભળી શ્રાવકે કહ્યું, “મને કંઈ દર્દ નથી થયું, પણ ભગવાન નેમનાથનાં બધે મારે આત્મા જાગ્રત થયે છે.”
આમ જે આત્મામાં આત્મજાગૃતિ આવે છે તે જગતનાં વિલાસો ભૂલી વૈરાગ્યવાસિત બને છે. સંયમ છે તે જીવનવહાણને શઢ છે. શઢ વગરનું વહાણ જ્યાં ત્યાં અથડાઈ પડે છે. સાધુજીવન સર્વશ્રેષ્ઠ જીવન છે. સાધુ મહાત્માને કેવી રીતે વહેરાવવું તે શ્રાવકોએ જાણવું જોઈએ.
સાધુને સુઝત અને નિર્દોષ આહાર વહેરાવ, ચિત્ત, વિત્ત ને પાત્ર ત્રણે શુદ્ધ હોવાં જોઈએ. લેનાર શુદ્ધ અને વસ્તુ શુદ્ધ જોઈએ. શ્રાવકોએ કઈ ભૌતિક આશાએ સાધુને વરાવવું નહીં. સાધુ પધારે તે શ્રાવકના હૈયામાં અને ઉત્સાહ પ્રગટે. “મારે આંગણે સુરતરૂ ફળે, મેતિડે મેહ વર અને સેનાને સૂર્ય ઉગે કે આવા પુનિત આત્માના પગલાં મારે આંગણે થયા એમ માને. તથારૂપનાં સાધુ મહાત્માને નિર્દોષ આહાર રાવતાં એકાંત નિર્જરા થાય છે. જરા પણ પાપ લાગતું નથી.
શ્રાવકેના દ્વાર હમેશાં ખુલ્લાં હોય. તેને આંગણે આવેલ કોઈ પણ હોય તે પાછો ન જાય, પણ તે સાધુને તરણ તારણ માની ગહેરાવે અને અન્ય તિથીને અનુકંપાથી આપે. સાધુ એ ઉત્કૃષ્ટ સુપાત્ર છે,