________________
૫૪૫
મક્ષ જનાર હતા. છતાં તેમણે દીક્ષા અંગીકાર કરી. દીક્ષા દ્રવ્ય અને ભાવે બંને રીતે આવવી જોઈએ- દ્રવ્ય વેશ તે વાડ છે. મેલ(નીપજ)ના રક્ષણ માટે વાડની જરૂર છે, પણ વાડને માલ કહેવાય નહીં. દીક્ષા અંગીકાર કર્યા પછી સ્વાધ્યાય, ધ્યાન અને તપ સયમની ઉત્કૃષ્ટ 'ભાવે આરાધના કરવાની છે. કષાયને ટાળી સમભાવની સાધના કરવાની છે. આમ જે પેાતાના જીવનમાં ગુણાના વિકાસ કરે છે તેનું અવિનાશી કલ્યાણ થાય છે. વિશેષ અધિકાર અવસરે કહેવારો.
વ્યાખ્યાન ન’...૯૨
આસા વદ અમાસ ને સામવાર તા. ૧૮-૧૦-૭૧
અનંતજ્ઞાની, વિશ્વની વિરલ વિભૂતિ, જગતવાસી જીવાને અમૃતપાન કરાવનાર ભગવાન મહાવીર દેવની આજે નિર્વાણતિથિ છે. એ મહાપુરૂષ પરમપથના પ્રકાશ જગત પર પાથરતાં ગયા. ત્રિવિધ તાપથી તપ્ત જીવાને શીતળતા પ્રદાન કરતા ગયા. ભૂલેલા જીવાને ધ્રુવતારક અન્યા. એ ક્ષમામૂર્તિ, કલ્યાણમૂર્તિ એ કૃપાના ધેાધ વહેવડાવ્યા. અનેક હિતશિક્ષાએથી ભવ્ય જીવનાં હૃદયને રંગ્યા. અહિઁંસાના ઘૂંટડા પ્રેમપૂર્વક પીધાં અને જગતને પીવડાવ્યા. તેમનુ ત્યાગ-બલિદાન અને તિતિક્ષામય જીવન પ્રેરણા આપતું ગયુ’.
ભગવાન મહાવીર સ્વામી વિશ્વપ્રેમની જ્યાત જગાડનાર હતાં. તેમણે જીવન જીવવાના ઉચ્ચતમ આદશ જગત સામે ધર્યાં. ભગવાન મહાવીર દેવ આ ચાવીસીનાં ચરમ તિથ કર દેવ હતા. ચેાથા આરાના ૭૫ વર્ષ અને સાડા આઠ મહિના બાકી રહ્યાં ત્યારે ભગવાનના જન્મ થયા. ત્રીસ વર્ષોંની ભરયૌવન અવસ્થામાં રાજ્ય વૈભવ-સ્ત્રી આદિનાં સુખાને ઠોકરે મારી સયમના કઠોર માગે કઠોર સાધનાની શરૂઆત કરી. હૈયે હાર, ખાંડે ખાજુમધ, માથે મુગટ, કેડે કઢારા, વેઢ, વીંટી આદિ તમામ શણગારા ઉતાર્યાં. ઢાખી ખાજુના ઢાબા હાથથી, અને જમણા હાથથી જમણી બાજુના, એ બાજુના (સાઈડના) અને એક વચ્ચેના, એમ પંચમુખ્ખી લેાચ સ્વયં કર્યાં. તિર્થંકરા હજામ પાસે પેાતાનું માથું નમાવે નહિં. પાંચ મુઠ્ઠીમાં આખા લેાચ ઉપાડયા, તે કેવા બળવાન અને પરાક્રમી હશે ! ભગવાનનાં લાચના વાળ ઢીંચણભર થઈ વહીરાનાં થાળમાં ઈન્દ્ર મહારાજે ઝીમ્યા.
અનંત સિદ્ધોને નમસ્કાર કરી ભગવાન કરેમિ ભ ંતે'ના પાઠ ભણ્યા. અને અભિગ્રહ કર્યાં કે, આજથી હું' મારી કાયાને વાસિરાવી દઉં છું. યાવત્ જીવન દેવ-મનુષ્ય તથા
૬૯