________________
પછી ત્યાંની ચીજને પણ લાગે કે કમાણીના ઉદેશે ટેલીફેન દ્વારા માલની લેવડદેવડ કરે વગેરે. ; રવાવાયે રૂપવરૂપ બતાવીને કોઈને બોલાવ્યો હોય. જેમ કે કેઈએ પચ્ચખાણ કર્યો કે આજે મારે મારા કંપાઉન્ડ બહાર જવું નહિ. પાંચે આસવને છ કેટિએ ત્યાગ, એ અભિગ્રહ કર્યા બાદ ગવાક્ષમાં રહીને પંથ નિહાળતાં કઈ ચીજ જોઈને લેવાની ભાવના થઈ, અંતરાત્મા ઉંઘી ગયો ને બહિરાત્માનું જોર વધ્યું ત્યારે તે આત્મા તેમાં લેપાઈ જતાં અન્યને પિતાનું રૂપ દેખાડીને એટલે કે સંકેત કરીને બેલા બહિયા પિગળપખે બહાર કોઈને કાંકર નાંખીને, કઈ પદાર્થ નાંખીને બોલાવે વગેરે ૧૦મા વ્રતના પાંચ અતિચારનું સ્વરૂપ સમજવાનું છે, પણ અતિચાર લગાડવાના નથી. કદાચ અજાણપણે અતિચાર લાગી જાય તે શ્રાવક સવાર સાંજ પ્રતિક્રમણ કરી તે પાપથી શુદ્ધ બને છે. આવે વીતરાગ પ્રભુને પૂજક, અને સાધુઓને ઉપાસક, ત્રિરત્નને યથાશક્તિ આરાધક બની સંસારમાં રહે છે, છતાં સંસારને થઈને રહેતું નથી. જેમ કોઈ માણસ દિલ દઇને, તન તેડીને ઘરનાં કામ છેડીને સંસ્થાનું કામ કરતે હેય પરંતુ જ્યારે તેમાંથી તેના હૃદયને આઘાત પહોંચે એવી તેને માટે વાત ઉભી થાય ત્યારે તે રાજીનામું દેવા તૈયાર થાય છે. કોઈ કારણસર રાજીનામું દેતાં વાર લાગે પણ હૈયું તે ઉઠી ગયું છે. તેમ સાચા શ્રાવકને આખા સંસાર ઉપરથી ભાવ ઉઠી જાય છે. સંસારનું રાજીનામું દઈ દેવું છે, પણ ચારિત્ર ગુણની નબળાઈને કારણે સંસાર છેડી સાધુપણું નથી લઈ શકો, છતાં શક્તિ પ્રમાણે જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે ત્યારે સાધનાની સીડી પર ચઢે છે. નવમા વ્રતમાં બે ઘડી સુધી સમભાવની સાધના કરે છે. અને તે સાધનાના ફળરૂપે, ત્યાર બાદ સંસારના કાર્યો કરતાં છતાં સંસાર ભાવથી વૃત્તિઓનો સંક્ષેપ કરી, અલ્પ જરૂરીયાતથી, ૧૦મા વ્રતમાં સંતેષની શીતળ ચાંદનીમાં વિચરતા ૧૧મા પૈષધવ્રતમાં અહેરાત્રી (દિવસ-રાત) સુધી વિચરી સાધુપણાની વાનગીને સ્વાદ અનુભવે છે.
પિષધવત એટલે સૂર્યોદય થતાં જ કોઈપણ આશ્રવનાં કામ કર્યા સિવાય જ પૈષધવ્રત ધારણ કરવાનું હોય છે. તેમાં ચારે આહારનાં પચ્ચખાણ કરાય છે. તેમજ અબ્રાસેવવાના-સેના રૂપા હીરા માણેકના, પુષ્પોની માળા-વિલેપન કરવાના-શસ્ત્ર જેવાં કે ચપ્પ છરી વગેરે જીવ હિંસા થાય તેવાં શસ્ત્રો રાખવાનાં પચ્ચખાણ કરાય છે. દિવસ ને રાત્રિના આઠે પહોર ધર્મ ધ્યાનમાં ગાળવાના હોય છે. તેમાં કોઈપણ જાતનાં સાવધ કાર્યો (પાપ કર્યો) મન, વચન, કાયાથી કરાય નહિ, કરાવાય નહિ પ્રભાવના લેવાય નહિ છોકરાઓ આવે ત્યારે ઘરની વાત તેની સાથે કરાય નહિ. ચાવીને ગુડ લેવાય દેવાય નહિ. સુવા-ઓઢવાપાથરવાનાં ઉપકરણે તથા શરીરની હાજતે નિવારવાના સ્થાનેનું સવાર સાંજ બે વાર પતિલેખન કરવું જોઈએ,