________________
પણ
સામાઈયસ્સ સઈ અકરણયાએ સામાયિક કયારે કરી તેની ખબર ન રહી હોય. સામાઈયસ્સ અણવહિયસ્સ કરણયાએ સામાયિકને ટાઈમ પૂરો થયા પહેલાં પાળેલ હેય.
સામાયિક વ્રતમાં અતિચાર ન લાગી જાય તેને ખાસ ખ્યાલ રાખવો જોઈએ.
૧૦ મું દિશાવગાસિક વ્રત એટલે છઠ્ઠા વતમાં જે દિશાઓની મર્યાદા બાંધી છે. અને સાતમા વ્રતમાં જે ભેગપભોગરૂપ દ્રવ્યાદિની મર્યાદા કીધી છે, તેને ટુંકાવવાની વાત છે. જેમ હિંદુરતાન ઉપર પાકિસ્તાનનું આક્રમણ થતું હોય ત્યારે હિંદના સૈનિકો સરહદ ઉપર જઈને આવતાં આક્રમણને અટકાવે છે. તેમ આશ્રવના આક્રમણે આવતાં હોય ત્યારે વ્રત-પશ્ચિખાણુના સંવરરૂપ સૈિનિકો આત્માનું સંરક્ષણ કરે છે. ઉર્ધ્વ, અધે અને ત્રિછી દિશાઓમાંથી આશ્રવના પ્રવાહ ચાલ્યા જ આવે છે. અવિરતીના આક્રમણે પાંચ ઈન્દ્રિ દ્વારા ૨૧ વિષને બહેલાવે છે. વિષયના ઉન્માદ વિષને તૃપ્ત કરવા મર્યાદાની સીમાને ઉલંઘી આગળ ને આગળ કૂચ કરે છે. વિષચેની લંપટતા અને તૃષ્ણના તારો કેશેટાના તારની જેમ લંબાવે છે. એ તારના છેડાને પકડવા દેશ છેડી પરદેશ વેઠે છે. શ્રવણેન્દ્રિય શબ્દથી ઈષ્ટતા મિષ્ટતા મેળવવા રેડીયા, ગાયિકાના ગીતે, શૃંગારિક સાધને શોધે છે. ચક્ષુઈન્દ્રિય-રૂપને નિહાળવા થનગની હોય છે. પછી આર્યતા કે અનાર્યતા, નૈતિકતા કે અનૈતિકતાના ભેદને ભૂલે છે. રૂપ–પિપાસાના ખપ્પરને ભરવા, ઓપન ફિલ્મ જેવા દેડી જાય છે. ઘણેન્દ્રિયના બેલથી મઘમઘાયમાન પુના પમરાટ માટે વનસ્પતિના છાને કચરઘાણ વાળે છે. અન્યનું ગમે તે થાય તેની સામે જેવા ઉભો રહેતું નથી. પિતાની મજામાં અન્યને મૃત્યુ સુધીની સજા કરવા તૈયાર થાય છે. રસેન્દ્રિયની લુપતા ભઠ્યાભઢ્યને વિવેક ચૂકાવે છે. મંગુ આચાર્ય રસ ગૌરવમાં લલચાયા તેથી દુર્ગતિમાં ભટકાયા, માહથી મરાયા, સાધુતાથી ભ્રષ્ટ થયા ને વ્યંતર જાતિમાં ઉત્પન્ન થઈ ગયા. અષાઢાભૂતિ જેવા પવિત્ર લબ્ધિસંપન્ન મુનિરાજ મેદની સેડમથી.
જ્ય મોહિનીના અને ભુવનમેહિનીના પ્રેમરૂપી નાગપાશમાં જકડાઈ ગયા. દિક્ષાને દેશવટે દઈને પુનઃ સંસાર માંડ્યો હાથીની અંબાડી ત્યાગીને ગભરાજની સવારી કરી. આ કેના પ્રતાપે કહોને કે રસેન્દ્રિયની લુપતાઓને લીધે ! | સ્પર્શેન્દ્રિયની લેલુપતા આવે છે ત્યારે માનવી બેફામ બને છે. ઠાણાંગસૂત્રના આઠમે ઠાણે આઠ પ્રકારના અંધ કહ્યા છે તેમાં “કામાંધ” કામીને અંધ કહી બેલા છે. વિષયની લુપતા આત્મામાં અવિવેકના ધુમસ ઉભરાવે છે. ધુમસના કારણે ૧૦ ફૂટ છેટેથી ગાડી આવતી હોય તે દેખાય નહિ. છેવટે એકસીડન્ટની હેનારતમાં હેમાઈ જાય છે તેમ સંસારી આત્માઓ અવિવેકના ધુમસથી અતિ નિકટમાં વિટંબણુઓ હોય, છતાં જોઈ શકતું નથી. રાવણની કઈ દશા થઈ તે જાણતે હેવા છતાં તે પિતાના હદયને સમજાવી