________________
પs
શેઠ ઝવેરાતને વેપાર ખેડી–અઢળક સંપત્તિ સહિત આવી રહ્યા છે. સાથે એક રખેવાળ, છે. ૬૦ લુંટારાઓને ભારે પડી જાય તે તે જબરો છે. તેનાથી બધાં લુટેરાઓ ભય પામે, શેઠને રથ ગામ નજીક આવી રહ્યો છે. ગામ બે ચાર માઈલ જ દૂર છે. તેથી શેઠે રખેવાળને કહ્યું. “હવે તું જઈ શકે છે. ગામ હમણા આવશે.” રખેવાલે કહ્યું શેઠ, આ રસ્તામાં એક
કળ આવે છે, તે જરા ભયસ્પદ છે, તે વટાવી પછી હું જાઉં. આ સાંભળી શેઠે કહ્યું “અહીં સુધી તે ઘણીવાર આવીએ છીએ, રસ્તે જાણીતું છે, વળી દિવસ ઉગી ગયે છે, તેથી ભય જેવું નથી. રખેવાળને ભયની શંકા હતી પણ શેઠને તે વધુ કહી શકો નહિ. અને પિતાને પગાર લઈ રવાના થયે. શેઠને રથ રવાના થયે. ગામ એકાદ માઈલ દૂર હશે ત્યાં બુકાની બાંધેલા બહારવટીઆ આવી પહોંચ્યા અને રથ ઉભો રાખવા પડકાર કર્યો. રથમાં બેઠેલા શેડ ગભરાઈ ગયા. રથ ઉભું રાખવું પડે. અને લુંટેરાઓએ બધું ધન, માલ, મિલ્કત, ઝવેરાત લુંટી લીધું. અને શેઠને ખૂબ માર્યા, અને ઝાડ સાથે બાંધી દીધાં. દુઃખમાં ભગવાન યાદ આવે એમ શેઠ “મહાવીર મહાવીર રટવા લાગ્યા. આ યુ ટેરાઓમાં રામ અને રતનીયો પણ હતા. શેઠના શબ્દ તેમના કર્ણપટ પર અથડાયા અને પિતાને પાળનાર શેઠની સ્મૃતિ થઈ આવી. શેઠ પાસે જઈ નામ પૂછયું. શેઠે નામ કહ્યું. તેથી ખાત્રી થઈ કે, આ આપણા પિતા તુલ્ય ઝવેરચંદ શેઠ જ છે. તે બનેએ અરસપરસ વિચાર કર્યો કે આપણે જેનું લુણ ખાધું હોય તેને બેવફા ન થવાય. તેમણે પિતાના સાથીઓને રોક્યા અને કહ્યું. “આમાંથી એક પાઈ પણ લઈ શકાશે નહિ. આ અમને નિરાધાર અવસ્થામાં પાળી પોષી મોટા કરનાર અમારા શેઠ છે. અમારે નિમક હરામ ન થવાય. માટે બધું મૂકી દયે. જે નહિ મુકે તો આજથી અમે બંને તમારાથી છુટા થઈ જઈશ. બધાં લુટેરાઓએ રામલા અને રતનીયાને ખૂબ સમજાવ્યા, આટલે લાભ કદી પ્રાપ્ત થયે નથી, તેમ પણ કહ્યું, છતાં તેઓ એકના બે ન થયા અને તેમના સાથીઓ એ બંનેને ગુમાવવા તૈયાર ન હતાં. તેથી લુટે બધે માલ ધન, ઝવેરાત, વિ. મૂકી દીધાં. પિલા અને ભાઈઓએ શેઠને છૂટા કર્યા, અને બધું ધન સંપી ઘર સુધી મુકી આવ્યા. શેઠે ૬૦ માંથી બે લુંટારાઓને પાળ્યા હતા તે તેઓ બચી ગયાં. જ્ઞાની પુરૂષ કહે છે કે ૬૦ ઘડીમાંથી બે ઘડી દયા પાળે, સામાયિક કરે, તે શેઠની જેમ બચી જશે. ૬૦ ઘડી સુધી આત્મિક ધન લૂંટનાર લુંટારા છે. રાત દિવસ આત્મિક ધન લુંટાઈ રહ્યું છે અને જીવાત્મા કર્મના મારથી અધમુઓ થઈ રહ્યો છે. હવે ધર્મને જીવનમાં અપનાવે તે સુખી થવાય. નવમા વ્રતના પાંચ અતિચાર છે. તે જાણવા પણ આદરવા નહિ.
મણ દુપડિહાણે સામાયિકમાં મન દુષ્ટ માર્ગે ચાલ્યું ગયું હોય. વયદુપ્પડિહાણે સામાયકમાં વચનની પ્રવૃત્તિ દુષ્ટ કરી હોય. કાયદુપ્પડિહાણે સામાયિકમાં કાયાની પ્રવૃત્તિ અશુભ આચરી હેય