________________
પર
૧૫ના કોઈ યુવાન ઈંજનેર થઈને મા-બાપને મળવા આવે છે. તે ચાલ્યા જાય છે. તે એકદમ ડોકટરની મોટરમાં ઝડપાઈ ગયા. માથા પર સખત ઈજા થઈ. ડો. મેટર ઊભી રાખી જુએ છે, તેમના મનમાં થાય છે કે “અરર ! ભારે થઈ ! ” એને લઈ ને હોસ્પીટલમાં મૂકવા જોઈ એ પણ પકડાઈ જવાની બીકથી મેટર મારી મૂકી. પેલેા પડયા છે. મેટર પકડાઈ ન જાય માટે તે આડા અવળા પૈડા ફેરવી લઇ ગયા ને ગેરેજમાં ગાઢવી દીધી. ડાકટર સવામણની તળાઈમાં સૂતા છે છતાં હૃદયમાં ફફડાટ થાય છે. હમણા કોઈ આવશે, ઉઠી ઉઠીને મારી એ જઈને જુએ, કાઈ આવે છે, કોઇ આવે છે, એમ તેને આખી રાત ઉંઘ ન આવી. ૨૪ કલાક ગયા એટલે નિરાંત થઈ. હાથ ખેંચી ગયા, પણ શું તે કમ પાસે ગુનેગાર નથી ? ડાકટર બધી પ્રવૃત્તિ કરે છે. પણ હૃદયમાંથી ડ ́ખ જતા નથી. ફફડાટ રહ્યા કરે છે. ડોકટરને અકુલા નામની શૈાકરી ૧૦ વષઁની અને બીપીન નામના પુત્ર આઠ વર્ષના છે, ડે૦િ માટર લઇને જાય પણ ધીમી ગતિએ ચલાવે. તેમના શ્રીમતીજી કહે, કેવા બીકણ છે ? કેટલી ધીમીચલાવા છે ? ” તા તે કહે, મને ઝડપથી ચલાવવાને શેાખ નથી. તે તે ખાળકીને સાચવવાની પત્નીને વારંવાર ભલામણ કરે. રેઢા ન મૂકે, જ્યાં માળકને જવાનું હોય ત્યાં માણસને સાથે મેકલે. એક દિવસ ડૉકટર બહાર ગયેલા છે. અચાનક વીટમાં જવું પડયુ છે. પેશન્ટ અતિ બિમાર હેાવાથી ઘરે મેડા આવે છે. આવતાંની સાથે જ પૂછે છે, બાળકા યાં? પત્ની કહે છે. તેમના કાકાનાં ઘેર જમવા ગયા છે. ડાકટર પૂછે છે, એકલા ગયા છે કે કોઈ સાથે ગયું છે ? પત્ની કહે, શું ખાળકો માટા થયા પછી એકલા ન જાય ? તમારે શું એને બીકણ બનાવવા છે? પત્નીએ જરા આવેશથી કહ્યું, ડોકટર જમ્યા વગર ઊભા થઈ ગયા, અને પત્નીને કહેતા ગયા, હું છેકરાઓને ખેલાવીને આવું છું. જેના પર ડાકટરની મેટર ફરી ગયેલી એને પાંચ વરસ થઈ ગયા છે. ડૉકટર જ્યાં દરવાજાની બહાર નીકળે છે ત્યાં સામેથી એના ઘરભણી એક ટોળું આવી રહ્યું છે. ડોકટર વિચારે છે, આ બધા કેમ આવે છે? ત્યાં તા પેાતાના ધ્યેય સંતાનની લાશ નજરે પડે છે, સાથે આ પકડાયેલ યુવાન બીજો કોઈ નથી પણ જે પાંચ વરસ પહેલાં ડાકટરની માટરથી ઈજા પામ્યા હતા તે જ છે. મધા માણુસા બૂમ પાડે છે. મારા ! મારા! સજા કરા! આ દુષ્ટ ફુલ જેવા બે બાળકોને કચડી નાખ્યા છે. ડોકટર નજીક આવે છે એટલે પેલા કહે છે, મને જે સજા કરવી હૈાય તે કરશ. મારાથી ગફલતને કારણે ભૂલ થઇ ગઈ છે. ડાકટર કહે છે, ભાઈ! તારા ગુન્હા માર્ છે. જા, મારે કાંઈ કરવું નથી, ડૉકટરને વિચાર આવે છે કે મેં એકને માર્યાં હતા તેને ખલે મારા એ સંતાન ક્રૂર કાળે ઝૂંટવી લીધા. તે વખતે હું મારી ફરજ ચૂકયા હતા. યુવાનને હાસ્પીટલ પહોંચાડવા પણુ ન ગયા, અને મનમાં રાજી થયા કે હાશ ! હું ખેંચી ગયા. મારૂ પાપ કોઇએ જાણ્યું નથી, પણ ઇશ્વરના દરબારમાં ઉજાશ છે, પણ અધેર નથી.