________________
પર૩ “હાટયા હશે ત્યાંથી ડોકલા કરશે, કપટ તણાં એ કામ, “કાગ” અંતે ઉઘાડા પડશે, રશે આતમ રામ,
જીવ તું છાના કરીશ નહિ કામ.”
જીવ! તું ગમે તેટલા છુપા પાપ કરીશ પણ કર્મથી છૂટીશ નહિ. જ્યાં જન્મ લઈશ ત્યાં કમી આવીને ઊભા રહેશે. પછી કહે કે ભેંમાંથી ભાલા કયાંથી નીકળ્યા? માટે કર્મ બાંધતાં વિચાર કરે. ડોકટરના શ્રીમતીને ખબર પડી અને તે મૂછિત થઈ ગઈ. શુદ્ધિમાં આવ્યા પછી તે કહેવા લાગી, “મારા પ્રાણપ્યારા ફૂલ જેવા બાળકોની આ દશા ! ડોકટરે પેલા માણસને છોડી મૂકયે, પરંતુ બીજા માણસે કહે છે તેને સજા થવી જ જોઈએ. પણ ડોકટર બધાને વિદાય આપતાં કહે છે, મારે કંઈ જ કરવું નથી. ગમે તેમ કરીશ તેય મારા સંતાને મને કાંઈ પાછા મળવાનાં નથી. બધા વિખરાયા એટલે બંને ઘરમાં આવ્યા, અને ખૂબ જ રડે છે, મૃતદેહેની અંતિમ ક્રિયા પતાવી નિવૃત્ત થાય છે ત્યાં પેલા માણસને ફેન આવે છે. ડે. ના શ્રીમતીજી ફેન ઉપાડે છે. ડે. સાહેબ ! મને એમ જ હતું કે આપ ખૂનને બદલે ખૂનથી લેશો પણ આપે મને જીવનદાન આપ્યું છે. આપને હું ખુબ જ આભાર માનું છું. મારે આપની પાસે માફી માંગવા આવવું છે તે ક્યારે આવું ? ડોકટર કહે છે મારે તેને મળવું નથી. માટે ના પાડી દે. એ બિચારો માફી માંગવા આવતા હોય તે ના શા માટે પાડવી જોઈએ ? તેણે કહી દીધું, કાલે સવારે નવ વાગે આવી શકે છે. ડેકટર સાહેબ મૌન રહ્યા.
બીજે દિવસે નવ વાગ્યે પેલા ભાઈ આવે છે. તેના મુખ પર ખૂબ ઉદાસીનતા છે. 3. ની ઈછા તેને મળવાની નથી એટલે ડોકટરનાં શ્રીમતી ડોકટરને પરાણે દીવાનખાનામાં બેસાડે છે. પેલા ભાઈએ બંને જણાની માફી માંગી ત્યાર પછી કહ્યું કે પાંચ વરસ પહેલાં હું એક મોટર નીચે કચડાઈ ગયેલે તે મોટર વાળે તે પકડવાની બીકે એમને એમ ચાલે ગયે પણ એક બીજી મોટર આવી અને મને હસ્પીટલમાં લઈ ગયા. ત્યાં ડોકટરેએ મારા મગજનું ઓપરેશન કર્યું. હું બચી તે ગયો પણ જ્ઞાનતંતુ ખૂબ નબળા પડી ગયા. તેથી ત્રણ વરસ ગાંડ રહ્યો. બે વરસથી મને સારું છે, તેથી ઘરમાં બેસી રહેવું એનાં કરતાં કંઈક કરવું જોઈએ એમ વિચારી મને ડ્રાઈવીંગ કરતા આવડે છે તેથી હું તે ધધે લાગ્યું. આજે પહેલ વહેલે જ નીકળે હતે. મારી ટેક્ષીને મેં બ્રેક મારી પણ આગળ નીકળી ગઈ ને તમારા બે બાળકે આવી ગયા. આપ મને માફ કરે. હું બે બાળકોને ઘાતક છું. આ સાંભળી ડોકટર કહે છે ભાઈ તું નહિ પણ હું ઘાતક છું. તારા પર મોટર કેરવનાર હું જ હતો. મને એમ કે હું બચી ગયે પણ કર્મ કેઈને છોડતા નથી. કર્મ સૌને ઈન્સાફ આપે છે. આમાં તારે કંઈ વાંક નથી, પણ મારી જ ભૂલનો