________________
છે. જેને બેલડીની સામાયિક પર પ્રીતિ હોય તેને યાવત જીવન સામાયિક પર પણ પ્રીતિ હોય. તેવા જીવને સામાયિક પાળતાં આંખમાં આંસુ આવી જાય. યાવત જીવન ચરિત્ર નથી લેવાતું, એટલે સામાયિક વ્રતને પાળવું પડે છે. આશ્રવનાં દરવાજા ખુલા થતાં થેરે આત્મધન લૂંટી જશે.
ઘણાને સામાયિકમાં ટાઈમ પસાર થતો નથી. કારણ કે સામાયિકમાં શું કરવાનું છે તેની સુઝ પડતી નથી. નવી વહુ પરણીને આવે તેને શું કામ કરવું તે ખબર ન પડે, પણ પરિચિત થયા પછી એક પછી એક કામ કરવા લાગે છે. તેમ સામાયિકને અભ્યાસ થઈ ગયા પછી ઘણાં કામ નીકળી પડે છે. સમભાવની ક્રિયામાં બે ઘડી કયાં ચાલી જાય તે ખબર પડતી નથી. सामाइएण भन्ते । जीवे किं जणयइ ? सामाइएण सावज्जजोगविरहिं जणयइ ॥
સામાયિક કરવાથી શું લાભ થાય? સામાયિક કરવાથી સાવગિની વિરતી થાય છે. કાલાવસેસીય અણગારે થવીર ભગવતેને છ પ્રશ્ન પૂછડ્યા હતા. સામાયિક અને સામાયિકનો અર્થ શું? પશ્ચખાણ અને તેને અર્થ, સંયમ અને તેને અર્થ, વિવેક અને તેને અર્થ તથા કાઉસગ્ગ અને તેને અર્થ શું?
आया सामाइए, आया सामाइयस्स अट्टे जाव विउस्सग्ग अटे । આત્મા તે જ સામાયિક છે અને સામાયિકને અર્થ પણ આત્મા છે. એમ પ્રતિકમણ, પ્રતિક્રમણને અર્થ, સંયમ, સંયમને અર્થ, સંવર, સંવરને અર્થ, વિવેક વિવેકને અર્થ, કાઉસગ્ગ અને કાઉસગને અર્થ આત્મા છે. આત્મા અરૂપી છે, સામાયિક પણ અરૂપી છે. ઘણું સામાયિકને જડની ક્રિયા કહે છે. પણ તે વાત બેટી છે. જડભાવથી નિવૃત્ત થનાર સાવધકને ત્યાગ કરી શકે છે. સામાયિકને જડની ક્રિયા કહેનાર ઉસૂત્રની પરૂપણ કરે છે. ક્રિયામાં જે અશુદ્ધિ આવી ગઈ છે તેને અવશ્ય ટાળવા જેવી છે, પણ કરવા જેવી નથી એ ઉપદેશ કદી ન આપે. સામાયિકમાં દ્રવ્યથકી સાવદ્યોગનાં પચ્ચખાણ, ક્ષેત્ર થકી ૧૪ રાજક પ્રમાણે, કાળ થકી બે ઘડી અને ભાવ થકી છ કેટીએ પ્રત્યાખ્યાન કરવાના છે.
શુદ્ધભાવે એક સામાયિક કરવામાં આવે તે ૯૨૫૯૨૫૯૨૫ પમ ઝાઝેરા નારકીનાં નદાવા (દા નહિ) થાય. એક સામાયિકનું આટલું ફળ છે. તમને સામાયિક પર પ્રીતિ છે ? કેટલાકને તે સામાયિક કરવી ગમતી નથી. આત્માની શુદ્ધિકરણની ક્રિયા તે સામાયિક છે. સામાયિક ચારિત્ર એ આત્મશુદ્ધિની શરૂઆત છે અને યથાખ્યાત ચારિત્ર તે પૂર્ણાહુતિ છે.
સામાયિકના વિશેષ ભ અવસરે કહેવાશે.