________________
વ્યાખ્યાન .....૮૮
આસા વદ ૧૦ ને બુધવાર તા. ૧૩–૧૦–૭૧
અનંત જ્ઞાનીએ એ સિદ્ધાંતથી સમજાવ્યા. સિદ્ધાંત એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ, તેનું નામ સિદ્ધાંત. ખારમુ. ઉપાંગ વન્દ્વિદશામાં ખલભદ્રનાં પુત્ર નિષય કુમારના અધિકાર ચાલી રહ્યો છે. તેમાં ભગવાન નેમનાથ આઠમા વ્રતના ભાવા સમજાવતાં કહે છે કે અનેક જીવા સંસારમાં અનર્થાય ...ડાઈ રહ્યા છે, અને તેનાથી ચાર ગતિ, ચાવીસ દંડકમાં પરિભ્રમણ કરે છે. અનાદિ કાળથી પરિભ્રમણુ કરતાં (૨) આ અમૂલ્ય અવતાર મળ્યા છે. અહીં ધર્માંરાધન કરવુ જ જોઈ એ. ધમ કરવાની અપૂર્વ રુચિ જાગૃત થવી જોઇએ. ધર્માત્માને સામાયિક, વ્રત, પ્રત્યાખ્યાન વગર ચેન ન પડે. રાત્રીનાં ચાવિહાર ન થાય ને ગાળી લેવી પડે તે ધમીને જીવ મળે. જેને ધમ કરવાની રૂચિ નથી, તેવા જીવાને કહેવામાં આવે કે સાડાપાંચ વાગી ગયાં છે, જમવાનું તૈયાર છે, તા ચાલા, જમવા એસી જાઓ, તેા કહે, હમણાં જમાય છે, શી ઉતાવળ છે ? એમ કરતાં રાત્રિનાં આઠ વગાડી દે અને રાત્રી ભેાજન જ કરે. ઊભા ઊભા ગપ્પા મારતા હાય તેને કાઈ કહે, ચાલે વ્યાખ્યાનમાં, તે રૂચે નહિ.
ગપ્પાની ગમતમાં ગેાઠે, પાછી ન ધરે પાની, અમૂલ્ય અવસર એળે ગુમાવે, એ બધી નવરાની નિશાની.
ગપ્પા મારવાના ટાઈમ મળે છે. સંદેશમાં શા સમાચાર છે? મુંબઈ સમાચારમાં શુ ન્યુઝ આવ્યા છે ? ચીન જાપાનમાં શુ' ચાલી રહ્યું છે ? આમ કથા, ભત્તકથા, દેશકથા અને રાજકથા કરવી એ તેનું કામ છે. જો બીજાની વાતા કરવામાં અને નિંદા કરવામાં ટાઈમ વ્યતીત થતા હાય તા સમજજો કે અમૂલ્ય અવસર એળે ગુમાવાય છે. હાથમાંથી હીરા જેવા અવસર ચાલ્યા જશે તે પસ્તાવાનેા પાર નહિ રહે.
એક પિતાએ પાતાનાં પુત્રને છત્રીસ હજાર રૂપિયા આપી પરદેશ માકલ્યા. નસીબ ચેગે પેઢી કમાતી થઈ પણ સેખતીએ એવા મળી ગયા કે ભાઇ માજશેાખમાં, રમતગમતમાં અને આનઃ પ્રમેાદમાં પડી ગયા. પેઢીનું કામકાજ મુનીમજીને સોંપી દીધું, અને વેપારનું સરવૈયુ' જોવા તરફ નજર પણ નાખી નહિ. ધીમે ધીમે પેઢી બેસવા લાગી. આ ભાઈ ને ખબર પડી અને ચાપડા તપાસ્યા તે ઘણું દેવું વધી ગયું હતુ. અને પેાતાનાં રૂપિયા જેને ત્યાં ધીર્યાં હતાં તે પણ મળે તેવું ન હતું. એક જગ્યાએ આઠ હજાર ધીર્યાં હતાં તેનું નામનિશાન નહેાતું, એક જગ્યાએ ૧૮ હજાર ધીર્યાં હતા તેની મુલાકાત લીધી,