________________
૫%
હશે? આમ ઈષ્ટ સંગમાં આસક્ત થનાર કર્મ બાંધે છે. અને આ લેકે મને દીઠાય ગમતાં નથી એમ થાય તે પણ કર્મ બંધનું કારણ છે.
रागोय दोसो बिय कम्म बीय, कम्मच माह पभव वयन्ति । N = ગાર મળમૂરું, તુવન્ન ૨ ગા મા વનિત્ત. / ઉ. આ ૩૨
રાગ અને દ્વેષ એ બે કર્મ બંધનના મૂળ છે. આનંદ આવે તેવું ભેજન મળે તે રાગ થાય અને બાસુંદીની ઈચ્છા હતી ને ભડકું મળ્યું તે ભાણું પછાડે અને જીવ, નથી ખાવું, આ ષ છે. “તમે જ તેનું તે વીચર.” મનેઝ અને અમને ભાવને કાઢી નાખે તે વીતરાગતાને પ્રાપ્ત કરી શકે. પદાર્થને એવામાં કર્મ બંધ થતું નથી. જ્યાં નજર કરીએ ત્યાં રૂપ દેખાય છે. સાંભળીએ ત્યાં શબ્દ કાને પડે છે. ઈન્દ્રિય પર સીલ દેવાતા નથી. પણ મને અમનેશ ભાવ ન કરે તે પદાર્થ બંધનું કારણ બનશે નહિ. કેવળી કાલેકના ભાવેને દેખે છે. જે જેવામાત્રથી કર્મ બંધ થતું હોય તે તેમને વધારે કર્મ બંધાય માટે કર્મબંધનું કારણ રાગ દ્વેષ છે તે નક્કી કરે. અને તે ભાવેથી જેમ બને તેમ હું વિરક્ત રહે એ નિર્ણય કરે. રાગદ્વેષે જીવનમાં ખુબ વિકૃતિ આણી છે. એ ખતરનાક દુશ્મન છે.
“રાગદ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ,
થાય નિવૃત્તિ તેહથી, એ જ મોક્ષને પંથ. રાગષ અને અજ્ઞાન એ ખરા દુશ્મન છે. કેઈ તમારા પૈસા લુંટી જાય, તમારા શરીરને નુકસાન કરે, તમારા નામને બગાડે અથવા તમારી કીર્તિ પર કુચડે કે તેને તમે દુશ્મન માને છે, પણ સદગુણને લુંટી જનાર કાયે, દુશ્મન લાગે છે કે આવી ક્ષમા ગુણને લુંટી જાય છે. માન આવી કોમળતાને, માયા આવી સરળતાને લુંટી જાય છે, લાભ આવી સંતોષ ગુણને લુંટી જાય છે, તેની સામે જીવ તો પણ નથી. કોઈ ખીસામાં હાથ નાંખી તેની નેટ ઉપાડે તે બે તમાચા લગાવી દયે છે. પણ આત્મિક ધન લુંટનાર તરફ ઉપેક્ષા સેવો છો! પૈસાની કદર છે, પણ આત્મિક ધનની કદર નથી.
બજારમાં એકથી દસગણા ભાવ બોલાતા હોય, કમાણી કરવાની ખરી મોસમ હોય તે વખતે ઓફીસે જતાં રસ્તામાં મિત્ર મળે અને તમને કહે, “મિત્ર ચાલ! આજે એક સુંદર ફિલમ જેવા જવાનું છે. હું ટીકીટ પણ લઈ આવ્યો છું. તારે ચક્કસ આવવું જ પડશે. આ ટાઈમે તમે શું કહે ? અત્યારે મને રૂકાવટ પાલવે તેમ નથી, ઝપાટાબંધ ઓફીસે પહોંચવાનું છે. આજે હું તારી સાથે કંઈ પણ રીતે આવી શકું તેમ નથી. પૈસાની ધૂનમાં મોજશેખ વગેરે બધું ભુલાઈ જાય છે. આવી ધૂન જ્યારે ધર્મની લાગશે ત્યારે આત્મા દીપી ઉઠશે. આ ધર્મની કમાણી કરવાની માસમ છે. પરભાવ તરફથી દષ્ટિ ઉઠાવી લઈ સ્વાધ્યાય કરે, ધ્યાન કરે, વાંચન કરે અને આત્મતત્વને પામે,