________________
પ૧૩
મળે છે કે સંસાર તરફ માન ન રહે, છતાં હૈયું એવું કહેર થઈ જાય છે કે મનમાં એમ થાય કે સંસારમાં એમ જ ચાલે.” પેલી બહેન કહે છે, “મારા પતિના ત્રણ ત્રણ વરસથી કાંઈ સમાચાર ન આવ્યા એટલે મારી સાસુ ખૂબ ચિંતા કરવા લાગ્યાં. મેં તેમને આશ્વાસન આપ્યું પણ ધીમે ધીમે આર્થિક મુંઝવણ ખૂબ વધી ગઈ અને મારી પણ ધીરજ ખૂટવા આવી. એટલે સાસુને સમજાવી પતિની તપાસ કરવા હું મુંબઈ ગઈ. ત્યાં તપાસ કરી તે પતિએ પહેલાંનું રહેઠાણ બદલી નાખ્યું હતું. દરિયા કિનારે બ્લેકમાં રહેવા ગયા હતા. સરનામું લઈ હું ત્યાં પહોંચી. બ્લેકની બહાર પતિના નામનું પાટિયું હતું. એટલે નક્કી કર્યું કે તેઓ અહીં જ રહેતા હશે. ઘંટડી દબાવી અને સફેદ સુંદર સાડીમાં સજજ થએલી એક બાઈએ બારણું ખોલ્યું, મને આવકારી અને આવવાનું પ્રજન પૂછયું. તેને જોતાં મારા મનમાં શંકા ગઈ કે આને રાખીને તે નહીં બેઠા હોય ને? મેં મારા પતિનું નામ લઈ પૂછયું. એ ઘરમાં નથી ? કયારે આવશે? અને આપ કોણ છે? બાઈ એ જવાબ આપે કે હું અને એ ગાઢ મિત્ર છીએ મારા વિના એમને ચાલે જ નહિ તમે એમને કયાંથી ઓળખે? મારા મનને વહેમ પાકો થયે. છતાં હિંમત રાખી મેં કહ્યું. તમે મને સહાયક થશે? તે હું મારી ઓળખ આપું.”
પેલી બાઈએ કહ્યું. “તમે વાત કરશે. હું સહાય કરીશ.” મેં કહ્યું “હું એમની પરણેતર છું. ત્રણ વર્ષથી ધંધાથે અહીં આવ્યા છે. પણ કાંઈ મોકલતા નથી, સમાચાર પણ આપતા નથી. બે દિકરીઓ અને એક માતા ચારને નિભાવ મારા માથે છે. આપ તેમના મિત્ર છે તે આ અંગે એમને કાંઈ ન કહો?”
આ વાત ચાલતી હતી ત્યાં મારા પતિ આવ્યા અને મને જોતાં અજાણ્યા થઈ કહેવા લાગ્યા. “તમે કેણુ છે? અહીં કેમ આવ્યા છે?”
આ સાંભળતાં મને ખૂબ આઘાત લાગ્યો. મેં કહ્યું “આપ આ શું બોલી રહ્યા છે? તમે મારી સાથે લગ્ન પહેલાં જ અખૂટ જીવન સંબંધ અને અખૂટ પ્રેમના કરાર કરેલા. અને આજે તમારી પરણેતરને ભૂલી જાય છે? તેમણે કહ્યું “અરે! તું કોઈ ગળપડુ છે. જાઊઠ અહીંથી. હું તને ઓળખતે નથી.” અને..... મારા પતિએ મને બહાર ધકેલી મૂકી.
આ સંસારને ઓળખી લેવા જેવું છે. સંસારનું સ્વરૂપ કેવું છે? નિર્ગુણ માણસ પર ગમે તેટલે ઉપકાર કર્યો હોય પરંતુ એને કશી કિંમત જ ન હોય. એ ઉપકારી પર અપકાર કરતાં પણ અચકાય નહિ. સંસાર આવે છે. સંસાર ખારે છે, પણ તમને ખરે કયાં લાગે છે? જો ખાર લાગે તે સંસાર પરથી મન ઉઠી જાય, બાઈ કહે છે હું રડવા લાગી, બાજુવાળા એક પ્લેને મને પિતાના