________________
પી
નાક છે. નાક કરતાં કિંમતી આંખ છે. આંખ કરતાં કિંમતી કાન છે. અને કાન કરતાં કિંમતી મન છે. એ મન આપણને પ્રાપ્ત થયું છે તે મનને સ્વભાવમાં કેન્દ્રિત કરી
સ્વમાં જ સ્થાપવું જોઈએ. જે મન સ્થિર બને તે ઘણા કાળમાં નથી થઈ શકયું એવું કાર્ય થડા કાળમાં પૂર્ણ થાય. રૂપિયાને હિસાબ મેળવતાં ધ્યાન બેધ્યાન થાય છે? “ના”. તે ધર્મમાં મન કેમ સ્થિર થતું નથી? મોક્ષ પ્રાપ્તિ માટે દષ્ટિને ખૂબ સૂક્ષમ બનાવવી પડશે. જે કાંટાથી રૂના ધંકણું ખાય તે કાંટાથી મતી ન ખાય અને જે કાંટાથી સોનાનો તેલ થાય તે કાંટાથી ભાજીને તેલ ન થાય. બંનેના કાંટા જુદાં જુદાં જોઈએ.
આત્મ સાધકે આત્માની સમય સમયની પરિણતિને જેવી જોઈએ. ભગવાને ઉત્તરાધ્યયનના ૧૦મા અધ્યયનમાં પ્રમાદ નહીં કરવા માટે “સમયે ગાયમ! મા પમાયએ” આ પદ ૩૬ વાર કહ્યું છે. સમય એટલે કાળને અવિભાગ પેલી છે. જેના બે વિભાગ ન થાય તે નિરંશ—અંશ. આળસુ થઈને બેસી રહેવું તેનું નામ જ પ્રમાદ નથી, પણ આત્મા તરફ ઉપેક્ષા અને પરપદાર્થો તરફ રૂચી તે પણ પ્રમાદને એક પ્રકાર છે.
મનમાન્યું ન મળે એટલે જીવ ધુંવાપુવા થાય છે. નેકર પાસે પાણી મંગાવ્યું તેણે ન સાંભળ્યું. બીજી વાર કહ્યું તે પણ ન સાંભળ્યું. હવે ભાઈને પીતે ઉછળે કયાં મૂએ છે. પાણી લાવતા નથી.” આવા અપશબ્દનો પ્રયોગ કરી દે છે. પાણી માંગ્યું ને તરત મળી ગયું તે રાજી થાય. ભાણા પર બેઠા અને પાંચ મિનિટ સુધી રોટલી ન આવી તે ધીરજ રહે? ના. પણ સમભાવ રાખી એટલી વાર નવકાર મંત્ર ગણી લે તે? ભાણું હમણાં પીરસાશે. આકુળવ્યાકુળ શા માટે થાય છે? પિષધ કર્યો હોય અને પારણનું મોડું થાય તે શું થાય છે? કોધ થાય ને? તમારા વિચારને વળાંક આપતાં શીખો. મોડું થયું એમાં શું ? “મારે તપમાં વૃદ્ધિ થશે. આ ખાઉં ખાઉંના યુગમાં પણ એક બહેન ઉપવાસ કરી રહ્યા છે. ૧૦૮ ઉપવાસ કરવાના છે. તેમણે તેમની વૃત્તિને અણહારક સ્વભાવ તરફ વાળી છે. ઉપવાસ કરવા એટલે અણાડારક સ્વભાવની વાનગી ચાખવી. ખાવું તે મારે સ્વભાવ નથી, પણ શરીરને સંગ છે, એટલે આહાર લેવો પડે છે. કર્મને નાશ થાય તે શરીરને નાશ થાય અને શરીર ન હેય તે આહાર ન લેવું પડે રાસા નિકા ર તપથી કર્મની ભેખડો ઉડી જાય છે. પણ જે શરીરને જ સર્વસ્વ સમજનારા છે, તેની વૃત્તિ શરીરમાં–શરીરનાં માનપાનમાં રમતી હેય છે. ઈન્દ્રિયના ગુલામને નજીવા પ્રસંગમાં પણ ઈર્ષા થાય છે. એકને ખાવા માટે દુધપાક આપે અને બીજાને રેટ અને છાશ આપ્યાં, તે રોટલાવાળે દુધપાકવાળાની ઈર્ષા કરશે, પણ જે વૃત્તિને સ્વ તરફ વાળી હેય તે દુખ નહીં ધરે.
ઈષ્ટના સંગની ઈચ્છા કરવી તે પણ આર્તધ્યાન છે. આ દિકરે મને ખુબજ ગમે છે. તે મારી સાથે જ જમે, મારી ભેળે જ સુવે, કોણ જાણે પૂર્વ ભવને શું સંબંધ