________________
મુનિને ઉપહાસ કરવાના હેતુથી શુકદેવ ફરી પ્રશ્ન કરે છે. વિદ્યા સે અંતે જિં મહેચડ્યા સમજવેચવા? સરિસવય ભક્ષ છે કે અભક્ષ? ઉત્તરમાં મુનિ કહે છે સરિસવય ભક્ષ પણ છે અને અભક્ષ પણ છે. સરિસવય એટલે સમાન વયના મિત્રે તે અભક્ષ છે અને
જ્યારે ધાન્યના અર્થમાં સરસવ છે તેના બે પ્રકાર છે. શસ્ત્ર પરિણિત અને શસ્ત્ર અપરિણિત. શસ્ત્ર પરિણિત સરસવ અભક્ષ છે અને શસ્ત્ર પરિણિતના પ્રાસુક અને અપ્રાસુક એમ બે પ્રકાર છે. અપ્રાસુક છે તે અભક્ષ છે. અને પ્રાસુકને બે પ્રકાર છે. યાચેલું અને નહીં યાચેલું. તેમાં નહીં યાચેલું અભક્ષ છે. અને યાચેલાના બે પ્રકાર છે. લબ્ધ અને અલબ્ધ. જે અલબ્ધ છે તે અભક્ષ છે. લબ્ધ છે તે ભક્ષ છે. વળી શુકદેવ પૂછે છે. કુલથી ભક્ષ છે કે અભક્ષ છે અને ધાન્યના અર્થમાં કુલથી એટલે કળથી થાય છે, તે ઉપર પ્રમાણે સરસવની જેમ સમજવું.
“માસા ભક્ષ છે કે અભણ ? શુકદેવના આ પ્રશ્નનો ઉત્તર આપતાં મુનિ કહે છે. માસા એટલે માસ-મહીના તે અભક્ષ છે. માતાને બીજે અર્થ છે તેલા-ગદીયાણા. માસા વગેરે તે અભક્ષ છે. ધાન્ય-માસ એટલે અડદ તે સરસવની માફક સમજવું.
હવે શુકદેવ તત્વજ્ઞાનની જીજ્ઞાસાથી પ્રશ્ન કરે છે. તમે એક છે, બે છે કે અનેક છે? મુનિ જવાબ આપે છે કે દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ હું એક છું, જ્ઞાન અને દર્શનની દષ્ટિએ બે છું. પ્રદેશની અપેક્ષાએ અસંખ્યાત છું અને ગુણની અપેક્ષાએ અનંત પણ છું.
થાવચ્ચ અણુગારના જવાબ સાંભળી શુકદેવ ખુબ ખુશ થાય છે, અને સમ્યક્રબેલ પ્રાપ્ત કરે છે. હવે તે મુનિને વંદન નમસ્કાર કરે છે અને વિશેષ ધર્મનું વરૂપ સાંભળી એક હજાર શિવે સંગાથે શુકદેવ સંન્યાસી જૈન દીક્ષા અંગીકાર કરે છે. આ શુકદેવ પાસે શિલક રાજા પિતાના ૫૦૦ મંત્રીઓ સાથે દીક્ષા અંગીકાર કરે છે. આ બધા જીવે તે જ ભવમાં સંથારે કરી મેક્ષ ગતિને પ્રાપ્ત કરે છે.
આ વખતે ધર્મની કેટલી જાહોજલાલી હશે! આજે આપણા ધર્મમાંથી ઘણુ સરકવા માંડયા છે ભગવાન મહાવીરના ભક્તો ભગવાનની આજ્ઞા શી છે તે ભુલી ગયા છે અને હિંસામાં પડી ગયા છે. આ ધર્મ શુદ્ધ ધર્મ છે. અહીં જરાપણ હિંસાને સ્થાન ન હોય. સંન્યાસી જેવાને પણ આ ધર્મનું આકર્ષણ થતું, આજે યાવત્ જીવન લીધેલા પંચમહાવ્રત મૂકી અન્ય સ્થાને જનારને પણ કઈ સમજાવનાર કે વારનાર નથી. સંઘની ફરજ છે કે જે ઉંધે માર્ગે જતાં હોય તેને સવળે માર્ગે લાવે. જૈન દર્શન સર્વશ્રેષ્ઠ દર્શન છે. આપણામાં અવતારમાંથી ઈશ્વર થાય છે. જ્યારે અન્ય દર્શનમાં ઈશ્વરમાંથી અવતાર લે છે. વિચાર કે આપણે ધર્મની આરાધના શા માટે કરીએ છીએ? નિર્મળ થવા કે મલિન થવા નિર્મળ થવા. હવે આપણે શુદ્ધ અને નિર્મળ બનવું હોય તે જે નિર્મળ અને શુદ્ધ છે તેને